SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यग्दृशो यथावस्थितवस्तुग्रहणप्रवणत्वम् १३०७ रा स्वपरिवर्तनाऽनन्तानन्तपरद्रव्यपरावृत्तिद्वारा प्रतिद्रव्यं प्रतिसमयम् अनायासेन अनन्तोत्पादादिपर्यायसिद्धिः । प्रतिद्रव्यम् अनन्तानागतस्वपर्यायगोचरानन्तशक्तयः साम्प्रतमपि वर्तन्ते । प्रतिसमयं च ताः स्वकार्या- प भिमुख्यतारतम्येन परावर्तन्ते । अनन्तसर्वज्ञज्ञानविषयता अपि प्रतिवस्तु प्रतिसमयञ्चोत्पद्यन्ते विनश्यन्ति मौलस्वरूपेण च स्थिरीभवन्ति । एवमुत्पाद-व्ययानुविद्धतया ध्रौव्यस्याऽपि तावन्त एव भेदा अवगन्तव्याः । इत्थं परमार्थतः प्रतिसमयं प्रतिद्रव्यम् अनन्तोत्पाद-व्यय - ध्रौव्याणि सिध्यन्ति । अतः कस्याञ्चिदप्यवस्थायां यथार्थतत्त्वरुचिशालितया सम्यग्दृशः “भावतः अनन्तपर्यायात्मकतया वस्तुग्रहणपरिणामो न क्षीयते” (ज्ञाना. तरङ्ग ३ / श्लो. १८) इति ज्ञानार्णवे तृतीये तरङ्गे व्यक्तम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - प्रत्येकं द्रव्यं साक्षात् परम्परया वा सर्वद्रव्यसम्बद्धमि'ति कृत्वा एकस्मिन्नपि द्रव्ये यत् पर्यायपरिवर्तनं जायते तत्प्रभावः न्यूनोऽधिको वा स्व-परद्रव्येषु सम्पद्यते। इदं ज्ञात्वा अस्मन्निमित्तं जायमानं लेशतोऽपि परपीडादिकं पूर्वमेव परिहर्तव्यमित्युपदेशः । का ततश्च ‘“तिहुयणमहिओ सिद्धो बुद्धो निरंजणो निच्चो” (प्रा.द्वि.क. ५५ ) इति प्राचीनद्वितीयकर्मग्रन्थदर्शितं सिद्धस्वरूपं तरसा प्रादुर्भवेत् ।।९/१८ ।। ९/१८ અનંત ઉત્પાદાદિ પર્યાયો અનાયાસે સિદ્ધ થાય છે. અનંતાનંત ભાવી સ્વપર્યાયોની અનંત શક્તિઓ વર્તમાન કાળમાં પણ પ્રત્યેક દ્રવ્યમાં રહેલી હોય છે. પ્રત્યેક સમયે તે અનંત શક્તિઓ સ્વકાર્યઅભિમુખતાના તરતમભાવથી પરિવર્તન પામતી હોય છે. અનંત સર્વજ્ઞના જ્ઞાનની વિષયતાઓ પણ પ્રત્યેક વસ્તુમાં પ્રતિસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. મૂળભૂત સ્વરૂપે દ્રવ્ય સ્થિર રહે છે. તથા ઉત્પાદ -વ્યય સાથે ધ્રૌવ્ય સંકળાયેલ હોવાથી ધ્રૌવ્યના પ્રકાર = ભેદ પણ ઉત્પાદ-વ્યયના ભેદ જેટલા જ છે. આમ પરમાર્થથી પ્રતિસમય પ્રત્યેક દ્રવ્યમાં અનંતા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ થાય છે. તેથી યથાર્થ તત્ત્વને સ્વીકારવાની રુચિ ધરાવવાના પ્રભાવે કોઈ પણ અવસ્થામાં સમ્યગ્દષ્ટિ જીવને ભાવથી અનંતપર્યાયાત્મકસ્વરૂપે વસ્તુને જાણવાનો-સ્વીકારવાનો પરિણામ નાશ પામતો નથી. આ વાત જ્ઞાનાર્ણવ ગ્રંથના ત્રીજા તરંગમાં મહોપાધ્યાયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. દરેક દ્રવ્યની તમામ દ્રવ્ય ઉપર અસર આધ્યાત્મિક ઉપનય :- દરેક દ્રવ્ય અન્ય તમામ દ્રવ્યની સાથે સાક્ષાત્ કે પરંપરાએ સંકળાયેલા છે' - આ હકીકતથી એવું ફલિત થાય છે કે દરેક દ્રવ્યમાં થતા ફેરફારની ઓછી-વત્તી અસર સ્વ-પર ઉપર પડતી હોય છે. મતલબ કે જગતના કોઈ પણ ખૂણામાં બનતી નાની-મોટી પ્રત્યેક ઘટના સર્વત્ર ઓછા-વત્તા અંશે સારા-નરસા પ્રત્યાઘાત પાડવાનું કામ કરે છે. આવું જાણીને આપણા નિમિત્તે કોઈને આંશિક પણ નુકસાન થઈ ન જાય તેની પહેલેથી જ કાળજી રાખીને, પરપીડાદિનો પરિહાર કરીને આપણે પ્રત્યેક પ્રવૃત્તિ-વૃત્તિમાં જોડાવું જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ અહીં ગ્રહણ કરવા યોગ્ય છે. પરપીડાપરિહારપરિણતિના પ્રભાવે ‘સિદ્ધ પરમાત્મા ત્રિભુવનપૂજ્ય, કેવલજ્ઞાની, નિરંજન અને નિત્ય છે.’ આ મુજબ પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ થાય. (૯/૧૮) 1. त्रिभुवनमहितः सिद्धो बुद्धो निरञ्जनो नित्यः । 33_4$f
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy