________________
૧/૮
नानासम्बन्धवशेनैकत्र नानाविधोत्पादादयः
१३०५
अधुना नानासम्बन्धवशादेकत्रैकदा बहुविधोत्पादादिकं दर्शयामः । तथाहि - “यदैवानन्तानन्तप्रदेशिकाऽऽहारभावपरिणतपुद् गलोपयोगोपजातरस- रुधिरादिपरिणतिवशाऽऽविर्भूतशिरोऽङ्गुल्याद्यङ्गोपाङ्गभाव
परिणतस्थूल-सूक्ष्म-सूक्ष्मतरादिभिन्नावयव्यात्मकस्य कायस्योत्पत्तिः,
तदैवानन्तानन्तपरमाणूपचितमनोवर्गणापरिणतिलभ्यमनउत्पादोऽपि तदैव च वचनस्यापि कायाऽऽकृष्टाऽऽन्तरवर्गणोत्पत्तिप्रतिलब्धवृत्तेरुत्पादः, तदैव च कायाऽऽत्मनोरन्योन्यानुप्रवेशाद् विषमीकृताऽसङ्ख्याताSSत्मप्रदेशे कायक्रियोत्पत्तिः,
तदैव च रूपादीनामपि प्रतिक्षणोत्पत्तिनश्वराणामुत्पत्तिः, तदैव च मिथ्यात्वाऽविरति -प्रमाद તુ શરીરના દૃષ્ટાંતથી અનંત પર્યાયોના ઉત્પાદનું નિરૂપણ
(fધુના.) હવે અમે અનેક સંબંધના આધારે એક જ વસ્તુમાં એકીસાથે અનેક પ્રકારના ઉત્પાદ, વ્યય વગેરેને દર્શાવીએ છીએ. સ્યાદ્વાદકલ્પલતા ગ્રંથમાં આ બાબત નીચે મુજબ જણાવેલ છે. જે સમયે શરીરની ઉત્પત્તિ થાય છે તેની સાથે અનંત ઉત્પાદ પણ સંકળાઈ જાય છે. તે આ રીતે - અનંતાનંત પરમાણુપ્રદેશોની આહારરૂપે પરિણિત દ્વારા શરીરની ઉત્પત્તિ થાય છે. તથા તે જ સમયે મનની, વચનની, દેહક્રિયાની, દેહમાં રહેલ રૂપાદિની તેમજ આગામી ગતિવિશેષની, પરમાણુના સંયોગ-વિભાગની તેમજ તત્-તાવિષયતાની, ઉપરાંતમાં ત્રણે લોકમાં વિદ્યમાન સમસ્ત દ્રવ્યોની સાથે તેના સાક્ષાત્ કે પરંપરાએ અનેક સંબંધોની ઉત્પત્તિ થાય છે. આમ કાયાની ઉત્પત્તિમાં અનેકોત્પત્તિનો અંતર્ભાવ છે. જેમ કે સૌપ્રથમ આહારભાવમાં પરિણમન સ્વરૂપ અનંતાનંત પરમાણુ પુદ્ગલોની ઉત્પત્તિ થાય છે. તે પુદ્ગલોના ઉપયોગથી રસ, લોહી વગેરેની ઉત્પત્તિ, તેના પરિણામ સ્વરૂપે મસ્તક, આંગળીઓ વગેરે અંગોપાંગ ભાવોની પરિણતિ અને તેનાથી સ્થૂલ-સૂક્ષ્મ-સૂક્ષ્મતરાદિ વિભિન્ન અવયવોની ઉત્પત્તિ થવાથી ‘સમસ્ત અવયવસમષ્ટિ રૂપ કાયાત્મક એક અવયવીની ઉત્પત્તિ થાય છે.
* મન વગેરેની ઉત્પત્તિનો વિચાર
(લેવા.) આ જ રીતે કાયાની ઉત્પત્તિની સાથે અંતરંગ મનની ઉત્પત્તિમાં પણ અનેક ઉત્પત્તિનો સમાવેશ છે. જેમ કે - મનોવર્ગણાના અનંતાનંત પરમાણુઓની પરિણતિ અર્થાત્ અનંતાનંત પરમાણુઓમાં એક મનના રૂપમાં પરિણમનાર્હતા સ્વરૂપ પર્યાયોની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે કાયાની ઉત્પત્તિ સાથે સંકળાયેલ વિશેષ ક્રિયાત્મક વચનની ઉત્પત્તિ પણ અનંત ઉત્પત્તિમાં અંતર્નિવિષ્ટ છે. જેમ કે કાયયોગથી આકૃષ્ટ થયેલા ભાષાવર્ગણા સ્વરૂપ આંતરવર્ગણાના અનંત પરમાણુઓની વચનરૂપે પરિણમનાર્હતારૂપ પર્યાયોના રૂપમાં અનંત ઉત્પત્તિ. તેમ જ કાયક્રિયાની ઉત્પત્તિમાં પણ અનેક ઉત્પત્તિઓનો સમાવેશ થાય છે. જેમ કે કાયાના અને આત્માના વિલક્ષણ સંયોગથી સંપન્ન અન્યોન્યમયતા તાદાત્મ્યરૂપ જે અન્યોન્યાનુપ્રવેશ થાય છે તેના દ્વારા આત્માના અસંખ્ય પ્રદેશોમાં વિષમીભાવકરણ થવા દ્વારા કાયક્રિયોત્પાદક સામર્થ્યમાં વિષમતાનો = ન્યૂનાધિક્યનો ઉદય થવાથી કાયક્રિયાની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ તે આત્મપ્રદેશગત વૈષમ્ય દ્વારા શરીરક્રિયાજન્મસમયે પણ ન્યૂનાધિકભાવરૂપ તેવા વૈષમ્યનો ઉદય થાય છે કે જેના દ્વારા શરીરક્રિયાનો આવિર્ભાવ થાય છે.
=
* ઉત્પધમાનભેદથી ઉત્પત્તિભેદ
(સદ્દવ ૪.) એવી રીતે શરીરની સાથે તેના રૂપ વગેરેની પણ ત્યારે જ ઉત્પત્તિ થાય છે. પ્રતિક્ષણ