________________
१३०४ ० पूर्वपर्यायाऽनाशे उत्तरपर्यायाऽयोगः ।
૧/૨૮ विगमा ठिईउ उस्सग्गओ णियमा ।।” (स.त.३/४१) इति । तद्व्याख्या “एकस्मिन् समये एकद्रव्यस्य बहव - उत्पादा भवन्ति, उत्पादसमानसङ्ख्या विगमा अपि तस्यैव तदैवोत्पद्यन्ते, विनाशमन्तरेणोत्पादस्यासम्भवात् । न हि पूर्वपर्यायाविनाशे उत्तरपर्यायः प्रादुर्भवितुमर्हति; प्रादुर्भावे वा सर्वस्य सर्वकार्यताप्रसक्तिः,
तदकार्यत्वं वा कार्यान्तरस्येव स्यात् ।
स्थितिरपि सामान्यरूपतया तथैव नियता, स्थितिरहितस्योत्पादस्याऽभावात्, भावे वा शशशृङ्गादेरયુત્પત્તિપ્રસા ” (સ.ત.રૂ/૪૧) ચેવું વર્તતા
કે એક સમયમાં એક દ્રવ્યના ઘણા બધા ઉત્પાદ હોય છે અને જેટલા ઉત્પાદ હોય છે તેટલા જ વિનાશ અને સ્થિતિ પણ હોય છે.” આ ગાથાની વ્યાખ્યા કરતા તર્કપંચાનન અભયદેવસૂરિજીએ કહેલ છે કે
એક સમયમાં એક દ્રવ્યના ઘણા બધા ઉત્પાદ હોય છે. જેટલા ઉત્પાદ હોય છે તેટલા તે દ્રવ્યના વિનાશ પણ તે જ કાળે તેટલી જ સંખ્યામાં આવિર્ભત થાય છે. વિનાશ વગર ઉત્પત્તિનો ક્યારેય સંભવ નથી. પૂર્વકાલીન પિંડ વગેરે પર્યાયનો વિનાશ થયા વગર ઉત્તરકાલીન ઘટપર્યાયનો ઉત્પાદ થઈ ન જ શકે. (ધ્યાનમાં રાખવું કે અહીં પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવા વિશેષણ તે ક્રમશઃ પિંડના અને ઘટના છે, નહિ કે વિનાશના અને ઉત્પાદના. કેમ કે તેઓ તો સમકાલીન જ છે.) જો પૂર્વપર્યાયના વિનાશ વિના જ ઉત્તરપર્યાય ઉત્પન્ન થઈ શકતો હોય તો બધી વસ્તુ બધી વસ્તુનું કાર્ય થવાની આપત્તિ આવશે. આવું થાય તો દરેક દ્રવ્યમાં એક જ સમયે સર્વપર્યાયની ઉત્પત્તિ થવા સ્વરૂપ અતિપ્રસંગ આવી જશે. તથા પરમાણુ-યણુક વગેરે અથવા તો તંતુ-મૃપિંડ વગેરે દ્રવ્યોમાં પૂર્વ-પૂર્વ પર્યાયોનો વિનાશ થયા વગર જ નવા નવા ભાવિ અનન્તા પર્યાયો ઉત્પન્ન થઈને પૂર્વપૂર્વપર્યયસમુદાયમાં વૃદ્ધિ જ કરતા રહેશે. આવી દશામાં ઘટ તંતુનું કાર્ય થશે, પટ માટીનું કાર્ય થશે. આ સમસ્યા પ્રસ્તુતમાં દુર્વાર બનશે.
ઉત્તરસમયે પૂર્વદશાનાશ માનવો જરૂરી છે (ત.) અથવા આવી રીતે પણ અતિપ્રસંગ બની શકે કે જેમ ઘટપર્યાય તંતુદ્રવ્યનું કાર્ય નથી બનતું તેમ માટીરૂપ દ્રવ્યનું પણ કાર્ય નહીં બને. કેમ કે ઘટોત્પત્તિકાલમાં જેવી રીતે તંતુઅવસ્થા નાશ નથી પામતી તેમ તેવી જ રીતે માટીની પિંડાવસ્થાનો પણ નાશ તમારા મત મુજબ નથી થતો. જેમ તંતુદશા ઘટોત્પત્તિસમયે નાશ ન પામવાથી ઘટ તંતુદ્રવ્યનું કાર્ય નથી તેમ ઘટોત્પત્તિક્ષણે મૃત્પિડદશાનો નાશ નહિ થયો હોય તો સમાન યુક્તિથી ઘટ માટીદ્રવ્યનું પણ કાર્ય નહિ બની શકે - આ મુજબ અહીં તાત્પર્ય છે.
જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કાળ-સંખ્યાથી તુલ્ય જ (સ્થિતિ) તથા જેવી રીતે વિનાશ એ ઉત્પાદની સાથે કાલથી અને સંખ્યાથી નિયત છે તેવી રીતે ઉત્પાદની સાથે તેટલી સ્થિતિઓ પણ તે જ કાળે નિયત છે - એવું સ્વીકારવું પડશે. કેમ કે સ્થિતિ વગરના પદાર્થની ઉત્પત્તિ નથી થતી. જો સ્થિતિ વગર પણ ઉત્પાદ થઈ શકતો હોય તો શશશૃંગની ઉત્પત્તિનો પણ અતિપ્રસંગ આવશે.