SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬ ० केवलोपयोगत्वेन ध्रौव्यम् । १२८७ उपयोगरूपेण तयोः आगमिकसिद्धान्तानुसारतः क्रमेण प्रवर्तनेऽपि लब्धिरूपेण ध्रौव्यस्य सिद्धान्त-ए सम्मतत्वात्, उपयोगरूपेणाऽपि मल्लवादिसूरिमतानुसारेण तयोर्युगपदभ्युपगमाच्च । अयमत्राशयः - क्रमिकाऽऽगमिकसिद्धान्तानुसारतः केवलज्ञानोपयोगत्वरूपेण केवलज्ञानस्य केवलदर्शनोपयोगत्वरूपेण च केवलदर्शनस्य ध्वंसप्रतियोगित्वेऽपि केवलज्ञानत्वरूपेण केवलदर्शनत्वरूपेण म च ध्वंसाऽप्रतियोगित्वम् । ततश्च सिद्धान्तमते केवलज्ञानादौ ध्रौव्यमव्याहतम् । तार्किकमते तु तयोः र्श लब्धिरूपेण उपयोगरूपेण च यौगपद्यं स्थैर्यञ्च सम्मतम् । अतः तन्मते केवलज्ञानस्य केवलज्ञानोपयोगत्वरूपेण केवलज्ञानत्वरूपेण चाऽविनाशित्वम् । एवं केवलदर्शनस्य केवलदर्शनोपयोगत्वरूपेण । केवलदर्शनत्वरूपेण च ध्रौव्यम् । एतावतोभयमतानुसारेण केवलज्ञानादौ ध्रौव्यमव्याहतमिति फलितम् । यद्वाऽस्तु केवलोपयोगत्वरूपेण तयोः ध्रुवत्वम्, तस्योभयानुगतधर्मत्वात्, हेमत्वस्य हेमघट का કેવલજ્ઞાન ઉપયોગરૂપે વિનાશી, લધિરૂપે અવિનાશી , સમાધાન :- (ઉપયોા) આગમિક સિદ્ધાન્ત અનુસાર કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપયોગરૂપે સિદ્ધ ભગવંતોને ક્રમશઃ = સમયાન્તરે પ્રવર્તતા હોવા છતાં પણ લબ્ધિરૂપે તો તે બન્ને નિત્ય જ છે. આ વાત આગમિક સિદ્ધાન્તમાં સંમત જ છે. તેથી કેવલજ્ઞાનાદિને ધ્રુવ માનવામાં આગમવિરોધ કે જૈનસિદ્ધાન્તવિરોધ નામના દોષને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી. તથા મલવાદિસૂરિજી મહારાજના મત મુજબ તો ઉપયોગરૂપે પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન યુગપત્ = એકીસાથે વિદ્યમાન હોય છે. (ક) કહેવાનો આશય એ છે કે આગમિક સિદ્ધાન્ત મુજબ કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપયોગરૂપે સમયાન્તરે પ્રવર્તતા હોય છે, લબ્ધિરૂપે યુગપત્ વિદ્યમાન હોય છે. તેથી કેવલજ્ઞાનોપયોગત્વરૂપે કેવલજ્ઞાન ) ધ્વંસપ્રતિયોગી = અનિત્ય હોવા છતાં કેવલજ્ઞાનત્વરૂપે તે ધ્વસઅપ્રતિયોગી = અવિનશ્વર છે. તથા કેવલદર્શનોપયોગત્વરૂપે કેવલદર્શન ધ્વંસપ્રતિયોગી (= ક્ષણભંગુર) હોવા છતાં કેવલદર્શનત્વરૂપે તે એક ધ્વસઅપ્રતિયોગી = અવિનાશી છે. આ આગમિક સિદ્ધાન્ત છે. તેથી તે મુજબ કેવલજ્ઞાનાદિમાં ધ્રૌવ્ય અબાધિત રહે છે. તથા તાર્કિક મત થોડો જુદો પડે છે. તાર્કિક શિરોમણિ શ્રીમલ્લવાદિસૂરિજી મહારાજ તો પ્રગટ થયેલા કેવલજ્ઞાનાદિને લબ્ધિ અને ઉપયોગ - બન્ને સ્વરૂપે કાયમ યુગપત અને સ્થિર માને છે. તેમના મતે કેવલજ્ઞાનોપયોગત્વરૂપે અને કેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાન અવિનાશી છે. કેવલદર્શનોપયોગત્વરૂપે અને કેવલદર્શનત્વરૂપે કેવલદર્શન પણ ધ્રુવ છે. આમ આગમિક મત અને તાર્કિક મત - બન્ને મત મુજબ કેવલજ્ઞાનાદિમાં ધ્રૌવ્ય અબાધિત રહે છે. આટલું ઉપરોક્ત વિચારવિમર્શ દ્વારા ફલિત થાય છે. ર કેવલોપયોગત્વરૂપે કેવલજ્ઞાન નિત્ય છે (યદા) અથવા એમ પણ કહી શકાય છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન કેવલઉપયોગત્વરૂપે નિત્ય છે. કારણ કે કેવલોપયોગત્વ નામનો ગુણધર્મ કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં અનુગત છે. જેમ સુવર્ણઘટમાં અને સુવર્ણમુગટમાં સુવર્ણત્વ અનુગત ધર્મ છે. તેમ કેવલજ્ઞાનમાં અને કેવલદર્શનમાં કેવલોપયોગત્વ અનુગત ધર્મ છે. તેથી “જેમ સુવર્ણત્વરૂપે સુવર્ણઘટ અને સુવર્ણમુગટ નિત્ય છે. તેમ કેવલોપયોગત્વરૂપે કેવલજ્ઞાન અને કેવલદર્શન નિત્ય છે' - આ પ્રમાણે માની શકાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy