SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ १२८६ ० क्रमिकत्वेऽपि केवलज्ञानादिध्रौव्यम् । ९/१६ ए सुखादिवद् अनवबोधरूपतैव प्रसज्येत । सुखादेरनवबोधरूपता तु पूर्वं (९/७) स्याद्वादरत्नाकरसंवादेन दर्शितैव । तस्माच्चित्तालादकरूपविशेषविरहेण ‘कन्या न रूपवती'तिवद् विशेषाकाराभावेन ‘दर्शनं न साकारमि'त्युच्यते इति मन्तव्यम् । न चैवं योगाचारो मन्यते । ततः सामान्य-विशेषाकारशालिनोः दर्शन-ज्ञानयोः अभ्युपगममात्रेण नाऽनेकान्तवादिनां योगाचारमतप्रवेशापत्तिरित्यवधेयम् । यद्वा केवलज्ञानत्व-केवलदर्शनत्वरूपाभ्यां केवलज्ञान-केवलदर्शनयोः ध्रौव्याङ्गीकार इति न - योगाचारमतप्रवेशापत्तिः, तन्मते ज्ञानस्य क्षणिकत्वात्, ज्ञानभिन्नदर्शनाऽनभ्युपगमाच्च । एतेन सिद्धानामपि प्रथमसमये ज्ञानोपयोगः द्वितीयसमये च दर्शनोपयोग इति न केवलज्ञानत्वादिरूपेणाऽपि तयोः ध्रौव्यं सम्भवतीति निरस्तम्, આવશે. “સુખાદિ બોધાત્મક નથી' - આ વાત તો પૂર્વે આ જ નવમી શાખાના સાતમા શ્લોકમાં સ્યાદ્વાદરત્નાકર વગેરે ગ્રંથના સંવાદથી દર્શાવેલ જ છે. તેથી તે બાબતની અહીં છણાવટ કરવામાં નથી આવતી. તેથી જેમ સુખમાં સામાન્યાકાર કે વિશેષાકાર ન હોવાથી તે બોધસ્વરૂપ = ઉપયોગાત્મક નથી કહેવાતું તેમ સામાન્ય-વિશેષ બન્ને આકાર વિનાનું દર્શન બોધાત્મક જ નહિ બની શકે તો સામાચાબોધસ્વરૂપ તે કઈ રીતે બની શકે ? તેથી માનવું જોઈએ કે દર્શન સર્વથા નિરાકાર નથી પણ સામાન્યાકારવાળું છે. તેમ છતાં જૈનદર્શનમાં દર્શનનો નિરાકાર ઉપયોગ સ્વરૂપે વ્યવહાર થાય છે તેનું કારણ એ છે કે જેમ મનમાં આહ્વાદ પ્રગટાવે તેવું આકર્ષક વિશિષ્ટ રૂપ જે કન્યા પાસે ન હોય તેને વિશે “આ કન્યા રૂપવતી નથી, રૂપાળી નથી' - આવો વ્યવહાર થાય છે તેમ વિશેષાકાર ન હોવાથી ‘દર્શન સાકાર નથી' - આ મુજબ કહેવાય છે. આ પ્રમાણે માનવું જરૂરી છે. તથા આવું જૈનો માને છે. પરંતુ આ પ્રમાણે જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધો સ્વીકારતા નથી. તેથી જૈનો દર્શન-જ્ઞાનને સામાન્ય-વિશેષ આકારયુક્ત માને એટલા માત્રથી અનેકાન્તવાદી જૈનોનો યોગાચારમતમાં પ્રવેશ થઈ જવાની આપત્તિને કોઈ અવકાશ રહેતો નથી. છે જેનમતમાં અને યોગાચારમતમાં ભિન્નતા છે | (ચા.) અથવા યોગાચાર મતમાં પ્રવેશ થવાની આપત્તિના નિવારણ માટે એમ પણ કહી શકાય છે કે - કેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાન ધ્રુવ છે, કેવલદર્શનત્વરૂપે કેવલદર્શન પણ ધ્રુવ છે. આ મુજબ અમે જૈનો માનીએ છીએ. આ રીતે કેવલજ્ઞાન-દર્શનને ધ્રુવ = અવિનશ્વર માનવાથી યોગાચારમતમાં જૈનોનો પ્રવેશ થવાની સમસ્યાને કોઈ અવકાશ રહેતો નથી. કારણ કે બૌદ્ધમતમાં તો જ્ઞાન ક્ષણિક છે તથા જ્ઞાનાતવાદી બૌદ્ધો જ્ઞાનભિન્ન દર્શનને પણ માનતા નથી. તેથી જૈનોનો જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારના મતમાં પ્રવેશ થવાની આપત્તિને અવકાશ રહેતો નથી. શંકા :- (ર્તન) તમે કેવલજ્ઞાનાદિને નિત્ય જણાવો છો પણ જૈનોના સિદ્ધાન્તથી એ વાત બાધિત થાય છે. કારણ કે સિદ્ધ ભગવંતોને પણ પ્રથમ સમયે જ્ઞાનોપયોગ હોય છે અને દ્વિતીય સમયે દર્શનોપયોગ હોય છે. સિદ્ધોને સર્વદા કેવલજ્ઞાનોપયોગ કે કેવલદર્શનોપયોગ પ્રવર્તતો નથી. તેથી કેવલજ્ઞાનત્વરૂપે કેવલજ્ઞાન તથા કેવલદર્શનત્વરૂપે કેવલદર્શન નિત્ય સંભવી નહિ શકે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy