SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ १२७६ • अवस्था-तद्वतोरभेदः । ૧/૪- VT (સ.ત..િજા.ર/રૂબરૂદ્દ) તિા. श्रीअभयदेवसूरिकृताऽनयोर्व्याख्या दर्श्यते। तथाहि - “ये वज्रऋषभनाराचसंहननादयो भवस्थस्य __केवलिनः आत्म-पुद्गलप्रदेशयोरन्योन्यानुवेधाद् व्यवस्थितेः विशेषपर्यायास्ते सिध्यत्समयेऽपगच्छन्ति। तदपगमे - तदव्यतिरिक्तस्य केवलज्ञानस्याप्यात्मद्रव्यद्वारेण विगमात्, अन्यथाऽवस्थातुः अवस्थानामात्यन्तिकभेदप्रसक्तेः श केवलज्ञानं ततो विगतं भवतीति सूत्रकृतोऽभिप्रायः” (स.त.२/३५) इति । - “विनाशवत् केवलज्ञानस्योत्पादोऽपि सिध्यत्समय इत्याह - सिद्धत्वेनाशेषकर्मविगमस्वरूपेण पुनः पूर्ववदुत्पन्न સંઘયણાદિવિશિષ્ટ ભવસ્થ કેવલજ્ઞાન નાશ પામે છે. તથા સિદ્ધત્વરૂપે અર્થપર્યાયસ્વરૂપ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમજ કેવલભાવને = કેવલ્યને આશ્રયીને કેવલજ્ઞાન સૂત્રમાં અનંત = ધ્રુવ દેખાડેલ છે.” એ કેવલજ્ઞાનમાં ઐલક્ષય (શ્રીષ.) તે બન્ને ગાથાની છણાવટ કરતા સંમતિવ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરિજી મહારાજે એવું દર્શાવેલ છે કે “સંસારમાં રહેલ કેવલજ્ઞાનીને વજઋષભનારાંચ નામનું પ્રથમ સંઘયણ (= હાડકાની વિશિષ્ટ પ્રકારની રચના) વગેરે જે ભાવો હોય છે તે તેમના વિશેષ પ્રકારના પર્યાયસ્વરૂપ છે. કારણ કે કેવળજ્ઞાનીના આત્મપ્રદેશો તથા સંઘયણમાં રહેલ હાડકાના પુદ્ગલપ્રદેશો એકબીજાથી સંકળાયેલા હોય છે. પરસ્પર અનુવિદ્ધ હોવાથી સંઘયણ આદિ ભાવો સંસારસ્થ કેવલજ્ઞાનીના વિશેષ પ્રકારના પર્યાયસ્વરૂપ છે. પર્યાયમાત્ર વિનશ્વર છે. તેથી કેવલીના સંઘયણાદિ વિશેષ પર્યાયો મોક્ષગમનસમયે નાશ પામે છે. સંઘયણ તો વગેરે ભાવો ભવસ્થકેવલજ્ઞાનીના આત્મદ્રવ્ય દ્વારા કેવલજ્ઞાનથી કથંચિત અભિન્ન છે. તેથી મોક્ષગમન સમયે પ્રણાદિ પર્યાયોનો (= ભવસ્થ ભાવોનો) નાશ થતાં જ તેનાથી અભિન્ન કેવલજ્ઞાન પણ નાશ પામે Cી છે. (સંઘયાદિ ભાવો જેમ ભવસ્થ કેવલીની એક અવસ્થા છે, તેમ કેવલજ્ઞાન પણ તેમની એક વિશેષ પ્રકારની અવસ્થા જ છે. સંઘયણાદિ ભવભાવ = સાંસારિક પરિણામ છે. તે અવસ્થામાં કેવલી રહેલા હોવાથી ત્યારે તેમને ભવસ્થ કહેવાય છે. તથા તેમનું કેવલજ્ઞાન પણ ભવસ્થ કેવલજ્ઞાન કહેવાય છે. તેથી ભવનો = સંસારનો = સાંસારિક ભાવોનો = સંઘયણાદિનો નાશ થાય એટલે તેનાથી અભિન્ન આત્મદ્રવ્યનો તે સ્વરૂપે નાશ થાય. તથા આત્મદ્રવ્યનો નાશ તે સ્વરૂપે થતાં આત્માથી અભિન્ન એવા કેવલજ્ઞાનનો પણ ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે નાશ થવો ન્યાયસંગત જ છે. તેથી મોક્ષગમન સમયે કેવલીના ભવસ્થકેવલજ્ઞાનનો પણ નાશ થાય છે - આમ માનવું પડે.) જો મોક્ષગમન સમયે ભવસ્થ ભાવોનો નાશ થવા છતાં પણ ભવસ્થકેવલજ્ઞાનનો નાશ સ્વીકારવામાં ન આવે તો અવસ્થા = ભવસ્થકેવલજ્ઞાન, સંઘયણ આદિ ભાવો અને અવસ્થાવિશિષ્ટ = ભવસ્થકેવલજ્ઞાની આત્મદ્રવ્ય - આ બન્નેમાં અત્યંત ભેદ માનવાની આપત્તિ આવે. પરંતુ અવસ્થા પોતાના આશ્રયથી સર્વથા ભિન્ન નથી. આ હકીકત તો પ્રમાણસિદ્ધ હોવાથી અપલાપ કરવા યોગ્ય નથી. તેથી મોક્ષગમન સમયે સંઘયણાદિ ભાવોનો નાશ થતાં ભવસ્થકેવલજ્ઞાનનો પણ નાશ થાય છે. આ પ્રમાણે સૂત્રકાર સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજનો અભિપ્રાય છે. & અર્થપચરૂપે કેવલજ્ઞાન અનિત્ય જ (“વિના.) મોક્ષગમનસમયે જેમ કેવલજ્ઞાનનો ભવસ્થકેવલજ્ઞાનત્વરૂપે નાશ થાય છે તેમ અન્ય કોઈક સ્વરૂપે ત્યારે કેવલજ્ઞાનની ઉત્પત્તિ પણ થાય છે. આ બાબતને દિવાકરજી બીજી ગાથા દ્વારા જણાવે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy