________________
१२६८
☼ नयान्तरद्वेषः परिहार्यः
९/१२
प समीकर्तुं प्रवृत्तौ तु केवलं शक्ति-समयदुर्व्यय एव प्रायशः करालकलिकाले । ततश्च स्वभूमिका -क्षमताद्यनुसारेण यथा परः सर्वनयमयस्याद्वादघटकीभूतमेकतरं नयं मध्यस्थभावेन अभ्युपेयात् तथा परप्रज्ञापने स्वार्थशून्यहृदयेन यतितव्यम् ।
एवं ‘यं नयं यन्नयाभिमतं च पदार्थं परो नाभ्युपैति सोऽपि नयोऽपेक्षया निर्दोष एव' इत्यपि मञ्जुलगिरा प्रज्ञापनीयं सौहार्देण इति । ततश्च कदाग्रहविनिर्मोकेण क्रमशः “अणुवमममेयमक्खयममलं सिवममरमजरमरुजमभयं धुवं । एगंतियमच्चंतियमव्वाबाहं सुहं तस्स ।।” (सं.र.शा. ९७८८, आ.प. ९६२)
णि इति संवेगरङ्गशालायां जिनचन्द्रसूरिदर्शितम्, आराधनापताकायां च वीरभद्रसूरिदर्शितं सिद्धसुखं प्रत्यासन्नं
તુ માં ર
યાત્[૬/૧૨।।
શક્તિનો - સમયનો દુર્વ્યય થવાની સંભાવના વિકરાળ કળિકાળમાં વધારે છે. તેથી સામેની વ્યક્તિ અનેકાન્તવાદના અનેક નયોમાંથી કોઈ પણ એક નયનો પોતાની ભૂમિકા-ક્ષમતા મુજબ મધ્યસ્થપણે સ્વીકાર કરે તેવી કાળજી રાખીને સામેની વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ આપણે સ્વાર્થશૂન્ય હૃદયથી કરવો જોઈએ.
/ કદાગ્રહમુક્તિને મેળવીએ /
(i.) તથા સામેની વ્યક્તિ જે નયનો કે નયમાન્ય વસ્તુનો સ્વીકાર નથી કરતી તે નય પણ અપેક્ષાએ નિર્દોષ છે - આ બાબતનો હળવાશથી અણસાર પણ આપવો જોઈએ. પરંતુ આ બાબતમાં Soft Corner ને અપનાવવો જોઈએ, Hard Corner ને નહિ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. તેના લીધે સ્વ-પરનો કદાગ્રહ છૂટી જવાથી ક્રમશઃ મોક્ષમાર્ગે આગળ વધતાં જિનચંદ્રસૂરિએ સંવેગરંગશાળામાં તથા વીરભદ્રસૂરિએ આરાધનાપતાકામાં જણાવેલ સિદ્ધસુખ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે ‘સિદ્ધાત્માનું સુખ (૧) અનુપમ, (૨) અમાપ, (૩) અક્ષય, (૪) નિર્મલ, (૫) નિરુપદ્રવ, (૬) અમર (મરણશૂન્ય), (૭) અજર, (૮) રોગરહિત, (૯) ભયરહિત, (૧૦) ધ્રુવ, (૧૧) ઐકાન્તિક (અવશ્યભાવી), (૧૨) આત્યન્તિક (પ્રચુર), (૧૩) પીડારહિત હોય છે.' (૯/૧૨)
લખી રાખો ડાયરીમાં......જ
સમજણના અભાવમાં સાધનાને માનપત્રની જ તાલાવેલી છે.
ઉપાસનાને સદા સર્વત્ર ભાનપત્રની ઝંખના છે.
1. अनुपमममेयमक्षयममलं शिवममरमजरमरुजमभयं ध्रुवम् । ऐकान्तिकमात्यन्तिकमव्याबाधं सुखं तस्य ।।