________________
९/१२
* त्रिकालविषयद्रव्यस्वरूपप्रतिपादनम्
१२६३
ततः प्रथमक्रियाक्षणः केनचिद् रूपेण द्रव्यमुत्पादयति, द्वितीयस्त्वसौ तदेव अंशान्तरेणोत्पादयति, अन्यथा प क्रियाक्षणान्तरस्य वैफल्यप्रसक्तेः । एकेनांशेनोत्पन्नं सद् उत्तरक्रियाक्षणफलांशेन यद्यपूर्वमपूर्वं तद् उत्पद्येत तदोत्पन्नं भवेद्, नान्यथेति प्रथमतन्तुप्रवेशादारभ्यान्त्यतन्तुसंयोगावधिं यावद् उत्पद्यमानं प्रबन्धेन तद्रूपतयोत्पन्नम्, अभिप्रेतनिष्ठारूपतया चोत्पत्स्यत इत्युत्पद्यमानम् उत्पन्नमुत्पत्स्यमानं च भवति। एवमुत्पन्नमपि उत्पद्यमानमुत्पत्स्यमानं म् च भवति, तथोत्पत्स्यमानमपि उत्पद्यमानमुत्पन्नं चेति ।
एकैकमुत्पन्नादिकालत्रयेण यथा त्रैकाल्यं प्रतिपद्यते तथा विगच्छदादिकालत्रयेणाप्युत्पादादिरेकैकः त्रैकाल्यं
]]><
प्रतिपद्यते। तथाहि यथा यद् यदैवोत्पद्यते तत् तदैवोत्पन्नम् उत्पत्स्यते च । यद् यदैवोत्पन्नं तत् तदैव र्णि
उत्पद्यते उत्पत्स्यते च। यद् यदैवोत्पत्स्यते तत् तदैवोत्पद्यते उत्पन्नं च । तथा (यदेव ? ) यदैव यदुत्पद्यते तत् तदैव विगतं विगच्छद् विगमिष्यच्च । तथा, यदेव यदैवोत्पन्नं तदेव तदैव विगतं विगच्छद् विगमिष्यच्च । का દરેક ક્રિયાક્ષણે વિભિન્નસ્વરૂપે કાર્યોત્પત્તિ
(ત.) આના પરથી એવો સાર નીકળે છે કે પ્રથમ ક્રિયાક્ષણ કંઈક અંશમાં (= કોઈક સ્વરૂપે) દ્રવ્યને ઉત્પન્ન કરે છે. બીજી ક્રિયાક્ષણ એ જ દ્રવ્યને કંઈક બીજા અંશમાં ઉત્પન્ન કરે છે. જો આવું ન માનીએ તો બીજી ક્ષણની ક્રિયાથી એ જ અંશમાં દ્રવ્યની પુનઃ ઉત્પત્તિને માનવી પડશે. તેથી ત્યારે બીજી ક્ષણની ક્રિયામાં નિષ્ફળતાનું કલંક લાગશે. સંપૂર્ણ વસ્ત્રની ઉત્પત્તિની આશા ત્યાં સુધી રાખી શકાય કે જ્યાં સુધી એક અંશમાં વસ્ત્ર ઉત્પન્ન થયા પછી ઉત્તરોત્તર ક્રિયાક્ષણો દ્વારા નવા-નવા (= અપૂર્વ અપૂર્વ) અંશમાં એ દ્રવ્યની ઉત્પત્તિ થતી હોય. અન્યથા તેવી આશા નકામી માનવી પડે. આ રીતે પ્રથમ તંતુના પ્રવેશથી માંડીને અંતિમતંતુસંયોગ સુધી તે દ્રવ્ય પરંપરાથી ઉત્પદ્યમાન સ્વરૂપે રહીને ઉત્પન્ન થાય છે. તથા જેટલા અંશોમાં ઉત્પન્ન થવાનું બાકી છે એટલા અંશોમાં ઉત્પત્યમાન (= ભવિષ્યમાં ઉત્પન્ન થવાવાળું) છે. આ રીતે સમુચ્ચયથી જોવામાં આવે તો એવું કહી શકાય કે એક જ દ્રવ્ય જ્યારે ઉત્પદ્યમાન અવસ્થામાં છે, ત્યારે તે ઉત્પન્ન પણ છે અને ઉત્પત્યમાન પણ છે. તદુપરાંત, જે ઉત્પન્ન છે તે પણ ઉત્પદ્યમાન અને ઉત્પત્યમાન છે. તથા જે ઉત્પત્યમાન છે તે જ ઉત્પદ્યમાન અને ઉત્પન્ન અવસ્થામાં પણ છે.
8.
\/ મૈકાલિક ઉત્પાદાદિ સમર્થન
(પુ.) જેમ એક-એક ઉત્પન્નાદિ ત્રણે કાળને આશ્રયીને અહીં દ્રવ્યની ત્રૈકાલિકતા દેખાડાઈ છે તે જ રીતે વિનશ્યદિ ત્રણે કાળને લઈને પણ ઉત્પાદાદિમાં એક-એક કરીને ત્રૈકાલિકતાનું ઉપદર્શન થઈ શકે છે. તે ઉપદર્શન આ રીતે છે-- (૧) જે વસ્તુ જ્યારે ઉત્પન્ન થતી હોય તે (વસ્તુ) તે જ સમયે ઉત્પન્ન થયેલી પણ છે અને ઉત્પન્ન થવાની પણ છે. (૨) જે જ્યારે ઉત્પન્ન થયું છે તે સમયે તે ઉત્પન્ન થઈ રહ્યું છે અને ઉત્પન્ન થવાનું પણ છે. (૩) જે જ્યારે ઉત્પન્ન થવાનું છે તે સમયે તે ઉત્પન્ન થઈ રહેલું પણ છે અને ઉત્પન્ન થયેલું પણ છે. તે જ પ્રમાણે ઉત્પદ્યમાન, ઉત્પન્ન અને ઉત્પત્યમાનની સાથે વિગમનો = નાશનો સંબંધ જોડી લેવો. તે આ રીતે - (૪) જે જ્યારે ઉત્પન્ન થઈ રહેલી છે તે (વસ્તુ) તે જ સમયે નાશ પામેલી છે, નાશ પામી રહી છે અને નાશ પામવાની પણ છે. (૫) તથા જે (વસ્તુ) જ્યારે ઉત્પન્ન થયેલ છે તે જ વસ્તુ ત્યારે જ નાશ પામેલી છે, નાશ પામી રહી