SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १२६२ ० सम्मतितर्कव्याख्याद्वयविमर्श: 0 ९/१२ त्वतीतकालविषयम्, एवं विगतं विगच्छदित्यनेनापीति। ततश्चोत्पद्यमानादि प्रज्ञापयन् स भगवान् द्रव्यं વિશેષતિ, ? ત્રિવઠાવિષયે યથા મવતિ” (મફૂ.9/9/.૮, વૃ. 99૮) રૂત્યેવં શિતઃ | तर्कपञ्चाननश्रीअभयदेवसूरिकृता वादमहार्णवाभिधाना तद्वृत्तिस्त्वेवम् “उत्पद्यमानसमये एव किञ्चित् पटद्रव्यं तावदुत्पन्नम् - यद्येकतन्तुप्रवेशक्रियासमये तद् द्रव्यं तेन रूपेण नोत्पन्नं तर्जुत्तरत्रापि तन्नोत्पन्नमित्यत्यन्तानुत्पत्तिप्रसक्तिस्तस्य स्यात् । न चोत्पन्नांशेन तेनैव पुनस्तदुत्पद्यते, तावन्मात्रपटादिद्रव्योत्पत्तिप्रसक्तेरुत्तरोत्तरक्रियाक्षणस्य तावन्मात्रफलोत्पादने एव प्रक्षयाद् अपरस्य फलान्तरस्याऽनुत्पत्तिप्रसक्तेः। यदि च विद्यमाना एकतन्तुप्रवेशक्रिया न फलोत्पादिका, विनष्टा सुतरां न भवेत्, असत्त्वात्, अनुत्पत्त्यवस्थावत् । न ह्यनुत्पन्न-विनष्टयोरसत्त्वे कश्चिद् विशेषः। સુધીની અવસ્થાપર્યન્ત કાર્ય ઉત્પદ્યમાન હોવાથી કાર્યદ્રવ્યને વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન કહેવાય. તથા ઉત્પન્ન શબ્દથી અતીતકાલીન કાર્યદ્રવ્ય વિવક્ષિત છે. આ જ રીતે “વિત’ શબ્દથી અતીત વિનષ્ટ કાર્યદ્રવ્ય અને “ વિચ્છ' શબ્દથી વર્તમાનકાલીન-ભવિષ્યકાલીન નાશયુક્ત દ્રવ્ય વિવક્ષિત છે. તેથી સંમતિતર્કની ઉપરોક્ત ગાથાનો અર્થ એવો થશે કે ઉત્પદ્યમાન-ઉત્પન્નાદિ દ્રવ્યની પ્રરૂપણા કરતા ભગવાન જે રીતે દ્રવ્ય ત્રિકાળવિષયક બને તે રીતે જણાવે છે.” વાદમહાર્ણવવિવરણ છે. (તર્ક.) તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે સંમતિતર્કપ્રકરણ ઉપર વાદમહાર્ણવ નામની મહાકાય વ્યાખ્યા રચેલ છે. ત્યાં સંમતિતર્કની પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા નીચે મુજબ કરેલ છે. “કોઈ પણ એક વસ્ત્રદ્રવ્ય પોતાની ઉત્પત્તિક્રિયાના કાળમાં પણ ‘ઉત્પન્ન' હોય છે - આ તથ્યની પુષ્ટિમાં કહી શકાય છે કે વસ્ત્રનિર્માણ માટે ઊર્ધ્વતન્તસમૂહની અંદર જ્યારે પહેલા આડા તાંતણા (= તંતુ) નો પ્રવેશ કરાવાય છે તે સમયે તે વસ્ત્રદ્રવ્યને તેટલા અંશમાં (દા.ત. આડા એકહજાર તાંતણાનું વસ્ત્ર બનવાનું છે. તો ૧૦૦૦ મા અંશમાં) તો “ઉત્પન્ન' સમજવું જોઈએ. જો આવું ન માનીએ તો પછી-પછીના સમયે બીજા, ર ત્રીજા યાવતુ છેલ્લા તંતુનો પ્રવેશ કરાવવા છતાં પણ તે વસ્ત્ર અનુત્પન્ન જ રહેશે. પરિણામ સ્વરૂપે તે વસ્ત્ર કાયમ માટે સર્વથા અનુત્પન્ન થવા સ્વરૂપ અતિપ્રસંગ આવશે. એવું માની ન શકાય કે - પ્રથમતંતુપ્રવેશ થયા પછી જેટલા અંશમાં તે વસ્ત્ર ઉત્પન્ન થયું, તેટલા જ અંશમાં નવા નવા તંતુપ્રવેશકાળમાં પણ વારંવાર તે વસ્ત્રની ઉત્પત્તિ ચાલુ જ રહેશે.” જો આવું માનવામાં આવે તો સર્વથા એકતંતુમાત્રપ્રમાણ વસ્ત્રાદિ દ્રવ્યની ઉત્પત્તિ થવા સ્વરૂપ અતિપ્રસંગ આવશે. કારણ કે પછી-પછીની તંતુપ્રવેશક્રિયા ફક્ત એકતંતુમાત્રપ્રમાણ વસ્ત્રને ઉત્પન્ન કરીને પૂરી થઈ જશે ( ચરિતાર્થ થઈ જશે). પરિણામ સ્વરૂપે બેતંતુપ્રમાણ કે ત્રણતંતુપ્રમાણ વગેરે નવા-નવા ફળસ્વરૂપ વસ્ત્રની ઉત્પત્તિ જ થઈ ન શકે. આવી સમસ્યા સર્જાશે. હવે વિચારીએ કે પોતાની હાજરીમાં પણ જો એકતંતુપ્રવેશક્રિયા ફળને ઉત્પન્ન કરતી નથી તો તે વિનષ્ટ થયા પછી તો સુતરાં કરી નહિ શકે. કારણ કે અનુત્પન્ન અવસ્થાની જેમ વિનષ્ટ અવસ્થા પણ અસત્ છે. અનુત્પન્ન અને વિનષ્ટ આ બન્ને અવસ્થામાં અસત્ત્વમાં કોઈ ફરક નથી કે જેનાથી એવી આશા પ્રગટી શકે કે “અનુત્પન્ન અવસ્થામાં કાર્ય ભલે થઈ ન શકે પરંતુ વિનષ્ટ અવસ્થામાં તો થઈ શકે.”
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy