SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ ० प्रागभावध्वंसोत्पादे कालान्वयोऽसङ्गतः १२५३ અનઈ જો ઇમ વિચારસ્યો “ઘટનઈ વર્તમાનત્વાદિકઇ જિમ પટવર્તમાનત્વાદિ વ્યવહાર ન હોઈ, ૨) ઘટધર્મવર્તમાનત્વાદિકઈ ઘટવર્તમાનત્વાદિ વ્યવહાર ન હોઇ, તિમ નાશોત્પત્તિવર્તમાનત્વાદિકઈ* નાશવર્તમાનતાદિકવ્યવહાર ન હોઈ.” यदि “घटवर्त्तमानत्वादिना यथा पटे वर्तमानत्वादिव्यवहारो न भवति, घटस्य वर्तमानत्वेन प ध्वस्तेऽपि पटे वर्तमानतापत्तेः; यथा वा घटधर्मवर्त्तमानत्वादिना घटे वर्तमानतादिव्यवहारो न म भवति, घटीयश्यामरूपनाशे घटनाशापत्तेः; तथैव घटप्रागभावध्वंसोत्पत्तिवर्तमानत्वादिना घटप्रागभावध्वंसेऽपि वर्तमानत्वादिव्यवहारो भवितुं नार्हति। ततश्च व्यवहारनयाभिप्रायेण घटप्रागभावप्रतियोगिकध्वंसीयोत्पत्तौ वर्तमानत्वाद्यन्वयेन ‘घट उत्पद्यते' इत्यादि सूक्ष्मव्यवहारसमर्थनं न घटामञ्चति । १ एवमेव नाशप्रतियोगिकोत्पत्तिवर्तमानत्वादिना नाशे वर्तमानत्वादिव्यवहारः 'नश्यती'त्यादिना क હ9 પ્રાગભાવના માધ્યમથી વ્યવહાર અસંગત ઃ પૂર્વપક્ષ (8 પૂર્વપક્ષ :- (ર.) જેમ ઘટમાં જે વર્તમાનત્વ વગેરે હોય તેના દ્વારા પટમાં વર્તમાનત્વ વગેરેનો વ્યવહાર થતો નથી. કારણ કે ઘટની વિદ્યમાનતાથી જો પટને વિદ્યમાન કહી શકાતો હોય તો ઘટ હાજર હોય અને પટ નાશ પામી ચૂકેલ હોય તેવા સંયોગમાં પણ પટને વર્તમાન માનવાની/કહેવાની આપત્તિ આવે. અર્થાત્ પટનાશ થયેલ હોય તો પણ “પટ વિદ્યમાન છે' તેવો વ્યવહાર પ્રામાણિક બનવાની આપત્તિ આવે. અથવા તો એમ પણ કહી શકાય કે ઘટનો કોઈ ગુણધર્મ વિદ્યમાન હોય તેનાથી ઘટમાં વિદ્યમાનતાનો વ્યવહાર કરી ન શકાય. કારણ કે ઘટનો કોઈ ગુણધર્મ વિદ્યમાન હોય કે નષ્ટ હોય તેના દ્વારા જો ઘટને વિદ્યમાન કે નષ્ટ કહી શકાતો હોય તો ઘટના શ્યામરૂપનો નાશ થતાં ઘટનો નાશ થવાની આપત્તિ આવે. અર્થાત્ ઘટ ફૂટેલો ન હોય કે તૂટેલો ન હોય પણ ઘટીય શ્યામ રૂપનો રી નાશ થયો હોય તો પણ “ઘટ નાશ પામ્યો' તેવો વ્યવહાર પ્રામાણિક બનવાની આપત્તિ આવતી હોવાથી જેમ ઘટના કોઈ ગુણધર્મ વિદ્યમાન કે નષ્ટ હોય તો તેના દ્વારા ઘટ વિદ્યમાન છે’ કે ‘ઘટ નષ્ટ છે' આવો વ્યવહાર થઈ શકતો નથી. પરંતુ ઘટની વિદ્યમાનતા હોય તો જ ઘટમાં વિદ્યમાનતાનો વ્યવહાર થઈ શકે, તેમ ઘટપ્રતિયોગિક પ્રાગભાવના ધ્વસની ઉત્પત્તિની વિદ્યમાનતા વગેરે દ્વારા ઘટપ્રાગભાવના ધ્વંસમાં પણ વિદ્યમાનતા વગેરેનો વ્યવહાર થઈ શકતો નથી. મતલબ કે ઘટપ્રાગભાવવૅસની વિદ્યમાનતાથી જ ઘટપ્રાગભાવäસમાં વિદ્યમાનતાનો વ્યવહાર કરવો વ્યાજબી કહેવાય. પરંતુ ઘટપ્રતિયોગિક પ્રાગભાવના ધ્વસની ઉત્પત્તિની વિદ્યમાનતા વગેરેથી ઘટપ્રાગભાવāસમાં વિદ્યમાનતા વગેરેનો વ્યવહાર કરવો અપ્રામાણિક છે. તેથી સૂક્ષ્મવ્યવહારનયના અભિપ્રાયથી ઘટપ્રાગભાવીય ધ્વસની ઉત્પત્તિમાં વર્તમાનકાલીનત્વ વગેરેનો અન્વય કરીને “ઘટઃ ઉત્પદ્યતે”, “ઘટઃ ઉત્પન્ન વગેરે વાક્યપ્રયોગની સંગતિ કરવી વ્યાજબી નથી. એક વસ્તુની વિદ્યમાનતા વગેરે દ્વારા અન્ય વસ્તુની વિદ્યમાનતા વગેરેની સંગતિ કઈ રીતે ઉચિત કહેવાય? માટે ઘટાદિની ઉત્પત્તિ અંગે સૂક્ષ્મવ્યવહારનયનો અભિપ્રાય પણ વ્યાજબી નથી. જ નાશવ્યવહાર અસંગત ઃ પૂર્વપક્ષ ચાલુ જ (a.) આ જ રીતે નાશની ઉત્પત્તિ વર્તમાન હોય તેના કારણે નાશમાં વર્તમાનત્વનો વ્યવહાર B(૨)+લા.(૨)માં “ઘટવર્ત..” *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ કો. (૧૦+૧૧)માં નથી. * લા.(૨)માં “નાશવર્ત..”
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy