________________
१२०६
० नागेशमतनिरास यत्तु नागेशेन वैयाकरणलघुमञ्जूषायाम् “पयसो दधि तु न विवर्तः, तत्त्वात् प्रच्युतेः। स्वर्णादेः कुण्डलादिः तु विवर्त एव” (वै.ल.म.पृ.२८८) इत्युक्तं तदसत्, कुण्डलादेरिव दध्मः स्वोपादानतत्त्वाऽप्रच्यवात्, अन्यथा अगोरसव्रतस्य दधिभक्षणे व्रतभङ्गाऽनापत्तेः।
तदुक्तं माध्वाचार्येण अपि दशप्रकरणे “क्षीरस्थले तु क्षीरव्यक्तेः न नाशः, अपि तु क्षीरभावस्यैव निवृत्तेः, तदैक्यानुभवाद्” (द.प्र.भाग-४/पृ.१५२) इति। क्षीरव्यक्तिपदेन क्षीरद्रव्यस्य क्षीरभावपदेन च क्षीरपर्यायस्येह ग्रहणं द्रष्टव्यम् । तस्मात् तयोः नास्ति एकान्तेन भेदः । एतावता दुग्धादेः द्रव्यरूपता સિધ્યતા ____ तस्माद् = उपदर्शितव्रतत्रितयानुरोधेन दुग्धादेः द्रव्य-पर्यायोभयात्मकत्वात् त्रिलक्षणम् = उत्पाद
જ દૂધ-દહીં ગોરસરૂપે અભિન્ન * | (g.) વૈયાકરણ લઘુમંજૂષામાં નાગેશ નામના વિદ્વાને જણાવેલ છે કે “દહીં દૂધનો પરિણામ (વિવર્ત) નથી. કારણ કે દહીંમાંથી દૂધનું તત્ત્વ નાશ પામી ચૂકેલ છે. જ્યારે કુંડલ, હાર વગેરે સોનાના પરિણામ સ્વરૂપ જ છે. કારણ કે કુંડલ, હાર વગેરેમાંથી સુવર્ણપણું નાશ પામતું નથી.” નાગેશે જે કહેલ છે, તે વાત બરાબર નથી. કારણ કે કુંડલ વગેરેની જેમ દહીં વગેરેમાંથી પણ પોતાના ઉપાદાન તત્ત્વનો ઉચ્છેદ થતો નથી. જો દહીંમાંથી ગોરસસ્વરૂપ ઉપાદાન તત્ત્વનો ઉચ્છેદ થઈ જતો હોય તો “મારે અગોરસ દ્રવ્ય વાપરવું' - આ પ્રમાણે વ્રત લેનાર માણસ દહીંભક્ષણ કરે તો તેનું અગોરસવ્રત ભાંગવું ન જોઈએ. પરંતુ “દૂધ કે દહીં ખાવાથી અગોરસવ્રત ભાંગે છે' - આ વાત આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે. તેથી ‘દૂધમાં અને દહીંમાં ગોરપણું રહેલું છે તેવું સર્વ લોકોને સંમત છે - તેમ સિદ્ધ થાય છે. તેથી સુવર્ણકુંડલ અને સુવર્ણકંકણ વગેરેમાં સુવર્ણ તત્ત્વ જેમ અનુગત છે તેમ દૂધમાં અને દહીંમાં ગોરસતત્ત્વ અનુગત સિદ્ધ થાય છે. તથા સુવર્ણકુંડલ અને સુવર્ણકંકણ વચ્ચે સુવર્ણત્વરૂપે જેમ અભેદ રહેલો છે તેમ દૂધમાં અને દહીંમાં ગોરસત્વરૂપે અભેદ સિદ્ધ થાય છે.
• માધ્વાચાર્યની સ્યાદ્વાદમાં સંમતિ છે. (તકુ.) માધ્વાચાર્યે પણ દશપ્રકરણ નામના ગ્રંથમાં જણાવેલ છે કે “દૂધમાંથી દહીં થાય તે સ્થળે દૂધ વ્યક્તિનો નાશ થતો નથી. પરંતુ દુગ્ધભાવ દુગ્ધપર્યાય) જ નિવૃત્ત થાય છે. દૂધ વ્યક્તિનો નાશ ન થવાનું કારણ એ છે કે દહીંમાં દૂધનો ગોરસરૂપે અભેદ અનુભવાય છે.” માધ્વાચાર્યે “વ્યક્તિ' શબ્દ દ્વારા દ્રવ્યનું ગ્રહણ કરેલ છે અને “ભાવ” શબ્દ દ્વારા પર્યાયનું ગ્રહણ કરેલ છે - તેમ સમજવું. મતલબ કે “દૂધ દ્રવ્યનો નાશ થતો નથી. પણ દૂધ પર્યાયનો નાશ થાય છે... - તેવું અર્થઘટન માધ્વાચાર્યના કથનમાં કરવું. તેથી દૂધમાં અને દહીંમાં એકાંતે ભેદ રહેલો નથી પરંતુ ગોરસરૂપે અભેદ પણ રહેલો છે - તેમ સિદ્ધ થાય છે. ઉપરોક્ત ચર્ચાથી દૂધ અને દહીં દ્રવ્યસ્વરૂપ છે' - તેવું સિદ્ધ થાય છે.
) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સાર્વત્રિક ) (તા.) દૂધવ્રતના અને દહીંવતના દૃષ્ટાંત અનુસારે દૂધ અને દહીં પરસ્પર ભિન્ન હોવાથી પર્યાયાત્મક સિદ્ધ થાય છે. તથા અગોરસવ્રતના દૃષ્ટાંત અનુસાર દૂધ અને દહીં પરસ્પર અભિન્ન હોવાથી દ્રવ્યાત્મક