________________
९/८ . निश्चय-व्यवहारनयतः सद्गुणादिसम्भव-दोषादिविगमप्रयास: ० १२०३ -सदाचारोत्पादौ दोषनाश-गुणसमुत्पादौ समकालीनौ अभिन्नौ इति कृत्वा निश्चयदृष्ट्या सद्गुण -सदाचाराऽऽगमनकाले एव दोष-दुराचारौ विगच्छतः, तयोः तदभिन्नत्वात् । तथाहि - क्षमाऽऽगमने क्रोधो विनश्यति, विनम्रतासम्भवे मानो विलीयते, ऋजुतोद्गमे माया विगच्छति, तपःप्रवृत्तौ यथेच्छभोजनप्रवृत्तिः पलायते, विनयोपसम्पत्तौ गुर्वादिकं प्रति प्रलापादि प्रपलायते । इत्थमात्मार्थिना दोष -दुराचारोच्छेदकृते प्रथमं सद्गुण-सदाचाराऽऽनयने आदरतो यतितव्यम् । व्यवहारनयानुसारेण दोष -दुराचारनिवृत्तौ सत्यां सद्गुण-सदाचारौ सुलभौ । निश्चय-व्यवहारानुगामिस्वभूमिकानुसारेण गुरुगमतः तथाविधवृत्ति-प्रवृत्तिपरायणतया सदा भाव्यम् । ततश्च जम्बूचरिते श्रीगुणपालेन “कयकिच्चो अवगयतत्तो निरंजणो निच्चो” (ज.च.१६/७६७) इत्युक्तं परमात्मस्वरूपं शीघ्रं प्रादुर्भवति ।।९/८।। હોવાથી અભિન્ન છે. તેથી નિશ્ચય દૃષ્ટિથી સગુણને અને સદાચારને લાવવાનો પ્રયત્ન કરવાથી તે જ સમયે દોષનો અને દુરાચારનો નાશ થાય છે. કારણ કે તે તેનાથી અભિન્ન છે. ક્ષમા આવે એટલે ક્રોધનો નાશ થઈ જાય. વિનમ્રતા આવે એટલે અહંકારનો નાશ થઈ જાય. સરળતા આવે એટલે કુટિલતાનો નાશ થઈ જાય. તે જ રીતે તપની પ્રવૃત્તિ આવે એટલે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે ખા-ખા કરવાની કુટેવ રવાના થાય. વિનય આવે એટલે ગુરુ ભગવંતોની સામે કે વડીલની સામે મનફાવે તેમ બકવાટ કરવાની પ્રવૃત્તિ તદન છૂટી જાય. આ રીતે સાધકે મુખ્યતયા સદ્દગુણને અને સદાચારને લાવવા માટે વિશેષ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. આવું બને તો અનાયાસે દોષમાંથી અને દુરાચારમાંથી સાધકને તાત્કાલિક મુક્તિ મળે. વ્યવહારનયની દૃષ્ટિએ દુરાચાર અને દુર્ગુણ જાય એટલે પછીની ક્ષણે સદાચાર અને સગુણ આવ્યા જ સમજો. સાધકે પોતાની ભૂમિકા નિશ્ચયયોગ્ય છે કે વ્યવહારયોગ્ય છે? તેનો યોગ્ય નિર્ણય ગુરુગમથી કરી તથા પ્રકારનું વલણ અને વર્તન કેળવવા સદા તત્પર રહેવું. તેના લીધે
જંબૂચરિય'માં શ્રીગુણપાલે જણાવેલું (૧) કૃતકૃત્ય, (૨) તત્ત્વજ્ઞાની, (૩) નિરંજન, (૪) નિત્ય એવું પરમાત્મસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. (૯૮)
(લખી રાખો ડાયરીમાં...• બુદ્ધિના શરણે જનાર બીજાનો પાપમિત્ર બને છે.
શ્રદ્ધાના શરણે જનાર બીજાનો કલ્યાણમિત્ર બને છે. • બુદ્ધિને પારણામાં રુચિ છે.
શ્રદ્ધાને તપ-સાધનામાં રુચિ છે. • બુદ્ધિ બહારનું પરિવર્તન કરવા ઈચ્છે છે.
શ્રદ્ધા અંદરનું પરિવર્તન કરવા ઝંખે છે.
1. તત્ય અવતતત્ત્વ: નિરશ્મનઃ નિત્ય |