SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ११८८ • योगाचारस्य शून्यवादिमतप्रवेशापत्तिः । રસ તથા સુખાકાર નીલાઘાકાર પણિ વિરુદ્ધ થાઇ, તિવારઈ સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનું મત આવી જાઇં. य ततश्च सुखाद्याकार-नीलाद्याकारयोरपि मिथो विरोधात् 'सुखी अहं नीलादिकं जानामी'त्यादिरूपेण जायमानं सुखादि-नीलाद्याकारमपि ज्ञानं मिथ्यैव स्यात् । एवं द्रव्यचित्रताऽनभ्युपगमे सति तुल्यन्यायेन ज्ञानचित्रतात्यागाऽऽपत्त्या सर्वशून्यज्ञानवादिनो माध्यमिकाभिधानस्य बौद्धस्यैव साम्राज्यमव्याहतप्रसरं स्यात् । अयमाशयः - ज्ञानाद्वैतवादिमते ज्ञानबाह्यं वस्तु तावन्मिथ्यैव । ज्ञानगतनील-पीताद्याकाराणामपि मिथ्यात्वे तु ज्ञानमपि सर्वाकारशून्यं स्यात् । तथा च सर्वाकारशून्यनिराकारज्ञानवादिमाध्यमिकमते योगाचारस्य प्रवेशो दुर्वारः स्यादिति भावनीयम् । આકાર પણ પરસ્પર વિરુદ્ધ જ છે. તેથી “સુખી હું નીલાદિને જાણું છું - ઈત્યાદિ સ્વરૂપે ઉત્પન્ન થતું એક જ જ્ઞાન જો સુખાદિ આકારવાળું અને નીલાદિ આકારવાળું બની જાય તો તેનું જ્ઞાન પણ મિથ્યા = કાલ્પનિક જ બની જશે. આ રીતે બાહ્ય અર્થની વિવિધતાનો સ્વીકાર ન કરવામાં આવે તો તુલ્ય ન્યાયથી વિરોધ દોષના લીધે દ્રવ્યની વિવિધતાની જેમ જ્ઞાનની વિવિધતાનો પણ ઉચ્છેદ થતાં સર્વશૂન્યજ્ઞાનવાદી માધ્યમિક નામના બૌદ્ધનું જ સામ્રાજ્ય નિરાબાધપણે સર્વત્ર લાશે. આશય એ છે કે જ્ઞાનાદ્વૈતવાદીના મતે જ્ઞાનબાહ્ય વસ્તુ તો મિથ્યા છે જ. હવે જો પરસ્પર વિરોધ દોષના લીધે જ્ઞાનના નીલ-પીતાદિ આકાર પણ મિથ્યા હોય તો જ્ઞાન પણ શૂન્ય = આકારશૂન્ય થઈ જાય. તેથી સર્વશૂન્યવાદીના = સર્વકારશૂન્યનિરાકારજ્ઞાનવાદીના = માધ્યમિકના મતમાં પ્રવેશ થવાની આપત્તિ યોગાચારને આવશે જ. આ રીતે વાચકવર્ગ અહીં ઊંડાણથી વિચારણા કરવી. ) માધ્યમિકમતની સ્પષ્ટતા ) સ્પષ્ટતા :- માધ્યમિક નામના બૌદ્ધ વિદ્વાનો શૂન્યવાદી તરીકે પ્રસિદ્ધ છે. તેઓ ઘટ, પટ વગેરે બાહ્ય અર્થોને તો નથી જ માનતા. પરંતુ જ્ઞાનમાં નીલ, પીતાદિ આકારને અને સુખાદિ આકારને પણ પારમાર્થિક નથી માનતા. નીલ, પીતાદિ બાહ્યાકારથી અને સુખાદિ આંતર આકારથી શૂન્ય કેવલ નિરાકાર પ્રવાહમાન જ્ઞાનજ્યોતિ તેમના મતે પરમાર્થ સત્ છે. માધ્યમિક નામના બૌદ્ધો શૂન્યવાદી હોવા છતાં નિરાકાર જ્ઞાનપ્રવાહનો સ્વીકાર કરે છે. તેથી પ્રસ્તુતમાં જ્ઞાનાતવાદીને સ્યાદ્વાદી એમ કહે છે કે “અર્થાકારનો અને જ્ઞાનાકારનો પરસ્પર વિરોધ હોવાથી જ્ઞાનભિન્ન બાહ્ય અર્થ મિથ્યા હોય તો નીલાકાર અને સુખાકાર પરસ્પર વિરુદ્ધ હોવાથી તે ઉભયાકારવાળું જ્ઞાન પણ મિથ્યા સિદ્ધ થશે. તેથી “નીલાદિ આકારવાળું જ્ઞાન અથવા જ્ઞાનસ્વરૂપ નીલાદિ પરમાર્થ સત્ છે' - આવો તમારો સિદ્ધાંત છોડીને નિરાકારજ્ઞાનવાદી = સર્વશૂન્યજ્ઞાનવાદી માધ્યમિક નામના બૌદ્ધના મતમાં તમારો પ્રવેશ થઈ જશે.” આ પ્રમાણે સાકાર જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધનો નિરાકારજ્ઞાનવાદી માધ્યમિક નામના બૌદ્ધના મતમાં પ્રવેશ થવાની આપત્તિ આવશે. જ્ઞાનાદ્વૈતવાદી બાહ્ય દ્રવ્યમાં ચિત્રતાને મિથ્યા માની, બાહ્ય અર્થને મિથ્યા કહે છે. તો તેમણે તુલ્ય યુક્તિથી જ્ઞાનમાં પણ ચિત્રતાને મિથ્યા માની, સાકાર જ્ઞાનને પણ મિથ્યા કહેવું જોઈએ. દ્રવ્યમાં ચિત્રતા ન મનાય તો જ્ઞાનમાં ચિત્રતા શી રીતે માની શકાય ? તેથી ચિત્રાકારશૂન્ય નિરાકારજ્ઞાનવાદી માધ્યમિકના મતમાં યોગાચાર નામના જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો પ્રવેશ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy