SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬ . बौद्धसम्मतवासनानिरास: 2 ११७१ (તસત્ર) તે બૌદ્ધનઈ નિમિત્તભેદ વિના વાસનારૂપ મનસ્કારની ભિન્નતા કિમ શુદ્ધ થાય છે ? तथैवेहाऽपि विज्ञेयमिति चेत् ? अत्रोच्यते - रे बौद्ध ! ते = तव वासनावादिनः मते हेतुभेदं = निमित्तभेदं विना वासनाभेदः = मनस्कारभेद एव कथं सम्भवेत् ? अथानादिवासनाभेदस्तु स्वाभाविक इति न तत्र कारणान्तरकल्पनमावश्यकम्, अन्यथाऽनवस्थापत्तेरिति चेत् ? तर्हि शोकादीनाम् अपि स्वाभाविकत्वमेवास्तु, सृतं वासनया। न च सर्वेषां कार्याणाम् अहेतुकत्वापत्तेः वारणाय शोकादिकार्यप्रतियोगिककारणत्वशालिनी " वासनाऽभ्युपगम्यत इति वाच्यम्, વિભિન્ન માનવાની જરૂર નથી. પણ સંસ્કારને વિભિન્ન માનવાની જરૂર છે. પુરોવર્તી શેરડી બદલાતી નથી પણ માણસના અને ઊંટના સંસ્કાર બદલાય છે. તેથી બે વિભિન્ન કાર્ય થાય છે. ટૂંકમાં સંસ્કાર દ્વિવિધ છે, શેરડી દ્વિવિધ નથી. તે જ રીતે પ્રસ્તુતમાં પણ સુવર્ણાદિ વસ્તુ ત્રયાત્મક નથી. પરંતુ એકાત્મક જ છે. ઘટાર્થી વગેરે વ્યક્તિના સંસ્કાર ત્રિવિધ છે. તેના લીધે શોક-પ્રમોદ-માધ્યશ્મસ્વરૂપ ત્રણ કાર્ય સંગત થઈ શકે છે. આ રીતે જાણવું. માટે પ્રૌવ્યને માનવાની કોઈ આવશ્યકતા નથી. ઈ હેતુભેદ વિના સંસ્કારભેદ અસંભવ ઃ જેન લઈ જૈન :- (ત્રોવ્યત) હે બૌદ્ધ વિદ્વાનો ! સાંભળો. તમે સંસ્કારવાદી છો. અલગ અલગ સંસ્કારના આધારે અલગ અલગ પ્રકારના કાર્યો ઉત્પન્ન થાય છે - તેવું માનનારા છો. પરંતુ તમારા મતે, નિમિત્તભેદ વિના સંસ્કારભેદ = ઉપયોગભેદ કઈ રીતે સંભવી શકશે ? કી વાસના સ્વાભાવિક છે : બોદ્ધ છે બૌદ્ધ :- (કથા.) વાસના અનાદિકાલીન છે. તેથી વાસનાભેદ સ્વાભાવિક છે. તેથી હર્ષજનક વાસના, શોકજનક વાસના વગેરે વિભિન્ન પ્રકારની વાસનાના અન્યવિધ કારણની કલ્પના આવશ્યક નથી. જો જુદા-જુદા શોકાદિની ઉત્પાદક જુદી-જુદી વાસનાના કારણની કલ્પના કરવી આવશ્યક હોય તો તેનાથી પણ કારણની (= વાસનાજનકજનકની) કલ્પના, તેના પણ કારણની (= વાસનાજનકજનકજનકની) કલ્પના... આ રીતે અનંત કારણોની કલ્પના કરવી જરૂરી બની જશે. આમ તો અનવસ્થા = અનંતકારણકલ્પનાપ્રવાહઅવિરામ લાગુ પડશે. તેથી વાસનાના કારણની કલ્પના અમે નથી કરતા. # બદ્ધસંમત સંસ્કારકલ્પના વ્યર્થ ક્ષ જૈન :- (તર્દિ.) જો તમે અનવસ્થાદોષના લીધે વાસનાનું કોઈ કારણ નથી માનતા તો શોકાદિનું પણ કારણ માનવાની જરૂર શી છે ? શોકાદિને પણ સ્વાભાવિક જ માનો. એટલે તેના કારણ તરીકે વાસનાનો સ્વીકાર કરવાની જરૂરત નહિ રહે. બૌદ્ધ :- (ન ઘ.) જો શોકાદિને તમે સ્વાભાવિક માનો તો તુલ્યન્યાયથી જગતના તમામ કાર્યોને સ્વાભાવિક માનવા પડશે. તમામ કાર્યોને નિર્દેતુક માનવાની આપત્તિનું નિવારણ કરવા માટે તો અમે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy