________________
११७०
० ननुपदार्थप्रकाशनम् ॥ હેમથી શોકાદિક કાર્ય હોઈ છઈ, તે ભિન્ન ભિન્ન લોકની ભિન્ન ભિન્ન વાસના છઈ, તે વતી. જિમ એક જ વસ્તુ (શોકાદિજનનઈ) વાસનાભેદઈ કોઈનઇ ઇષ્ટ, કોઈકનઈ અનિષ્ટ એ પ્રત્યક્ષ છઇ. સેલડ પ્રમુખ મનુષ્યનઈ ઈષ્ટ છઈ, કરભનઈ અનિષ્ટ છઈ. પણિ તિહાં વસ્તુભેદ નથી, તિમ ઈહાં પણિ જાણવું.” इतरस्याऽनुमानं व्याप्तिबलेन निराबाधम् । इत्थम् अन्योऽन्यसमव्याप्तौ उत्पाद-व्ययौ एव पारमार्थिको, क्षणिकस्वलक्षणत्वात् । ध्रौव्यं तु नास्त्येव, क्षणिकत्व-स्वलक्षणत्वाऽयोगात् । हेममुकुटोत्पादादौ सति कार्यभिदा = शोकप्रमोदादिकार्यभेदस्तु शोकादिहेतुसंस्कारभेदाद् = घटाद्यर्थिनां नानालोकानां शोक
-प्रमोदादिकारणीभूतविभिन्नवासनाविभेदात् । अत्रानुनये ननु, “प्रश्नावधारणाऽनुज्ञाऽनुनयाऽऽमन्त्रणे ननु” - (મ..૩/૨/૨૪૮) તિ અમરવેશ: |
यथा ह्येकमेव वस्तु कस्यचिदिष्टमनिष्टञ्चेतरस्य वासनाविशेषादिति प्रत्यक्षमेव दृश्यते, मनुष्यस्येष्टमपीक्षुफलादि क्रमेलकस्याऽनिष्टं भवति । न चाऽत्र वस्तुभेदः किन्तु वासनाभेद एव । સામર્થ્યથી તે જ સમયે બીજાનું અનુમાન નિરાબાધપણે થાય છે. આમ પરસ્પર સમવ્યાત એવા ઉત્પાદ -વ્યય જ પારમાર્થિક છે. કારણ કે તે ક્ષણિક સ્વલક્ષણાત્મક છે. તમામ પદાર્થ ક્ષણભંગુર છે. ક્ષણેકજીવી સર્વ વસ્તુઓ પરસ્પર અત્યંત વિલક્ષણ છે. એક પણ વસ્તુ બે ક્ષણ ટકતી નથી. તથા કોઈ પણ વસ્તુ પરસ્પર સમાન નથી. ઉત્પાદ અને વ્યય ક્ષણભંગુર હોવાથી તેમજ પરસ્પર અત્યંત વિલક્ષણ (= સ્વલક્ષણ) હોવાથી વાસ્તવિક છે. ધ્રૌવ્ય વિશ્વમાં વિદ્યમાન નથી. કારણ કે ધ્રૌવ્યમાં ક્ષણભંગુરતા તથા અત્યંત વિલક્ષણતા બાધિત થાય છે. જ્યારે સુવર્ણકુંભનો નાશ થાય છે ત્યારે સુવર્ણમુગટ ઉત્પન્ન થાય છે. ત્યારે શોક-પ્રમોદ વગેરે જુદા-જુદા કાર્ય ઉત્પન્ન થવાનું કારણ તો ઘટાર્થી-મુગટાર્થી વગેરે અનેક લોકોના જુદા જુદા પ્રબુદ્ધ સંસ્કાર છે. ઘટાર્થી જીવમાં શોકજનક સંસ્કાર પ્રબુદ્ધ થવાથી તેને શોક થાય છે. મુગટાર્થી જીવમાં આનંદજનક સંસ્કાર પ્રબુદ્ધ થવાથી તેને આનંદ થાય છે. તથા સુવર્ણાર્થી જીવમાં માધ્યય્યજનક સંસ્કાર પ્રબુદ્ધ થવાથી તે તટસ્થ રહે છે. જુદા જુદા સંસ્કારના લીધે જુદા-જુદા કાર્યો ઉત્પન્ન થાય છે. પરંતુ ધ્રૌવ્યને માધ્યચ્યજનક માનવાની જરૂર નથી. માટે પદાર્થને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક માનવાની આવશ્યકતા નથી. “પ્રશ્ન, અવધારણ, અનુજ્ઞા, અનુનય, આમંત્રણ અર્થમાં “નનું વપરાય” - આમ અમરકોશમાં જણાવેલ છે. તે મુજબ મૂળ શ્લોકમાં “નનું શબ્દ અનુનય (કાર્યભેદ માટે પ્રતિવાદીને મનાવવાના) અર્થમાં પ્રયોજેલ છે.
શંકા - જો વસ્તુ એક સમયે એકાત્મક જ હોય, ત્રયાત્મક ન હોય તો એક જ વસ્તુ અલગ અલગ વ્યક્તિને ઈષ્ટ-અનિષ્ટ આદિ સ્વરૂપ કઈ રીતે બની શકે ?
# પૂર્વપક્ષ ચાલુ છે સમાધાન :- (થા) એક જ વસ્તુ એક વ્યક્તિને ઈષ્ટ હોય તે અન્ય માણસને જુદા સંસ્કારના લીધે અનિષ્ટ સ્વરૂપ બની શકે છે. આ વાત પ્રત્યક્ષમાં જ દેખાય છે. જેમ કે શેરડી માણસને ઈષ્ટ હોય છે પણ ઊંટને તે જ શેરડી અનિષ્ટ બને છે. અહીં ગમા-અણગમા સ્વરૂપ વિભિન્ન કાર્ય કરવાના લીધે શેરડીને જ પુસ્તકોમાં તે' નથી. કો.(૯)+સિ.માં છે.