________________
☼ जन्म-मरणादय आत्मनोऽशुद्धाऽनित्यपर्यायाः
७१३
देवसेनानुयायिना शुभचन्द्रेण कार्त्तिकेयानुप्रेक्षावृत्ती (गा. २७० ) इत्थमेव सोदाहरणं षड्विधः पर्यायार्थिकः कथञ्चिन्नामभेदेन निरूपितः । देवचन्द्रवाचकेन आगमसारे (पृ. १६) बुद्धिसागरसूरिभिश्च षड्द्रव्यविचारे प (पृ.२१) कथञ्चिन्नामभेदेन क्वचिदर्थभेदेन च षड्विधः पर्यायार्थिक उपदर्शित इत्यवधेयम् ।
रा
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ( १ ) ' जन्म- जरा - मरण - रोगोपद्रवादयः औपाधिकपर्याया विनश्वरा' इत्यभ्युपगमो निरुत्साहताऽऽवर्तादात्मार्थिनम् उद्धरति, (२) आशामोदकतृप्तिन्यायेन च म स्वजन्ममहोत्सवादिपरायणम् आत्मानं निवारयति । (३) 'औपाधिकपर्यायकारणं कर्म' इति कृत्वा र्शु कर्मोच्छेदेनैव औपाधिकपर्याया उच्छेत्तुमर्हन्ति, नान्यथा तन्मोक्षसम्भवः । इत्थमौपाधिकपर्यायजनककर्मोच्छेदकाऽऽराधनोत्साहः प्रादुर्भवति । तदर्थमादौ अजन्मन आत्मनः जन्म कलङ्कतया प्रत्येतव्यम्। ‘नैकमपि अभिनवं जन्म मया धारणीयम्' इति प्रणिधातव्यम् । इत्थमऽजाऽजराऽ-र्णि मरात्मस्वरूपसाधना वेगवती संवेगवती च सञ्जायते इति षष्ठपर्यायार्थिकनयोपदेशः इह ग्राह्यः । का ततश्च “उपाधिजनिता भावा ये ये जन्म- जरादिकाः । तेषां तेषां निषेधेन सिद्धं रूपं परात्मनः । । ” ( प. प. १८) इत्येवं परमात्मपञ्चविंशतिकाप्रदर्शितं सिद्धस्वरूपमाविर्भवति । । ६/६ ।।
૬/૬
પર્યાયાર્થિકનયની ઉદાહરણસહિત છણાવટ થઈ.
(ટેવ.) દેવસેનના (વિ.સં.૯૯૦) અનુયાયી શુભચન્દ્રજીએ (વિ.સં. ૧૫૭૩ થી ૧૬૧૩) કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં આ જ મુજબ ઉદાહરણસહિત છ પ્રકારના પર્યાયાર્થિકનું આંશિક નામભેદથી નિરૂપણ કરેલ છે. પરંતુ દેવચન્દ્રજી ઉપાધ્યાયે આગમસાર પ્રકરણમાં તથા શ્રીબુદ્ધિસાગરસૂરિજીએ ષદ્ધવ્યવિચાર ગ્રંથમાં આંશિક નામભેદથી તથા ક્યાંક અર્થભેદથી છ પ્રકારના પર્યાયાર્થિકનયનું પ્રતિપાદન કરેલ છે. તેનો ખ્યાલ રાખવો.
છે ...તો અજન્મા થવાની સાધના પ્રાણવંતી બને છ
al
આધ્યાત્મિક ઉપનય :- (૧) જન્મ-મરણ-રોગ-ઉપદ્રવો વગેરે પર્યાયો વિનાશી છે’ - આ સ્વીકાર હતાશાના વમળમાં ફસાતા સાધકને બચાવે છે. (૨) તેમજ કલ્પનાના લાડુ ખાવામાં મશગૂલ શેખચલ્લીની જેમ પોતાના જન્મદિનની ઉજવણી (Birthday Party) વગેરેમાં ગળાડૂબ જીવને તેમાંથી અટકાવવાનું કામ પણ આ સ્વીકાર કરે છે. (૩) તે ઔપાધિક પર્યાયોનું કારણ કર્મ છે. તેથી કર્મને હટાવવા દ્વારા જ જન્મ-મરણ વગેરે પર્યાયોને હટાવી શકાય. અન્યથા તેનાથી આત્માનો છૂટકારો મોક્ષ થઈ ન શકે. આ વાત ઔપાધિક જન્મ-મરણાદિ પર્યાયને ઉત્પન્ન કરનારા કર્મોનો નાશ કરનારી સાધના કરવા માટે ઉત્સાહ પ્રગટાવે છે. આ માટે સૌપ્રથમ અજન્મા આત્મા માટે જન્મ એ કલંક છે આવી પ્રતીતિ થવી જોઈએ. ‘હવે એક પણ નવો જન્મ લેવો મને પોષાય તેમ નથી’ આવો સૂર અંતરમાંથી પ્રગટે તો અજન્મા થવાની, અજર-અમર આત્મસ્વરૂપને પ્રગટ કરવાની સાધના સારી રીતે વેગવંતી અને સંવેગવાળી બને. આવો ઉપદેશ છઠ્ઠા પર્યાયાર્થિકનય દ્વારા મેળવવા જેવો છે. તેનાથી પરમાત્મપંચવિંશતિકામાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટે છે. ત્યાં જણાવેલ છે કે જે જે જન્મ, ઘડપણ વગેરે ઉપાધિજન્ય ભાવો છે તે તમામનો નિષેધ કરવાથી પરમાત્માનું સ્વરૂપ પ્રસિદ્ધ બને છે.' (૬/૬)
-
=
-