________________
६/४ चतुर्थपर्यायार्थिकनये सत्तायाः शब्दतो गौणभावेन ग्रहणम् ० ७०१
પર્યાયનું શુદ્ધ રૂપ, તે જે સત્તા ન દેખાડવી. ઇહાં સત્તા દેખાવી તે માટઈ અશુદ્ધ ભેદ થયો. ll/૪ -ध्रौव्यव्याप्तः उच्यते अनेन नयेन । ध्रौव्यलक्षणा सत्ता हि द्रव्यस्य शुद्धस्वरूपम्, न तु पर्यायस्य । इह स्वगोचरीभूतपर्याये शब्दोल्लेखपूर्वं सत्ताया ग्रहणादशुद्धत्वं विज्ञेयम्, शब्दोल्लेखतो नयान्तर-प विषयग्राहकत्वस्यैव तल्लक्षणत्वात् । तृतीयपर्यायार्थिकनयेन सत्ताया उल्लेखो न क्रियत इति सा शुद्धः अयञ्च सत्तोल्लेखकारीत्यशुद्धः। सत्तायाश्च शब्दाद् उल्लेखेऽपि न मुख्यता किन्तु उत्पाद -व्यययोरेव सेति अयम् अनित्याऽशुद्धपर्यायार्थिकनय उच्यते ।
नन्वेवं तृतीय-चतुर्थयोरभेदः, सत्तोपसर्जनभावस्योभयत्र तुल्यत्वाद् इति चेत् ?
न, उभयत्रैव सत्ताया गौणत्वाऽविशेषेऽपि तृतीयपर्यायार्थिकनये सत्तायाः शब्दतोऽनुल्लेखः क इह चोल्लेख इति विशेषात् । गौणरूपेण सत्ताया ग्रहणेऽपि शब्दतः तदनुल्लेखादेव तृतीयस्य है। शुद्धत्वम्, अस्य च शब्दतो गौणभावेन सत्ताग्रहणादशुद्धत्वमित्याशयः । इह सत्ताया उत्पाद-व्ययवत् शब्दोल्लिखितत्वेन मुख्यत्वेऽभ्युपगम्यमानेऽस्य प्रमाणत्वापत्त्या नयत्वमुच्छिद्येतेति । -ધ્રૌવ્યથી વ્યાસરૂપે જણાવે છે. સત્તા = ધ્રૌવ્ય તો દ્રવ્યનું શુદ્ધ સ્વરૂપ છે. તે પર્યાયનું શુદ્ધ સ્વરૂપ નથી. તેમ છતાં પ્રસ્તુત ચોથો પર્યાયાર્થિકનય સ્વવિષયભૂત પર્યાયમાં શબ્દોલ્લેખપૂર્વક સત્તાનું ગ્રહણ કરે છે. તેથી આ પર્યાયાર્થિકનય અશુદ્ધ જાણવો. કારણ કે નયાન્તરવિષયને શબ્દોલ્લેખપૂર્વક ગ્રહણ કરવો તે જ નયનિષ્ઠ અશુદ્ધિનું લક્ષણ છે. ત્રીજો પર્યાયાર્થિકનય શબ્દથી સત્તાનો ઉલ્લેખ કરતો નથી. આથી તે શુદ્ધ છે. પ્રસ્તુત ચોથો પર્યાયાર્થિકનય સત્તાનો ઉલ્લેખ કરે છે. તેથી તે અશુદ્ધ પર્યાયાર્થિક છે. ચોથો પર્યાયાર્થિકન શબ્દથી સત્તાનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં તેની દૃષ્ટિએ વસ્તુમાં મુખ્યતા સત્તાની = ધ્રૌવ્યની નથી પણ ઉત્પાદ-વ્યયની જ છે. તેથી આ નય દ્રવ્યાર્થિક નહિ પણ પર્યાયાર્થિક કહેવાય છે. આમ ‘અનિત્યઅશુદ્ધ પર્યાયાર્થિકનય' નામ સાર્થક સમજવું.
શંકા :- (નન્ય.) આ રીતે માનવામાં આવશે તો ત્રીજો અને ચોથો પર્યાયાર્થિકનય એક થઈ જવાની ! આપત્તિ આવશે. કારણ કે તે બન્ને નયમાં સત્તાનું ગૌણભાવે ગ્રહણ થવાની વાત તો એકસરખી જ છે.
ક ત્રીજા-ચોથા પર્યાયાર્દિકની ભેદરેખા જાણીએ . સમાધાન :- (ર, રૂમ) તમારી આ શંકા વ્યાજબી નથી. કારણ કે ત્રીજા અને ચોથા પર્યાયાર્થિક નયમાં સત્તાનું = ધ્રૌવ્ય ગૌણરૂપે ગ્રહણ થવા છતાં પણ ત્રીજા પર્યાયાર્થિકનયમાં સત્તાનો શબ્દથી ઉલ્લેખ થતો નથી. જ્યારે ચોથા પર્યાયાર્થિકનયમાં સત્તાનો શબ્દથી ઉલ્લેખ થાય છે. આટલો તે બન્નેમાં તફાવત છે. ગૌણરૂપે સત્તાને ગ્રહણ કરવા છતાં પણ પ્રતીતિમાં કે શબ્દપ્રયોગમાં = વ્યવહારમાં શબ્દથી સત્તાનો ઉલ્લેખ ન કરવાના લીધે જ ત્રીજો પર્યાયાર્થિકનય શુદ્ધ કહેવાય છે. તથા ચોથો પર્યાયાર્થિક નય સત્તાનો શબ્દથી ઉલ્લેખ કરીને સત્તાને ગૌણરૂપે પોતાનો વિષય બનાવે છે. તેથી ચોથો પર્યાયાર્થિક નય અશુદ્ધ કહેવાય છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં તાત્પર્ય છે. ચોથો પર્યાયાર્થિકનય સત્તાનો શબ્દથી ઉલ્લેખ કરે છે. પરંતુ ઉત્પાદ-વ્યયની જેમ સત્તાને તે મુખ્યરૂપે ગ્રહણ કરતો નથી. બાકી તો તે પ્રમાણ થવાની આપત્તિ આવે અને તેમાંથી નયપણું ઉચ્છેદ પામી જાય.