SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ६९४ • साम्प्रदायिकतादिकं त्याज्यम् । प प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सत्यं मनसि धार्यताम्' इत्यनेनेदं बोध्यं यदुत रा तीर्थङ्करसम्मतवस्तुनः तीर्थान्तरीयप्रतिपादितत्वेऽपि अभ्युपगम एव श्रेयान्, न तु अपलापः । अविमृश्य दृष्टिरागादिना तत्खण्डनं न तीर्थङ्करसम्मतम् । 'अस्मदुक्तमेव सत्यम्, न तु परोक्तम्' इत्यभ्युपगमो मताग्रहं कदाग्रहं हठाग्रहञ्च दर्शयति । एतादृशोऽभ्युपगमः तीर्थङ्कराऽऽशातनात्वेन परिणम्य अनन्तकालं यावद् भवभ्रमणहे तुः भवति। एतद् विज्ञाय आत्मार्थिना र साम्प्रदायिकाऽऽवेशाऽभिनिवेशादिकं दूरतः परिहृत्य यत्र यत् तीर्थङ्करसम्मतं वस्तु दृश्यते ततः ण तत् समादृत्य यथोचितन्यायेन समन्वयगोचरतामापादनीयम् । एतादृशौदार्यमवश्यमेवोररीकर्तव्यम् । ततश्च का “तत्र महानन्दं सुखमद्वैतमव्ययम् । रूपञ्च शाश्वतं ज्योतिः केवलालोकभास्करम् ।।” (त्रि.श.पु.१/३/५७६) इति त्रिषष्टिशलाकापुरुषचरित्रदर्शितम् उदारं सिद्धसुखं प्रादुर्भवेत् ।।६/२।। તેને સૂચવનારા અન્યદર્શનના વચનનું ખંડન કરવામાં આવે તો તે પ્રવૃત્તિ ગણધર ભગવંતની આશાતનારૂપ જ બને છે. કારણ કે તે અર્થ તો ગણધર ભગવંતની જેમ ભાવશ્રુત સ્વરૂપ જ છે. ક સાંપ્રદાયિક ઝનૂનને દેશવટો આપીએ . આધ્યાત્મિક ઉપનય - “સાચું હોય તે મનમાં ધારવું – આ કથનનું તાત્પર્ય ત્યાં સુધી સમજવું કે તીર્થકર ભગવાનને માન્ય એવી જે બાબત અન્યદર્શનકારો કહે તો પણ તેનો આદરથી સ્વીકાર કરવો એ જ કલ્યાણકર છે, તેનો તિરસ્કાર નહિ. વગર વિચાર્યે દૃષ્ટિરાગથી કે દૃષ્ટિષથી આડેધડ ખંડન તલ કરવાની પ્રવૃત્તિ તારક તીર્થંકર પરમાત્માને માન્ય નથી. “અમે કહેલ છે તે જ સત્ય, બીજાએ કહેલ છે તે મિથ્યા'; “મારી વાડીમાં ઉગે તે જ ગુલાબ, બીજાની વાડીમાં ઉગે તે ધતૂરો'- આવી નાદીરશાહી તો મતાગ્રહને, કદાગ્રહને અને હઠાગ્રહને સૂચવે છે. આવું વલણ તારક તીર્થકર ભગવંતની આશાતનામાં પરિણમીને જીવને અનંત કાળ સુધી સંસારમાં રખડાવે છે. આવું જાણીને આત્માર્થી સાધકે સાંપ્રદાયિક ઝનૂન, અભિનિવેશ વગેરેથી સદા દૂર રહી, જ્યાં જ્યાં તીર્થકરસંમત જે જે બાબત જોવા મળે તેનો આદર કરી તેને યથોચિત ન્યાય આપવાની અને તેનો સમન્વય કરવાની ઉદારતા કેળવવી જ રહી. તેનાથી ઉદાર એવું સિદ્ધસુખ પ્રગટે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં સિદ્ધસુખને જણાવતા કહેલ છે કે સિદ્ધગતિમાં મહાઆનંદયુક્ત અવિનાશી અનુપમ સુખ છે. તથા શાશ્વતજ્યોતિ સ્વરૂપ કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્ય ત્યાં ઝળહળે છે.” (દાર) લિખી રાખો ડાયરીમાં...) • બાલકક્ષાવાળા જીવોને કેવળ સાધનાનું આકર્ષણ રહે છે. ઉત્તમકક્ષાવાળા જીવોને ઉપાસનાનું આકર્ષણ રહે છે. • બુદ્ધિ એક જાતનો માનસિક ભાર-બોજ છે. શ્રદ્ધા ભારવિહીન હળવાશ છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy