________________
૬/૨
• मेरुपर्वतादिः अनादिः ।
६७९ જિમ પુગલનો પર્યાય મેરુ(ગિરિ)પ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઈ નિત્ય છઈ. અસંખ્યાત કાલઈ અચાન્યપુદ્ગલ સંક્રમઇ પણિ સંસ્થાન તેહ જ છઈ.
तत्र आदिमः अनादिनित्यगः = अनाद्यनन्तपदार्थग्राहकः शुद्धपर्यायार्थिकः । “अनादिनित्यपर्याय एव अर्थः = प्रयोजनम् अस्य इति अनादिनित्यपर्यायार्थिकः” (आ.प.पृ.१८) इति आलापपद्धतौ देवसेनः । यथा 'पुद्गलपर्यायः मेरुः अनादिनित्यकः' इति वचनम् । तदुक्तम् आलापपद्धतौ कार्तिकेयानुप्रेक्षावृत्तौ ।
“નાનિત્યપર્યાર્થ:, યથા પુતપર્યાયો નિત્યઃ મેડિ” (સા.પ.પૂ.૭ + . ..૨૭૦/-9.9૬૪) રૂતિા
न च पर्यायार्थिकस्य क्षणिकपर्यायमात्रप्रेक्षित्वे मेरोः अनादिनित्यता कथम्? इति शङ्कनीयम्, .
मेरुपर्वतपर्यायस्य प्रातिस्विकस्वरूपतोऽनित्यत्वेऽपि लौकिकप्रमाणापेक्षया सदृशपर्यायप्रवाहतोऽनादिनित्यता जैनाऽऽम्नायप्रसिद्धेत्यवधेयम् ।
यद्यपि पुद्गलस्थितेरुत्कृष्टतोऽसङ्ख्यातकालमानता भगवत्यां प्रदर्शिता, तदुक्तं भगवतीवृत्तौ का
(તત્ર.) છ પ્રકારના પર્યાયાર્થિકનયમાં સૌ પ્રથમ પ્રકાર અનાદિનિત્ય-પદાર્થગ્રાહક શુદ્ધ પર્યાયાર્થિકનય છે. દેવસેનજીએ આલાપપદ્ધતિમાં પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદની વ્યુત્પત્તિને દર્શાવતા કહેલ છે કે “અનાદિનિત્ય પર્યાય એ જ જેનું પ્રયોજન છે તે અનાદિનિત્યપર્યાયાર્થિકનય કહેવાય.” જેમ કે પુદ્ગલપર્યાયસ્વરૂપ મેરુ પર્વત અનાદિ નિત્ય છે' - આ પ્રમાણેનું વચન પર્યાયાર્થિકનયનો પ્રથમ પ્રકાર છે. આલાપપદ્ધતિ ગ્રંથમાં તથા કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં જણાવેલ છે કે “અનાદિનિત્ય પર્યાયાર્થિક પ્રથમ ભેદ છે. જેમ કે “પુદ્ગલપર્યાયસ્વરૂપ મેરુ પર્વત વગેરે નિત્ય છે' - આ વચન.”
સ્પષ્ટતા:- પુદ્ગલ દ્રવ્ય છે. ઘટ, કપડું, પર્વત વગેરે તેની અવસ્થા = પર્યાય કહેવાય છે. એ તેથી મેરુ પર્વત પુદ્ગલદ્રવ્યના પર્યાયસ્વરૂપે જણાવેલ છે. આમ મેરુ પર્વત પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિકનયનો | વિષય બને છે. મેરુ પર્વત પર્યાય અનાદિઅનંતકાલીન છે. આ પ્રમાણે પ્રથમ શુદ્ધ પર્યાયાર્થિકનય જણાવે ! છે. તેથી તે અનાદિનિત્યપદાર્થગ્રાહક બને છે.
# મેરુપર્વતની અનાદિ-નિત્યતા વિશે શંકા-સમાધાન * શંક :- (ન .) પર્યાયાર્થિકનય તો ક્ષણિક પર્યાયો ઉપર જ પોતાની દૃષ્ટિને કેન્દ્રિત કરે છે. તો તેની દૃષ્ટિએ મેરુપર્વત નામનો પર્યાય અનાદિ નિત્ય કઈ રીતે સંભવે ?
સમાધાન :- (૧) વાત સાચી છે. મેરુ પર્વત પર્યાય વ્યક્તિગત સ્વરૂપથી અનિત્ય હોવા છતાં લૌકિક ચાક્ષુષાદિ પ્રમાણની અપેક્ષાએ એકસરખા પર્યાય પ્રવાહની દષ્ટિએ મેરુ પર્વત અનાદિનિત્ય છે. આજે મેરુ પર્વત જેવો દેખાય છે તેવો જ ભૂતકાળમાં દેખાતો હતો અને ભવિષ્યકાળમાં દેખાવાનો છે. જૈન આમ્નાયમાં સમાન પર્યાયપ્રવાહને આશ્રયીને મેરુ પર્વત અનાદિનિત્ય છે. એમ ખ્યાલમાં રાખવું.
નહિ પુગલસ્થિતિ અસંખ્યકાળ છે (વિ.) જો કે કોઈ પણ પુદ્ગલ દ્રવ્યની સ્થિતિ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ પ્રમાણ જ છે. આ પ્રમાણે ભગવતીસૂત્રમાં બતાવેલ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “કોઈ