________________
१०३४
० सूत्राऽऽशातनायाः त्याज्यता 0
૮/૬ तदुक्तं साक्षेप-परिहारम् अनेकान्तव्यवस्थाप्रकरणे “न च सप्तधा नवधा च तत्त्वविभागवद् नयविभागोऽपि ___ तथा नाऽनुपपन्न इति वक्तुं युक्तम्, तत्र केवलनिःश्रेयसोपयोग्यभ्युदयसंवलिततदुपयोगिबोधलक्षणप्रयोजनभेदेन
विभागद्वैविध्यसम्भवेऽपि प्रकृते प्रयोजनभेदाऽभावेन अनुयोगद्वार-स्थानाङ्ग-तत्त्वार्थमहाशास्त्राद्यभिहितं सप्तधा म् नयविभागमुल्लङ्घ्य नवधा तत्करणस्य सूत्राऽऽशातनाकलङ्कितत्वाद्” (अ.व्य.भाग-२, पृ.१३६) इति भावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- ‘नवधा नयविभागोपदर्शने आध्यात्मिकप्रयोजनं किञ्चिद् नास्ति' इत्यनुक्त्वा 'नवधा नयविभागोपदर्शने आध्यात्मिकप्रयोजनं किञ्चिद् न ज्ञायते' इति यदुक्तं - तत्तात्पर्यं तु स्वकीयकठोरतापरित्याग एव । 'युष्मदुक्तौ नास्ति प्रयोजनं किञ्चिदि'त्युक्तौ तु वक्तुः
नैष्ठुर्यमापद्येत । 'युष्मदुक्तौ न प्रयोजनं किञ्चिद् ज्ञायते' इत्युक्तौ तु न नैष्ठुर्यसम्भवः, परस्मिन् જેમ નવ નયનું નિરૂપણ કરવું જરાય વ્યાજબી નથી. કારણ કે તેવું કરવાથી આગમની આશાતના થવાની સમસ્યા સર્જાય છે.
શા આગમઆશાતનાને ટાળીએ . (૬) આ જ બાબતને પ્રશ્ન-પ્રત્યુત્તરરૂપે મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે અનેકાન્તવ્યવસ્થા ગ્રંથમાં નીચે મુજબ જણાવેલ છે. “પ્રસ્તુતમાં “સાત પ્રકારે અને નવ પ્રકારે જેમ જીવાજીવાદિ તત્ત્વનો વિભાગ શાસ્ત્રમાં સંમત છે, તેમ નિયવિભાગ પણ સાત પ્રકારે અને નવ પ્રકારે અસંગત નહિ બને” - આ પ્રકારે દિગંબરોએ દલીલ કરવી યોગ્ય નથી. આનું કારણ એ છે કે તત્ત્વવિભાગ અંગે તો કેવલ મોક્ષઉપયોગી તત્ત્વબોધ કરાવવા સ્વરૂપ પ્રયોજનને લીધે તત્ત્વાર્થસૂત્રમાં જીવ-અજીવ વગેરે સાત તત્ત્વો બતાવેલા છે તથા સ્વર્ગસહિત મોક્ષઉપયોગી તત્ત્વબોધ કરાવવા સ્વરૂપ પ્રયોજનને લીધે નવતત્ત્વપ્રકરણ
વગેરે ગ્રંથોમાં પુણ્ય-પાપસહિત નવ પ્રકારના તત્ત્વનો વિભાગ દર્શાવેલ છે. આમ જુદા-જુદા પ્રયોજનથી Cી બે પ્રકારનો તત્ત્વવિભાગ સંભવે છે. પરંતુ સપ્તવિધ નયના બદલે દ્રવ્યાર્થિકાદિ પ્રસ્તુત નવવિધ નયને
બતાવવાની પાછળ તો કોઈ અલગ પ્રકારનું પ્રયોજન છે જ નહિ. તો પછી શા માટે અનુયોગદ્વારસૂત્ર, સ્થાનાંગસૂત્ર, તત્ત્વાર્થાધિગમ મહાશાસ્ત્ર વગેરેમાં દર્શાવેલ સપ્તવિધ નવિભાગનું ઉલ્લંઘન કરીને નવ પ્રકારનો નિયવિભાગ દર્શાવવો? નવ પ્રકારે નયનો વિભાગ કરવાની દેવસેનજીની પ્રવૃત્તિ આગમસૂત્રની આશાતના કરવા સ્વરૂપ કલંકથી દૂષિત છે. માટે નવ પ્રકારે નયનો વિભાગ કરવો વ્યાજબી નથી.” મહોપાધ્યાયજીની આ વાત શાંતિથી વાગોળવી.
* કઠોરતાને છોડીએ જ આધ્યાત્મિક ઉપનય :- આ શ્લોકની વ્યાખ્યામાં બીજી વાર અનેકાંતવ્યવસ્થાપ્રકરણનો સંવાદ દર્શાવતા પૂર્વે ‘નવ પ્રકારે મૂલ નયનો વિભાગ બતાવવામાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન રહેલું નથી” – આવું કહેવાના બદલે “નવ પ્રકારે મૂલ નયનો વિભાગ બતાવવામાં કોઈ પણ પ્રકારનું આધ્યાત્મિક પ્રયોજન જણાતું નથી' - આ મુજબ ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવેલ છે. આવું કહેવાની પાછળ વ્યાખ્યાકારનો આશય પોતાની કઠોરતાના પરિવારનો છે. ‘તમારી વાતમાં કોઈ પ્રયોજન રહેલું નથી' – આ પ્રમાણે આક્ષેપાત્મક ભાષામાં કહેવામાં આપણો પરિણામ કઠોર થાય. ‘તમારી