SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१५ * विशेषावश्यकभाष्यादिसंवादः सङ्ग्रहेऽन्तर्भूतत्वाद् विशेषग्राहिणश्च व्यवहारे इति नैगमाभावाद्” (स.त.१/३/पृ.२८५) इति । 1. अत एव विशेषावश्यकभाष्ये “सामन्नमह विसेसो पच्चुप्पण्णं च भावमेत्तं च । पइसदं च जहत्थं च वयणमिह संगहाईणं।।” (वि. आ. भा. ३५८६) इत्येवं नैगमनयस्य सङ्ग्रह - व्यवहारयोरन्तर्भावेन सङ्ग्रहादीनां षण्णां नयानां मतं संक्षिप्योपदर्शितम् । कण्ठतोऽपि तत्रैव 2 “जो सामण्णग्गाही स नेगमो संगहं गओ अहवा। इयरो ववहारमिओ” (वि.आ.भा.३९) इत्युक्तम् । अग्रेऽपि तत्रैव जं च पवेसो नेगमनयस्स ટોપુ વહુતો સમવાઓ" (વિ..મા.૨૮૧૪) ત્યુત્તમ્ । પશ્વત્વમાથે (૨૨૩૧) કપિ વમાશયઃ । तदुक्तं समवायाङ्गवृत्तौ अपि " नैगमनयो द्विविधः सामान्यग्राही विशेषग्राही च । तत्र यः सामान्यग्राही स सङ्ग्रहे अन्तर्भूतः, विशेषग्राही तु व्यवहारे” (स.सू.अ.२२ पृ. ८३ ) इति । ततश्च षडेव मूलनयाः કરવાની વિચારણા કરવામાં આવે તો નૈગમનો સંગ્રહમાં કે વ્યવહારમાં અંતર્ભાવ સંભવે જ છે. તેથી જ સંમતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે જણાવેલ છે કે ‘સામાન્યધર્મગ્રાહક નૈગમનયનો સંગ્રહનયમાં અંતર્ભાવ થાય છે તથા વિશેષગુણધર્મગ્રાહક નૈગમનયનો વ્યવહારનયમાં અંતર્ભાવ થાય છે. માટે નૈગમનયનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.' છ નયમતદર્શનનું રહસ્ય (ત.) આ જ કારણસર વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે ‘સંગ્રહનયના વચનનો વિષય સામાન્ય છે. વ્યવહારનયના વચનનો વિષય વિશેષ છે. ઋજુસૂત્રનયના વચનનો વિષય વર્તમાનકાલીન ભાવ છે. શબ્દનયના વચનનો વિષય ભાવમાત્ર છે. સમભિરૂઢનયના વચનનો વિષય પ્રતિશબ્દવાચ્ય વિશિષ્ટ ભાવ છે. અને એવંભૂતનયના વચનનો વિષય શબ્દાનુસારી યથાર્થ ભાવ (= શબ્દવાચ્યઅર્થક્રિયાવિશિષ્ટ અર્થ) છે' આ પ્રમાણે સંગ્રહ વગેરે છ નયોનો મત સંક્ષેપમાં જણાવેલ છે. તેની ! પાછળ તેઓશ્રીનો આશય એ જ છે કે નૈગમનયનો સંગ્રહ અને વ્યવહા૨ નયમાં અંતર્ભાવ થઈ જાય છે. જો નૈગમનયનો વિષય સંગ્રહાદિ છ નયો કરતાં ભિન્ન હોય તો તેઓશ્રીએ સંગ્રહાદિ છ નયના શૅ બદલે સાત નયના વિષયનો ત્યાં સંક્ષેપમાં નિર્દેશ કરેલો હોત. પરંતુ તેઓશ્રીએ તેવું કરેલ નથી. તથા સ્પષ્ટપણે પણ વિશેષાવશ્યકભાષ્યમાં જ જણાવેલ છે કે જે સામાન્યગ્રાહી નૈગમ છે, તે સંગ્રહનયમાં અન્નદ્ભૂત છે. તથા જે વિશેષગ્રાહી નૈગમ છે, તે વ્યવહારનયમાં પ્રવિષ્ટ થાય છે.' વિશેષાવશ્યકભાષ્યમાં જ આગળ જણાવેલ છે કે સંગ્રહ અને વ્યવહાર નયમાં નૈગમનયનો સમાવેશ અનેક વાર શાસ્ત્રોમાં જણાવેલ છે.' પંચકલ્પભાષ્યમાં પણ આવા આશયથી નૈગમનો સંગ્રહ-વ્યવહારમાં સમાવેશ કર્યો છે. * સંગ્રહાદિમાં નૈગમનયનો સમાવેશ (તવુ.) સમવાયાંગસૂત્રવ્યાખ્યામાં પણ જણાવેલ છે કે ‘નૈગમનયના બે પ્રકાર છે. (૧) સામાન્યગ્રાહી અને (૨) વિશેષગ્રાહી. તેમાંથી જે સામાન્યધર્મગ્રાહી નૈગમ છે, તેનો અંતર્ભાવ સંગ્રહનયમાં થાય છે. તથા વિશેષધર્મગ્રાહક નૈગમનો સમાવેશ તો વ્યવહારનયમાં થાય છે.’ આ પ્રમાણે સાત નયના બદલે 1. सामान्यमथ विशेषः प्रत्युत्पन्नं च भावमात्रं च । प्रतिशब्दं च यथार्थं च वचनमिह संग्रहादीनाम् । 2. यः सामान्यग्राही स नैगमः सङ्ग्रहं गतोऽथवा । इतरो व्यवहारमितः । 3. यच्च प्रवेशो नैगमनयस्य द्वयोर्बहुशः समाख्यातः । - १००१ ]]> t
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy