SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ☼ शब्दनये तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपस्वीकारः ☼ ‘सामायिकाद्यावश्यकसूत्रार्थानुपयुक्तसजातीयचेतनाप्रवाहलक्षणम् आत्मद्रव्यम् एकं द्रव्यावश्यकमि'त्येवं पूर्वोक्तानुयोगद्वारसूत्रवचनव्याख्यानाद् ऋजुसूत्रनयस्य पर्यायास्तिकत्वेऽपि निरुक्तैकद्रव्यावश्यकाभ्युपगन्तृत्वं सङ्गच्छत एवेति तार्किकमतं समर्थनीयम् । किञ्च, द्रव्यावश्यकाभ्युपगमात्रेण न ऋजुसूत्रस्य द्रव्यार्थिकत्वम् आपद्येत, पर्यायार्थिकतया न सर्वसम्मतेन शब्दनयेनाऽपि ज्ञशरीर - भव्यशरीरव्यतिरिक्तद्रव्यनिक्षेपाऽङ्गीकारात् । यथोक्तम् अनुयोगद्वारसूत्रचूर्णो शब्दनयम् अधिकृत्य “तं चेव पडुप्पण्णकालियं अत्थं उज्जुसुत्ताभिप्पायतो विसेसिययरं इच्छति, जहा णिक्खेवे णेच्छइ णाम- ट्ठवणाघडं ज्ञसरीर भव्यसरीरद्रव्यघडं च” (अनु. सू. ६०६ चू.पू. ६२५) ' '' इति। न ह्यत्र जिनदासगणिमहत्तरैः शब्दनयमतोपदर्शनावसरे तद्व्यतिरिक्तद्रव्यनिक्षेपाऽनभ्युपगमो दर्शितः। तथा च शब्दनयापेक्षया अशुद्धस्य ऋजुसूत्रस्य द्रव्यावश्यकाभ्युपगन्तृत्वे कथं द्रव्यार्थिकत्वका (૨) તેમાં ઉદ્ધૃત સાક્ષીપાઠ, (૩) વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, (૪) નયામૃતતરંગિણી અને (૫) નયરહસ્ય - આ પાંચ વચનના આધારે પ્રસ્તુતમાં ‘ઉન્નુમુત્રક્સ જો અનુવન્તો બાળમોń વ્યાવસ્તયં' આવા પૂર્વોક્ત અનુયોગદ્વારસૂત્રના વચનની વ્યાખ્યા એવી કરી શકાય છે કે સામાયિક વગેરે આવશ્યકપ્રતિપાદક સૂત્રના અર્થમાં અનુપયુક્ત એવી સજાતીય ચેતનાના પ્રવાહ સ્વરૂપ જે આત્મદ્રવ્ય છે, તે એક દ્રવ્યાવશ્યક છે. આ મુજબ વ્યાખ્યા કરવાથી ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક માનવામાં આવે તો પણ ‘ઋજુસૂત્રનય ઉપરોક્ત એક દ્રવ્યઆવશ્યક સ્વીકારે છે' - આવું તાર્કિકમતથી સંગત થઈ શકે જ છે. આ રીતે વિદ્વાનોએ પ્રસ્તુતમાં વિચારણા કરવી. * પર્યાયાર્થિકનયમાં દ્રવ્યનિક્ષેપ માન્ય - અનુયોગદ્વારચૂર્ણિ (વિઝ્ય.) વળી, દ્રવ્યાવશ્યકનો સ્વીકાર કરવા માત્રથી ઋજુસૂત્ર દ્રવ્યાર્થિક બની જવાની આપત્તિને અવકાશ ન હોવાનું કારણ એ પણ છે કે પર્યાયાર્થિક તરીકે સર્વમતે માન્ય શબ્દનય પણ તવ્યતિરિક્ત = જ્ઞશરીર-ભવ્યશીરવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપનો સ્વીકાર કરે છે. અનુયોગદ્વારસૂત્રચૂર્ણિમાં શ્રીજિનદાસગણિમહત્તરે શબ્દનયની માન્યતાને જણાવતા કહેલ છે કે “ઋજુસૂત્રમાન્ય વર્તમાનકાલીન તે જ અર્થને ઋજુસૂત્રના અભિપ્રાય કરતાં વધુ વિશુદ્ધ = સૂક્ષ્મ રીતે શબ્દનય માને છે. ઋજુસૂત્ર કરતાં શબ્દનયનો મત વધુ વિશુદ્ધ એ રીતે છે કે નિક્ષેપની અંદર નામઘટ, સ્થાપનાઘટ, જ્ઞશરીર દ્રવ્યઘટ, ભવ્યશરી૨ દ્રવ્યઘટ શબ્દનયને માન્ય નથી.” પ્રસ્તુતમાં જિનદાસગણિમહત્તરે શબ્દનયનો અભિપ્રાય જણાવવાના અવસરે ‘તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ શબ્દનયને માન્ય નથી' - આવું જણાવેલ નથી. આશય એ છે કે નોઆગમથી દ્રવ્યનિક્ષેપના ત્રણ ભેદ - (૧) જ્ઞશરીર, (૨) ભવ્યશરીર,(૩) તવ્યતિરિક્ત = જ્ઞશરીર -ભવ્યશરીરભિન્ન દ્રવ્યનિક્ષેપ. આ ત્રણમાંથી શબ્દનયને પ્રથમ બે માન્ય નથી. આનો અર્થ એ થયો કે તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપ શબ્દનયને સંમત છે. શબ્દનય તો ઋજુસૂત્ર કરતાં વધુ વિશુદ્ધ છે. તેમ છતાં તે તદ્બતિરિક્ત દ્રવ્યનિક્ષેપને સ્વીકારીને જો પર્યાયાર્થિક બની શકતો હોય તો શબ્દનય કરતાં 1. तं चैव प्रत्युत्पन्नकालिकम् अर्थम् ऋजुसूत्राऽभिप्रायतः विशेषिततरम् इच्छति । यथा निक्षेपे नेच्छति नाम-स्थापनाघटं ज्ञशरीर भव्यशरीरद्रव्यघटं च । ८/१३ ९७५ the s
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy