SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ९१८ ० सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगातिदेश: ૮/૨ तदुक्तम् आलापपद्धती “व्यवहारो द्विविधः सद्भूतव्यवहारोऽसद्भूतव्यवहारश्च। तत्रैकवस्तुविषयः _ सद्भूतव्यवहारः, भिन्नवस्तुविषयोऽसद्भूतव्यवहारः” (आ.प.पृ.२०) इति। सद्भूताऽसद्भूतव्यवहारनयोपयोगः त्रयोदशशाखायां (१३/४,५,६) वक्ष्यत इत्यवधेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शुद्धाऽशुद्धनिश्चयनयनिमज्जनसामर्थ्य-स्थैर्ययोः विरहे श स्वात्मद्रव्यमीमांसाप्राधान्येन सद्भूतव्यवहारोपनयमुपयुज्य निजात्मद्रव्ये निमज्जनीयम् । सद्भूतव्यवहारनयतः गुण-गुणिप्रभृतिभेददर्शनेन व्यवहारनयमर्यादावर्ती आत्मार्थी स्वात्मद्रव्यभिन्नगुणादीनुपार्जयितु मुत्सहते। इत्थं स मोक्षमार्गेऽभिसर्पति। ततश्च “आकाररहितं शुद्धं स्वस्वरूपे व्यवस्थितम् । सिद्धावष्ट'' गुणोपेतं निर्विकारं निरामयम् ।।” (प.प.२१) इति परमानन्दपञ्चविंशतिसन्दर्शितं सिद्धस्वरूपं नैव दुर्लभम् - T૮/રૂા (ત૬) તેથી આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “વ્યવહારનયના બે ભેદ છે. સદ્દભૂતવ્યવહાર અને અસભૂતવ્યવહાર. તેમાં સદ્ભુત વ્યવહારનય તેને કહેવાય જે એક જ વસ્તુમાં ભેદનો વ્યવહાર કરે. ભિન્ન વસ્તુઓમાં ભેદનો વ્યવહાર કરનાર અસભૂત વ્યવહારનય કહેવાય છે.” સભૂતવ્યવહાર નયનો ઉપયોગ કેવી રીતે ક્યાં થાય છે ? તે તેરમી શાખાના ચોથા શ્લોકમાં કહેવાશે. તથા અસભૂતવ્યવહારનો ઉપયોગ કેવી રીતે ક્યાં થાય ? તે વાત તેરમી શાખાના ચોથા, પાંચમા અને - છઠ્ઠા શ્લોકમાં જણાવાશે. આ વાતને અધ્યેતાવર્ગે ખ્યાલમાં રાખવી. ઈ ગુણ-ગુણીમાં ભેદ દર્શનનું પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયની વિચારણામાં ઊંડા ઉતરવાની પોતાની ક્ષમતા હતી કે સ્થિરતા ન જણાતી હોય તો સ્વાત્મદ્રવ્યની વિચારણા મુખ્ય બને તે રીતે સદ્ભુત વ્યવહારનયનો ઉપયોગ કરી આત્મામાં કરવા માટે પ્રયત્ન કરવો. સભૂત વ્યવહારથી ગુણ-ગુણી વગેરેમાં ભેદનું દર્શન કરવા દ્વારા વિભિન્ન ગુણ વગેરેને પ્રગટ કરવા માટે વ્યવહારુ આત્માર્થી જીવને ઉત્સાહ પ્રગટે છે. આ રીતે તે જીવ મોક્ષમાર્ગમાં આગળ ધપે છે. ત્યાર બાદ “મોક્ષમાં આકારશૂન્ય, શુદ્ધ, નિજસ્વરૂપમાં વ્યવસ્થિત, આઠ ગુણથી યુક્ત, નિર્વિકાર, વ્યાધિમુક્ત ચૈતન્ય હોય છે' - આ પ્રમાણે પરમાનંદપંચવિંશતિમાં સારી રીતે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ દુર્લભ રહેતું નથી. (૮૩) (લખી રાખો ડાયરીમાં....૪) • બુદ્ધિ કર્મસત્તાની આજ્ઞા માને છે. શ્રદ્ધા ધર્મ મહાસત્તાની આજ્ઞાને શિરોમાન્ય કરે છે. તમામ વાસના ભયંકર છે. તમામ ઉપાસના ભદ્રકર છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy