SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ८८८ 0 दीक्षान्तरायस्य त्याज्यता 0 तत्र स्वत्व-स्वीयत्वसम्बन्धस्याऽपि काल्पनिकत्वसिद्धेः तत्सम्बन्धमूलकस्नेहराग-कामरागादितः स्वात्मा प मुमुक्षुणा मोचयितव्यः । तदर्थं तत्त्वदृष्ट्यवलम्बनेन स्वजातीयोपचरिताऽसद्भूतव्यवहारोपनयजन्यकल्पना-- शिल्पविश्रान्तिः कार्या। ‘अहमस्य पिता, तस्य पुत्रः, एतस्य पितृव्यः, तस्याश्च पतिः' इत्यादि व्यवहारविषयीभूताः पितृत्व-पुत्रत्वादिपर्यायाः परमार्थतो नैवात्मनि संतिष्ठन्ते किन्तु लोकव्यवहारा" नुसारेण कल्प्यन्ते । “देहेष्वात्मधिया जाताः पुत्र-भार्यादिकल्पनाः। सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं ૨નાહૂ II” (ઉ.ત.9૪, ૫.શ.9૪) રૂતિ સમથત-સમધરાત: કરિા મર્તવ્યTSત્રા क क्वचित् पितरौ स्वपुत्रादिदीक्षादौ अन्तरायं प्रकुर्वतः । वस्तुतः तदानीमेतदुपनयदृष्ट्या मदीय, पुत्रत्वादेरुपचरितत्वं विज्ञाय 'न वस्तुतो मदीयमिह किञ्चिदपि' इति विमृश्य मोहमपाकृत्य पुत्रादि हितं कार्यम् । इत्थम् एतादृशकाल्पनिकपर्यायविचारावर्त्तनिमज्जनपरिहारतः स्वात्मनि यथा राग का -द्वेषादिमलिनपरिणामप्रवाहो नैव प्रादुर्भवेत् तथा यतितव्यम् । ततश्च “मोक्षः सर्वथाऽष्टविधकर्ममलवियोगलक्षणः” (आ.नि.१०३/पृ.११० अव.) इति ज्ञानसागरसूरिभिः आवश्यकनियुक्त्यवचूर्णी दर्शितः प्रत्यासन्नः ચા/૭/૧૭ની સ્વત્વસંબંધ કે સ્વાયત્વ સંબંધ પણ કાલ્પનિક સિદ્ધ થાય છે. મતલબ કે પિતાના આત્મામાં રહેલું પિતૃત્વ જ જો કાલ્પનિક હોય તો તેમાં હું-મારા' પણાની આપણી બુદ્ધિ તો તદન કાલ્પનિક જ કહેવાય ને ! તેથી તે “હું-મારા” પણાના સંબંધ ઉપર નભનારા સ્નેહરાગ, કામરાગ વગેરેથી મુમુક્ષુએ પોતાનો આત્મા વહેલી તકે છોડાવવો. તે માટે તત્ત્વદષ્ટિનું આલંબન લઈને પ્રસ્તુત સજાતીય ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનયની કલ્પનાઓની રચનાથી વિશ્રાન્ત થવું. “હું તેનો પિતા છું, તેમનો દીકરો છું, તેનો કાકો છું, તેણીનો પતિ હું છું – આ પ્રમાણેનો જે વ્યવહાર થાય છે, તેના વિષયભૂત પિતૃત્વ આદિ પર્યાયો વાસ્તવમાં આત્મામાં રહેતા નથી. પરંતુ લોકવ્યવહારના આધારે આત્મામાં તેની કલ્પના કરાય છે. “શરીરોમાં આત્મા તરીકેની (= Cી' “હુંપણાની) બુદ્ધિના કારણે “મારો પુત્ર, મારી પત્ની- ઈત્યાદિ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. તે કલ્પનાઓથી - જીવ (પુત્રાદિને) પોતાની સંપત્તિ માને છે. (તે તુચ્છ કલ્પનામાં જ સંપત્તિના દર્શન જીવ કરે છે.) હાય ! આ જગત આમ હણાયેલ છે” – આ સમાધિતંત્રની અને સમાધિશતકની કારિકા અહીં યાદ કરવી. (વ.) ક્યારેક પુત્ર-પુત્રી વગેરેને દીક્ષા અપાવવામાં કે ધર્મ કરવામાં મા-બાપ અંતરાય કરતા હોય છે. વાસ્તવમાં આવા અવસરે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનયને લક્ષમાં રાખીને મા-બાપે વિચારવું જોઈએ કે “પુત્ર-પુત્રી સારા છે - આ વ્યવહાર ઉપચરિત છે, અસભૂત છે. વાસ્તવમાં તો જગતમાં એક પણ સગા-સ્નેહી મારા નથી' - આવી વિચારણાથી પોતાનો મોહ દૂર કરીને પુત્ર-પુત્રીનું સાચું હિત કરવું જોઈએ. આ રીતે પિતૃત્વ-માતૃત્વ વગેરે જે પર્યાયો વાસ્તવિક ન હોય પણ કાલ્પનિક હોય તેના વિચારવમળમાં સતત ખોવાયેલા રહીને આપણા આત્મામાં રાગ-દ્વેષાદિ મલિન પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન ન થઈ જાય તેની કાળજી રાખવી. તેનાથી આવશ્યકનિયુક્તિઅવચૂર્ણિમાં શ્રી જ્ઞાનસાગરસૂરિએ દર્શાવેલ આઠ કર્મમલનો સર્વથા વિયોગ થવા સ્વરૂપ મોક્ષ નજીક આવે. (૧૭)
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy