SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ७ /१५ यथा 'जीवाजीवौ ज्ञानम्' इत्युपचारविमर्शः “સ્વપ્નાતીયાંશે વિંદ્ર નાયં સતઃ ? તિ શ્વેત્ ?, तालक्षणेन वृत्त्यनियामकसम्बन्धेन जीवेऽजीवे च युगपद् वर्तते । अत एव जीवेऽजीवे च ज्ञानात्मकं गुणम् आरोप्य 'जीवाजीवौ ज्ञानमिति व्यवहारः स्वजातीय-विजातीयद्रव्ये गुणारोपेण स्वजातीय -विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहारोपनय उच्यते । तदुक्तम् आलापपद्धती “स्वजाति-विजात्यसद्भूतव्यवहारः, रा ज्ञेये जीवेऽजीवे 'ज्ञानमिति कथनम्, ज्ञानस्य विषयत्वाद् ” ( आ.प. पृ.१०) इति । तदुक्तं नयचक्रे द्रव्यस्वभावप्रकाशे चापि “"णेयं जीवमजीवं तं पि य णाणं खु तस्स विसयादो । जो भणइ एरिसत्थं ववहारो सो असब्भूदो । । " (न.च.५७, द्र. स्व. प्र. २२८) इति । ज्ञानस्य आत्मद्रव्यं स्वजातीयं जडद्रव्यञ्च स्वविजातीयम्। ज्ञानं जीवस्य स्वजातीयगुणः अजीवस्य च विजातीयगुणः । जीवाजीवयोः ज्ञानविषयत्वे क निरुक्तसम्बन्धेन ‘जीवाजीवौ ज्ञानमि त्यभिधानं स्वजातीय - विजातीयद्रव्ये गुणारोपणात् स्वजातीय ि -विजातीयगुणोपचारोऽसद्भूतव्यवहार इति भावः । का - अथ ‘जीवाजीवौ ज्ञानमिति व्यवहारः स्वजातीयांशे किं न सद्भूतः ? इति चेत् ? નિરૂપિત છે. જ્ઞાનનિષ્ઠવિષયિતાથી નિરૂપિત વિષયતા જીવાજીવમાં રહે છે. તેથી જીવને અને અજીવને વિષય બનાવનાર એક જ જ્ઞાન સ્વનિષ્ઠવિષયિતાનિરૂપિત વિષયતાસ્વરૂપ વૃત્તિઅનિયામક સંબંધથી એકીસાથે જીવમાં અને અજીવમાં રહે છે. આ જ કારણથી જીવમાં અને અજીવમાં જ્ઞાનસ્વરૂપ ગુણનો આરોપ કરીને ‘જીવાજીવ શાન છે' - આવો વ્યવહાર સ્વજાતીય-વિજાતીયદ્રવ્યમાં ગુણનો આરોપ કરનાર હોવાથી તેને સ્વજાતીય-વિજાતીયગુણનો આરોપ કરનાર અસદ્ભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. તેથી જ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે “સ્વજાતિ-વિજાતિઅસદ્ભૂત વ્યવહાર ત્રીજો ભેદ છે. જેમ કે શેય એવા જીવમાં અને અજીવમાં જ્ઞાનનો ઉપચાર કરવો. જ્ઞાનનો વિષય હોવાથી જીવ-અજીવમાં જ્ઞાનનો આરોપ કરવો તે સ્વજાતિ-વિજાતિઅસદ્ભૂત વ્યવહાર ઉપનય તરીકે માન્ય છે.” તેથી નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં પણ જણાવેલ છે કે ‘શેય જ્ઞાનવિષય જીવ પણ છે અને અજીવ પણ છે. જ્ઞાનનો વિષય હોવાથી જીવાજીવને જે ‘જ્ઞાન' કહે છે તે અસદ્ભૂત વ્યવહાર છે.” જ્ઞાન માટે જીવદ્રવ્ય એ સ્વજાતીય દ્રવ્ય છે. તથા જડદ્રવ્ય જ્ઞાન માટે વિજાતીય દ્રવ્ય છે. જીવ માટે જ્ઞાન એ સ્વજાતીય ગુણ છે તથા અજીવ માટે જ્ઞાન એ વિજાતીય ગુણ છે. જ્ઞાન વિના જીવ નથી રહેતો તથા જીવ વિના જ્ઞાન નથી રહેતું. માટે જ્ઞાન અને જીવ પરસ્પર સજાતીય છે. જ્યારે જ્ઞાન કદાપિ જડમાં ઉત્પન્ન થતું નથી. તેથી જ્ઞાન નામનો ગુણ અને જડ દ્રવ્ય પરસ્પર વિજાતીય છે. તેમ છતાં જ્ઞાન જીવને અને અજીવને જાણે છે. આમ જ્ઞાનનો વિષય હોવાથી પૂર્વોક્ત વિષય-વિષયિભાવ સંબંધથી ‘જીવ અને અજીવ જ્ઞાન છે’ આમ કહેવું, તે સ્વજાતીય-વિજાતીય દ્રવ્યમાં ગુણનો આરોપ કરવાના લીધે ‘સ્વજાતીય -વિજાતીયગુણ ઉપચાર અસદ્ભૂત વ્યવહાર ઉપનય’ નામે ઓળખાય છે. આ મુજબ પ્રસ્તુતમાં આશય છે. શંકા :- (વ.)‘જીવાજીવ જ્ઞાન છે' - આવો આરોપાત્મક વ્યવહાર સજાતીય અંશમાં સદ્ભૂત કેમ ન કહેવાય ? મતલબ કે જ્ઞાન માટે જીવ સજાતીય દ્રવ્ય છે. તેથી સજાતીય દ્રવ્ય અંશમાં ઉપરોક્ત 1. ज्ञेयं जीवमजीवं तदपि च ज्ञानं खलु तस्य विषयात् । यो भणति ईदृशार्थं व्यवहारः सोऽसद्भूतः ।। - ८७७ = માં તારા
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy