SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૦ ० 'ज्ञानम् आत्मा' इति वाक्यविमर्श: ૭/૨૦ स्वेच्छाधीनत्वादिति व्यक्तमुक्तं वादिदेवसूरिभिः स्याद्वादरत्नाकरे (प्र.न.त.१/२/स्या.र.पृष्ठ-२०) । ननु भगवतीसूत्रे “णाणे पुण नियमं आया... दंसणे वि नियमं आया" (भ.सू.१२/१०/४६८) इति र यदुक्तं तदपीह गुणे द्रव्योपचारादनुयोज्यम् । न हि सर्वथा धर्मो धर्मिणो भिद्यते । अतः कथञ्चिदम भेदपक्षमाश्रित्य ज्ञानं नियमादात्मेत्युच्यत इति चेत् ? न, स्वकीयसद्भूतगुण-पर्यायाणां स्वद्रव्येण सहाऽपृथग्भावसम्बन्ध एव भवति । न हि सजातीयगुणादौ द्रव्यस्य उपचरितः सम्बन्धः सम्भवति। प्रकृतोपचारस्तु विजातीयद्रव्य-गुणादिसम्बन्धे एव क सम्भवति । ततश्च ‘ज्ञानम् आत्मा' इति वाक्यं भेदकल्पनानिरपेक्षतया तृतीयशुद्धद्रव्यार्थिकनये णि पूर्वोक्ते (५/१२) एवाऽन्तर्भावनीयम् । जा यद्वा प्राग् (६/१०) नैगमनयनिरूपणे नयचक्रसारानुसारेण य आरोपनैगमः उक्तः तस्य प्रथम भेदेऽस्य समावेशो बोध्यः, गुणे द्रव्यारोपादिति सिंहावलोकनन्यायेन विज्ञेयम् । છે. આ વાત શ્રીવાદિદેવસૂરિજી મહારાજે સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં પ્રારંભમાં જ સ્પષ્ટપણે જણાવેલ છે. ! ભગવતીસૂત્ર સંદર્ભની વિચારણા (3 શંકા :- (1) ભગવતીસૂત્રમાં જે જણાવેલ છે કે “જ્ઞાન નિયમો આત્મા છે. દર્શન પણ નિયમો આત્મા છે' - તે પણ ગુણમાં દ્રવ્યનો ઉપચાર કરવાની દષ્ટિએ જણાવેલ છે. તેથી છઠ્ઠા અસદૂભૂત વ્યવહાર ઉપનયમાં જ આ ઉપચાર સમાવિષ્ટ થાય તે વ્યાજબી છે. કારણ કે ધર્મી કરતાં ધર્મ સર્વથા ભિન્ન નથી. તેથી ધર્મ-ધર્મીના કથંચિત્ અભેદપક્ષને આશ્રયીને “જ્ઞાન નિયમો આત્મા છે' - આવું કહેવાય. સમાધાન :- (ન, સ્વ.) ના. “જ્ઞાન આત્મા છે' - આ વાક્યનો પ્રસ્તુત છઠ્ઠી અસભૂત વ્યવહાર ' ઉપનયમાં સમાવેશ કરવાની વાત વ્યાજબી નથી. કારણ કે પોતાના સદ્દભૂત ગુણને અને પર્યાયોને Tી સ્વદ્રવ્યની સાથે અપૃથભાવ = અવિષ્યભાવ સંબંધ જ હોય. સજાતીય ગુણાદિમાં દ્રવ્યનો ઉપચરિત સંબંધ હોતો નથી. પ્રસ્તુત ઉપચાર તો વિજાતીય દ્રવ્ય-ગુણ વગેરેના સંબંધમાં જ સંભવે છે. તેથી છઠ્ઠા એ અસભૂત વ્યવહાર ઉપનયમાં “જ્ઞાન આત્મા છે' આ વાક્યનો સમાવેશ ન થાય. પરંતુ ભેદકલ્પનાનિરપેક્ષ હોવાથી તેનો પાંચમી શાખામાં જણાવેલ ત્રીજા શુદ્ધદ્રવ્યાર્થિકનયમાં જ સમાવેશ થવો યોગ્ય છે. & સિંહાવલોકન ન્યાયથી વિચારણા છે | (ચા.) અથવા તો પૂર્વે છઠ્ઠી શાખાના દશમા શ્લોકમાં નૈગમનયનું નિરૂપણ કરવાના અવસરે જે નયચક્રસાર ગ્રંથનો સંવાદ જણાવેલ હતો, તેમાં જે આરોપનૈગમ જણાવેલ હતો, તેના પ્રથમ ભેદમાં પ્રસ્તુત વાક્યનો સમાવેશ જાણવો. કારણ કે આ વાક્ય ગુણમાં દ્રવ્યનો આરોપ કરે છે. જેમ સિંહ આગળ જાય ત્યારે પાછળ જોતો હોય છે તેમ અહીં પાછળની શાખામાં (૬/૧૦) જોવા દ્વારા આ બાબત વધુ સ્પષ્ટ રીતે સમજાશે. મતલબ કે જ્ઞાનને આત્મા કહેવાના લીધે ગુણમાં દ્રવ્યનો આરોપ કરનાર નૈગમનય તરીકે ઉપરોક્ત વાક્ય જાણવા યોગ્ય છે. 1, જ્ઞાનં પુનઃ નિયમેન માત્મા..... વર્ણનમ્ પ નિચમેન ગાત્મા/
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy