________________
S
૭/૨૦ • शब्दभेदसमाधानम् ।
८५९ अत्र आत्मन एवाऽहंपदार्थत्वात्। अग्रेतनगाथायां द्रव्य-गुण-पर्यायरासस्तबके 'अहं गौर' प इत्यत्र आत्मन एवाऽहंपदार्थतया प्रतिपादनात्, अनेकार्थनिघण्टौ धनञ्जयेनाऽपि “स्व आत्मा चैव रा निर्दिष्टः” (अ.नि.४३) इत्येवं दर्शितत्वात् । लोकव्यवहारे तु ‘गौर आत्मा' इति न प्रयुज्यते किन्तु म 'गौरोऽहमि'ति तथैवोल्लिखितमत्रेति नार्थभेदः कश्चित् ।
न च चतुर्थ-षष्ठयोरभेद इति शङ्कनीयम्,
उद्देश्य-विधेयभावभेदेन तदभेदाऽयोगात् । आत्मनो हि चतुर्थे उद्देश्यत्वं षष्ठे च विधेयत्वमिति क न तयोरभेद इति भावः।
न चाऽऽत्मन उद्देश्यत्वमेव युक्तम्, न तु विधेयत्वमिति शङ्कनीयम्, उद्देश्य-विधेयभावस्य का નિર્દેશ કરેલ છે. “આત્મા’ શબ્દના સ્થાને હું આવું કથન શા માટે ? બન્ને વચ્ચે વિરોધ આવશે.
આ ગોરો હું - ઉપચારવિચાર સમાધાન :- (ત્ર.) અહીં “હું આવું જણાવેલ છે, તેનો અર્થ ‘આત્મા' જ છે. આગળની નવમી ગાથાના ટબામાં મહોપાધ્યાયજી મહારાજે જ જણાવેલ છે કે “હું ગૌર'- આવું બોલીએ ત્યારે “હું” શબ્દનો અર્થ આત્મદ્રવ્ય છે. ધનંજયકવિએ પણ અનેકાર્થનિઘંટુમાં દર્શાવેલ છે કે “હું” અને “આત્મા” આ બન્ને શબ્દો અહીં પર્યાયવાચી જ છે. પરંતુ લોકવ્યવહારમાં પોતાના ગૌરવર્ણવાળા પ્રતિબિંબને કે ફોટાને ઉદેશીને “આ આત્મા” એવો વ્યવહાર થતો નથી. પરંતુ “આ હું એવો વ્યવહાર થાય છે. તેથી કર્ણિકામાં આત્મા’ ના બદલે “હું” આમ ઉલ્લેખ છે. ટૂંકમાં, ટબામાં અને કર્ણિકામાં શબ્દભેદ છે, અર્થભેદ નથી.
શકો :- (ર ઘ ઘતુ.) અસભૂત વ્યવહારના ચોથા ભેદમાં “હું ગોરો છું – આવું જણાવેલ તથા અસભૂત વ્યવહારના છઠ્ઠા ભેદમાં “ગોરો હું છું – આમ જણાવેલ છે. તેથી અસભૂત વ્યવહારનો ચોથો અને છઠ્ઠો પ્રકાર એક બની જશે. તેથી અસભૂત વ્યવહારના નવના બદલે આઠ ભેદ બનશે. સુ.
- ઉદ્દેશ્ય-વિધેયભાવમાં ફેરફાર -- સમાધાન :- (દ્દે.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે અસદ્દભૂત વ્યવહારના ચોથા અને છઠ્ઠા કી ભાંગામાં ઉદેશ્ય-વિધેયભાવ જુદા પ્રકારનો છે. “હું ગોરો છું - આ મુજબ ચોથા પ્રકારમાં “હું ઉદ્દેશ્ય છે. “ગૌર વર્ણ વિધેય છે. જ્યારે “ગોરો હું છું - આ મુજબના છઠ્ઠા પ્રકારમાં “ગૌર વર્ણ ઉદ્દેશ્ય છે. છે. ‘હું વિધેય છે. આમ ઉદેશ્ય-વિધેયભાવ બદલાઈ જવાથી ચોથા અને છઠ્ઠા પ્રકારમાં એકતાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી.
ઉદેશ્ય-વિધેયભાવ સ્વૈચ્છિક સ્ટ (ન ચા.) “આત્માને વિધેય નહિ પણ ઉદ્દેશ્ય જ માનવો જોઈએ' – આ વાત યુક્તિસંગત નથી. કારણ કે ઉદેશ્ય-વિધેયભાવ હંમેશા વક્તાની પોતાની ઈચ્છાને આધીન હોય છે. વક્તા જેને ઉદ્દેશ્ય બનાવવા ઈચ્છે તેને ઉદેશ્ય બનાવી શકે છે. સામાન્યથી પ્રસિદ્ધ હોય તે ઉદ્દેશ્ય બને, અપ્રસિદ્ધ હોય તે વિધેય બને - આવો નિયમ છે. શ્રોતા માટે જે પ્રસિદ્ધ હોય તેને ઉદ્દેશીને અપ્રસિદ્ધ વસ્તુનું વિધાન કરવું વક્તાને અભિપ્રેત હોય છે. આથી વક્તા-શ્રોતાના આધારે ઉદેશ્ય-વિધેયભાવ પરિવર્તનશીલ હોય