________________
प
16 IF YE
* द्रव्ये पर्यायारोपः
-
(વલી) વ્રદ્ધે પર્યાયોપચારઃ જિમ “હું દેહ” - ઇમ બોલિઉં. “હું” તે પુદ્ગલદ્રવ્યનો અસમાન જાતીય દ્રવ્યપર્યાય ઉપચરિઉ ૫. II૭/૯
एतेन 'आत्मा मूर्त्त' इत्यपि व्यवहारो व्याख्यातः ।
यदपि भगवत्यां सप्तमे शतके “गोयमा ! जीवा वि कामा” (भ.सू.७/७/२९०) इत्युक्तं तदपि आत्मद्रव्येऽसमानजातीयगुणोपचाराद् असद्भूतव्यवहारोपनयचतुर्थभेदरूपं बोध्यम्, मनोज्ञवर्ण-गन्धादिम गुणात्मकानां कामानां कामिसंसारिजीवद्रव्येऽभेदोपचारात् ।
र्श
र्णि
८५६
७/९
આત્મદ્રવ્ય, તિહાં- “દેહ”
पञ्चमस्तु असद्भूतव्यवहारोपनयः द्रव्ये पर्यायारोपः विज्ञेयः । यथा 'अहं देह' इति व्यवहारः । अत्र ‘अहम्’ इति आत्मद्रव्यम् । देहस्तु आत्माऽसमानजातीयपुद्गलद्रव्यपर्यायात्मकः । ततश्चात्मद्रव्येऽतिसान्निध्यादिवशात् तदारोपः प्रकृते विधीयते । न हि परमार्थत आत्मनि देहपर्यायोऽस्ति । अत एवाऽस्याऽसद्भूतत्वमपि सङ्गच्छते, अन्यद्रव्यसंयोगाऽपेक्षणात् । आरोपप्रतियोगिपर्यायाऽऽश्रयाणा
* આત્મા મૂર્ત છે !
(તેન.) ‘હું ગોરો છું - આ વચન દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ગુણનો આરોપ કરવા સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય છે - તેમ જણાવેલ છે તેનાથી એવું પણ સમજી લેવું કે ‘આત્મા મૂર્ત છે' - આવો વ્યવહાર પણ એક દ્રવ્યમાં અન્ય વિજાતીય દ્રવ્યના ગુણનો આરોપ કરનાર હોવાથી તથાવિધ અસદ્ભૂત વ્યવહાર ઉપનય સ્વરૂપ જ છે. કારણ કે આત્મા પરમાર્થથી અમૂર્ત છે. મૂર્ત્તત્વ તો પુદ્ગલનો ગુણ છે. વિજાતીય દ્રવ્યના ગુણનો આત્મામાં આરોપ થવાના લીધે ઉપરોક્ત કથન દ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ગુણનો ઉપચાર કરવા સ્વરૂપ અસદ્ભૂત વ્યવહાર ઉપનય તરીકે માનવા યોગ્ય છે.
સુ
* જીવ ‘કામ'સ્વરૂપ - ભગવતીસૂત્ર
(વિ.) ભગવતીસૂત્રના સાતમા શતકમાં જે કહેલું છે કે “હે ગૌતમ ! જીવ પણ ‘કામ’સ્વરૂપ છે” - તે પણ આત્મદ્રવ્યમાં વિજાતીય દ્રવ્યના ગુણનો ઉપચાર કરવાના લીધે અસદ્ભૂત વ્યવહાર ઉપનયના ચોથા ભેદસ્વરૂપ જાણવું. ‘કામ’ શબ્દનો અર્થ છે મનગમતા વર્ણ-ગંધ-સ્પર્શ વગેરે ગુણો. સંસારી જીવમાં તેનો અભેદ ઉપચાર કરવાથી કામી સંસારી જીવને ‘કામ’સ્વરૂપ બતાવેલ છે.
છે અસદ્ભૂત વ્યવહારના પાંચમા ભેદનું દૃષ્ટાન્ત છે
(પશ્ચમ.) અસદ્ભૂત વ્યવહાર ઉપનયનો પાંચમો ભેદ દ્રવ્યમાં પર્યાયનો આરોપ કરવા સ્વરૂપે જાણવો. જેમ કે ‘હું શરીર છું - આવો વ્યવહાર. અહીં ‘હું’ શબ્દ આત્મદ્રવ્યને જણાવે છે. આત્મા ચેતન છે. ઔદારિકાદિ પુદ્ગલો જડ છે. તે જડ પુદ્ગલદ્રવ્યનો પર્યાય શરીર છે. આત્મા અને ઔદારિકાદિ પુદ્ગલદ્રવ્ય અતિસંબદ્ધ છે. તેથી વિજાતીય દ્રવ્યના પર્યાય સ્વરૂપ શરીરનો આત્મદ્રવ્યમાં અભેદ ઉપચાર કરવામાં આવે છે. પરમાર્થથી આત્મામાં શરીરાત્મક પર્યાય રહેતો નથી. તેથી જ ‘પાંચમો વ્યવહાર અસદ્ભૂત છે’ - આ વાત સંગત થાય છે. કેમ કે અન્યદ્રવ્યસંયોગની અપેક્ષાએ જ તેવો વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં શરીરનો • કો.(૯+૧૨+૧૩) + લી.(૧+૨+૩) + P(૨+૩) + સિ. + લા.(૨)માં ‘સમાન' પાઠ. 1. ગૌતમ ! નીવાઃ અવિદ્યામા