________________
८५४
असद्भूतव्यवहारवासना त्याज्या
७/८
(प.स.७५ वृ.पृ.११५) इति पञ्चास्तिकायसङ्ग्रहवृत्तिवचनादपि प्रसिद्धा । परमार्थतः पुद्गलपर्यायाणाम् आत्मनि आत्मपर्याये वाऽसत्त्वादेव तत्र तदारोपकारिणोऽस्याऽसद्भूतत्वमवसेयम्। आरोपानुयोगिप पर्यायस्याऽसमानजातीयद्रव्यपर्यायत्वादस्य असमानजातीयद्रव्यपर्याये पर्यायाऽऽरोपणाऽसद्भूतव्यवहारोपनयरूपता विज्ञेया ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - सद्भूत - शुद्धनयसुवासितान्तःकरणोपलब्धये प्रकृताऽसद्भूतव्यवहारनयवासनारुचिरुन्मूलनीया । ततश्च तन्मूलकनिष्प्रयोजनवाणी- विकल्प-वर्तननिवृत्तिः सम्पद्यते । इदं चेतसिकृत्य यावत्तदुन्मूलनं न सम्पद्यते तावत् तत्सदुपयोगः कार्यः । तथाहि - 'शुद्धनिश्चयनयतः क चेतनः चैतन्यस्वभावेऽवतिष्ठते, जडद्रव्यपर्यायेभ्यः सर्वथैव स पृथक्' इति ज्ञात्वा कर्म - प्रमादादिवशतः पिं यः कश्चिद् उन्मार्गगामी सम्पद्यते तत्प्रतिबोधाय असद्भूतव्यवहारोपनय एवं वक्ति यदुत ‘अयमात्मैव दुराचारादिपारवश्यतः गजाश्वादिपर्यायरूपेण परिणम्य जडपुद्गलस्कन्धरूपतामापन्नः स्वीयकुकर्मविपाकमनुभवति' । एतच्छ्रुत्वाऽभ्युपगम्य च जीवा दुराचारान् परित्यज्य सदाचारीभूय निर्मलरत्नत्रयपर्यायान् प्रादुर्भाव्य “ सकलकर्मबन्धाद् विनिर्मुक्तिः = मोक्षः” (अ.सा. ७/२५ वृ.) इति अध्यात्मसारवृत्तौ दर्शितं मोक्षं द्रुतमाप्नोति । । ७/८ ।।
का
म
છે”
આ પ્રમાણે પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યાકારના વચનથી પણ પ્રસ્તુત સ્કંધ પુગલપર્યાયરૂપે પ્રસિદ્ધ છે. ૫રમાર્થથી પુદ્ગલના પર્યાયો આત્મામાં કે આત્માના પર્યાયમાં રહેતા નથી. છતાં આત્માના હાથી, ઘોડા વગેરે અસમાનજાતીય પર્યાયોમાં સ્કંધાત્મક પુદ્ગલપર્યાયનો આરોપ કરવાના લીધે ઉપરોક્ત વ્યવહારઉપનયને અસદ્ભૂત સમજવો. જે હાથી-ઘોડા વગેરે પર્યાયોમાં સ્કંધનો આરોપ કરવામાં આવે છે, તે હાથી વગેરે પર્યાય આત્માના વિજાતીય પર્યાય છે. તેથી આ વ્યવહારને અસમાનજાતીય (વિજાતીય) પર્યાયમાં પર્યાયનું આરોપણ કરનારો અસદ્ભૂત વ્યવહાર ઉપનય જાણવો.
* ઉન્માર્ગનિવારણનો આશય
રા
-
આધ્યાત્મિક ઉપનય :- સભ્તનયની તથા શુદ્ઘનયોની ભાવનાથી આત્માને ભાવિત કરવા, તેવા સુવાસિત અન્તઃકરણને મેળવવા પ્રસ્તુત અસદ્ભૂત વ્યવહાર ઉપનયની વાસનાને શ્રદ્ધામાંથી તિલાંજલી આપવી. તેની રુચિને મૂળમાંથી ઉખેડવાથી તેના નિમિત્તે થનારા નિષ્પ્રયોજન વચનપ્રયોગ, નિરર્થક માનસિક વિકલ્પો, તુચ્છ પ્રવૃત્તિઓ ઘટવા માંડે છે, રવાના થાય છે. તેથી આત્માર્થી સાધકે આ અસદ્દ્ભૂત વ્યવહારને મૂળમાંથી ઉખેડવાનું લક્ષ્ય રાખીને જ્યાં સુધી તેનું ઉન્મૂલન ન થાય ત્યાં સુધી તેનો સદુપયોગ કરવો. તે આ રીતે - ‘શુદ્ધનિશ્ચયથી ચેતન ચૈતન્યસ્વભાવમાં ૨મે છે. જડ દ્રવ્યના પર્યાયોની સાથે આત્માને કોઈ સંબધ નથી' - આવું જાણીને કોઈ જીવ કર્મવશ કે પ્રમાદાદિવશ ઉન્માર્ગગામી બની જાય, તો તેવા જીવને બોધપાઠ આપવા માટે અસદ્ભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ જણાવે છે કે ‘આ જીવ જ દુરાચાર-વ્યભિચાર-અનાચારને પરવશ બની હાથી, ઘોડા વગેરે પર્યાય સ્વરૂપે પરિણમીને જડપુદ્ગલસ્કંધસ્વરૂપ બની પોતાના કુકર્મોની સજાને ભોગવે છે.’ આ પ્રમાણેનો ઉપદેશ ઝીલી જીવો દુરાચાર વગેરેથી ખસી, સદાચારસન્મુખ બની, રત્નત્રયના પરિણામોને પ્રગટાવી, અધ્યાત્મસારવૃત્તિમાં વર્ણવેલા સર્વ કર્મબંધનમાંથી છૂટકારા સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવી લે છે.(૭૮)