________________
૭/૧
उपचारस्य भावसत्यसाधकता
(४०) वयन्तु प्रकृते 'यो यत्र नास्ति तस्य तत्र निमित्त - प्रयोजनवशाऽपेक्षाविशेषसहकृतारोपः प
उपचारपदार्थ' इत्यावेदयामः ।
८४१
इह प्रकृतश्लोके द्रव्यानुयोगतर्कणायां छन्दोभङ्गो वर्त्तते इत्यवधेयम्।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - यद् वस्तु यत्स्वरूपेण नास्ति तस्य तद्रूपेण प्रतिपादनस्य असत्यत्वेऽपि शास्त्रीयाऽऽध्यात्मिकोदात्तप्रयोजनसत्त्वे तादृशप्रतिपादनं शास्त्रकृताम् असद्भूतव्यवहारोपनयविधया सम्मतम्, द्रव्यतोऽसत्यत्वेऽपि भावतः सत्यत्वेन मोक्षमार्गप्रगतिसहायकत्वात् । क इत्थं भावसत्योपलब्धिकृते क्वचिद् द्रव्याऽसत्यत्वमपि 'असत्ये वर्त्मनि स्थित्वा ततः सत्यं समीहते' इति न्यायाद् आदरणीयतामापद्यते । परन्तु प्रकृते शास्त्रीयाऽऽध्यात्मिकोदात्तप्रयोजनं नैव विस्मर्तव्यम् आत्मार्थिना । 'चन्द्रमुखी कन्या', 'सुधासारघटितं कन्यानयनाऽरविन्दयुगलमित्यादयस्तूपचारा महामोह- का जनकत्वात् त्याज्या एव । एवं क्रमेण “ सञ्जायते नारकिक-तिर्यग्-नृ-धुसदामिव । न तत्र मरणं भूयो भवभ्रमणकारणम् | (।।” (त्रि.श.पु.१/३/५७५ ) इति त्रिषष्टिशलाकापुरुषचरित्र व्यावर्णितममरं सिद्धस्वरूपं પ્રાદુર્ભવતિ ।।૭/、 ।।
_ _ _
* દ્રવ્ય-અસત્યત્વ પણ ભાવસત્યસાધક
આધ્યાત્મિક ઉપનય :- જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તેને તે સ્વરૂપે બતાવવી તે સામાન્યથી અસત્ય કહેવાય. તેમ છતાં કોઈ શાસ્ત્રીય આધ્યાત્મિક ઉમદા પ્રયોજન હોય તો જે વસ્તુ સ્વરૂપે ન હોય તે વસ્તુને તે સ્વરૂપે બતાવવાનો વ્યવહાર ‘અસદ્ભૂત વ્યવહાર ઉપનય' તરીકે શાસ્ત્રકારોને માન્ય છે. અહીં દ્રવ્યતઃ અસત્યપણું હોવા છતાં ભાવતઃ સત્યપણું હોવાથી આવી ભાષા પણ જીવને મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાય કરે છે. તેથી ભાવ સત્યની ઉપલબ્ધિ માટે કવચિત્ દ્રવ્ય-અસત્યત્વ પણ ‘અસત્યે વર્ત્યનિ સ્થિત્વા તતઃ સત્યં સમી તે' ન્યાયથી આદરણીય બને છે. પરંતુ આવા પ્રસંગે શાસ્ત્રસંમત આધ્યાત્મિક ઉમદા પ્રયોજનનું વિસ્મરણ ન થવું જોઈએ. આ વાત આત્માર્થી જીવે ખાસ ધ્યાનમાં રાખવી. તથા ‘કન્યા ચંદ્રમુખી છે’, ‘કન્યાની બન્ને આંખો કમળ જેવી છે, અમૃતના સાર વડે ઘડેલી છે....' ઈત્યાદિ ઉપચારો-આરોપો તો છોડી જ દેવા. કારણ કે તે મહામોહને પેદા કરનારા
रा
છે. આ ક્રમથી મોક્ષમાર્ગે વધતાં અમર એવું સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય છે. આ અંગે ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે ‘નરક, તિર્યંચ, મનુષ્ય, દેવોની જેમ સિદ્ધિગતિમાં ફરીથી ભવભ્રમણ કરાવનાર મરણ આવતું નથી.' (૭/૫)
* ગ્રંથકારસંમત ‘ઉપચાર’પદાર્થ
(૪૦) (વય.) અમે તો જણાવીએ છીએ કે પ્રસ્તુતમાં ‘ઉપચાર' શબ્દનો અર્થ છે વિશેષ પ્રકારનો સુ
આરોપ. જે જ્યાં ન હોય છતાં નિમિત્તવશ અને પ્રયોજનવશ અપેક્ષાવિશેષના સહકારથી તેનો ત્યાં આરોપ કરવો તે અહીં ‘ઉપચાર' શબ્દનો અર્થ જાણવો.
તા.
(૬.) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં છંદભંગ થાય છે. તેની વાચકવર્ગે નોંધ લેવી.
र्णि
स