________________
/૪
८३१
___० गुण-गुण्यादिभेदसिद्धिः . (२) जीवद्रव्यस्य सङ्ख्या अनन्ता, ज्ञानगुणस्य च ततोऽप्यनन्तगुणा सङ्ख्या, घटादिविषयभेददर्शनाधुपयोगभेद-स्थितिसमाप्ति-मत्यादिप्रकारप्रभृतिभेदैः प्रतिजीवं ज्ञानानन्त्योपगमात् । __(३) चतुर्भिः षड्भिः सप्तभिः अष्टभिः नवभिः दशभिः वा प्राणैः जीवति जीविष्यति रा अजीवदिति जीवद्रव्यलक्षणम्। ज्ञायते पदार्थोऽनेनेति ज्ञानमिति ज्ञानगुणलक्षणम् ।
(४) जीवद्रव्यस्य बन्ध-मोक्षादिपर्यायैः अविनश्वररूपेण परिणमनं प्रयोजनम् । ज्ञानगुणस्य पुनः । प्रतिसमयं मोक्षमार्गे आत्माऽभिसर्पणं प्रयोजनम् ।
(५) जीवद्रव्यस्य कार्यं परस्परोपग्रहः । ज्ञानगुणस्य कार्यं तु पदार्थपरिच्छित्तिमात्रमेव। (६) जीवद्रव्यस्य नित्यत्वान्न किमपि कारणम् । ज्ञानगुणस्य पुनरुपादानकारणं जीव एव। णि (७) जीवद्रव्यस्याधिकरणं देहादि । ज्ञानगुणस्याधिकरणं तु जीवद्रव्यमेव अविष्वग्भावसम्बन्धेन । का (८) जीवद्रव्यस्य द्वि-त्रिप्रभृति - त्रिषष्ट्युत्तरपञ्चशतपर्यवसानाः प्रकाराः। ज्ञानगुणस्य पुनः
(૨) જીવ દ્રવ્યની સંખ્યા અનંત છે. જ્ઞાનગુણ તો જીવ કરતાં પણ અનંતગુણ છે. કારણ કે પ્રત્યેક જીવમાં અનંતા જ્ઞાન ઉત્પન્ન થાય છે. આવું જૈન શાસ્ત્રકારોએ સ્વીકારેલ છે. (#) ઘટ-પટ વગેરે વિષય બદલાય એટલે જ્ઞાન બદલાય છે. (g) જ્ઞાન-દર્શનસ્વરૂપ ઉપયોગ બદલાય એટલે જ્ઞાન બદલાય છે. (જ) પોતાનો સમય (અંતર્મુહૂર્ત વગેરે કાળ) પૂર્ણ થાય એટલે જ્ઞાન બદલાય છે. (૫) જ્ઞાનના પ્રકાર બદલાય તો પણ જ્ઞાન બદલાય છે. જેમ કે મતિ ઉપયોગમાંથી જીવ શ્રુત ઉપયોગમાં આવે એટલે જૂનું જ્ઞાન નાશ પામે, નવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રત્યેક જીવમાં અનંતા જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેવું જૈન આગમમાં પ્રસિદ્ધ છે.
(૩) “ચાર, છ, સાત, આઠ, નવ કે દશ પ્રાણોથી જે જીવે છે, જીવવાના હોય, જીવ્યા હોય તેને જીવ કહેવાય' - આ પ્રમાણે જીવનું લક્ષણ છે. જેના દ્વારા પદાર્થ જણાય તેને જ્ઞાન કહેવાય છે - આ મુજબ જ્ઞાનનું લક્ષણ છે. આમ જ્ઞાનગુણના અને જ્ઞાનીના = ગુણીના લક્ષણ જુદા હોવાથી પણ વા તે બન્ને વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
(૪) જ્ઞાન અને આત્મા વચ્ચે ભેદ હોવાનું એક કારણ એ પણ છે કે તે બન્નેના પ્રયોજન જુદા સ જુદા છે. બંધ-મોક્ષ વગેરે પર્યાયો દ્વારા અવિનાશીરૂપે પરિણમવું તે આત્મદ્રવ્યનું પ્રયોજન છે. જ્ઞાન ગુણનું પ્રયોજન છે પ્રતિસમય આત્માને મોક્ષમાર્ગે આગળ ધપાવવો.
(૫) જીવનું કાર્ય છે પરસ્પર અનુગ્રહ કરવો તે. જ્યારે જ્ઞાનગુણનું કાર્ય છે ફક્ત પદાર્થના સ્વરૂપનો યથાવત્ પ્રકાશ = નિશ્ચય. આમ જ્ઞાન અને આત્મા બન્નેના કાર્ય જુદા-જુદા હોવાથી પણ તે બન્ને જુદા છે.
(૬) આત્મદ્રવ્ય નિત્ય હોવાથી તેનું કોઈ પણ કારણ નથી. જ્યારે જ્ઞાનગુણનું ઉપાદાનકારણ તો જીવ જ છે. આ દૃષ્ટિએ પણ ગુણ-ગુણીનો ભેદ સિદ્ધ થાય છે.
(૭) જીવદ્રવ્યનું અધિકરણ શરીર વગેરે છે. જ્યારે જ્ઞાનગુણનું અધિકરણ તો અવિષ્પગુભાવસંબંધથી જીવદ્રવ્ય જ છે. આમ અધિકરણભેદથી પણ આત્મા અને જ્ઞાન વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
(૮) જીવદ્રવ્યના સંસારી અને મુક્ત - એમ બે ભેદ થાય છે. અથવા અભવ્ય, ભવ્ય અને