________________
० गुणशोधनविमर्शः ।
८२७ व्याख्यातम्, ज्ञानाऽशुद्धत्वानुल्लेखेन शुद्धसद्भूतव्यवहारोपनये तत्समावेशसम्भवात् ।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नश्वरसंसाराऽसारताऽवबोधाद् विरक्तो भवभीतश्च मुमुक्षुः शाश्वततत्त्वान्वेषणपरो गुरुगमतः स्वकीय-शाश्वत-शुद्धकेवलज्ञानादिगुणवैभवं विज्ञाय शक्तिरूपेण । स्वात्मनि अवस्थिततया सद्भूतान् क्षायिकगुणान् प्रकटयितुं शास्त्रविहितात्मनिरीक्षणाद्यभ्यन्तरप्रयोगादौ । संवेगसारं प्रवर्तते । अशुद्धत्वेऽपि सद्भूततया स्वकीयमतिज्ञानादिलक्षणक्षायोपशमिकचेतना तादृशप्रयोग- श शालेत्यवगम्य विरक्ततया अन्तर्मुखीभूय अशुद्धिप्रक्षयाय प्रकृष्टशुद्धिसमुपलब्धये च सर्वदा प्रयतते । क इत्थं मुमुक्षुः गुणान् शोधयति । થઈ જાય છે. સદભૂત વ્યવહાર સામાન્યમાં તેનો સમાવેશ કરવામાં વિભાગન્યૂનતા જણાતી હોય તો શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનયમાં તેનો સમાવેશ થઈ શકશે. કારણ કે પાર્થસારથિ મિશ્રજીએ પણ જ્ઞાનગુણની અશુદ્ધિને દર્શાવનાર કોઈ પણ શબ્દનો ત્યાં ઉલ્લેખ કરેલો નથી.
સ્પષ્ટતા:- જૈનદર્શન ગુણ-ગુણીમાં ભેદભેદ માને છે. તેમ મીમાંસકદર્શન પણ ગુણ-ગુણીમાં ભેદભેદ માને છે. ન્યાયરત્નાકર વિવરણમાં “ઇથષ્યિ' શબ્દનો પ્રયોગ થયેલ છે. તે પણ અત્યંત નોંધપાત્ર બાબત છે. સર્વથા ભેદનો તેના દ્વારા વ્યવચ્છેદ કરવામાં આવે છે. જ્યાં ગુણની શુદ્ધિ-અશુદ્ધિનો ઉલ્લેખ શબ્દત કરવામાં આવેલ ન હોય તથા અન્ય દ્રવ્યના ઉલ્લેખ વિના ગુણ-ગુણીમાં ભેદનો નિર્દેશ ષષ્ઠી વિભક્તિ વગેરે દ્વારા કરવામાં આવેલ હોય તે વાક્યને પારિશેષ ન્યાયથી “શુદ્ધ સદ્ભુત વ્યવહાર ઉપનય' તરીકે સ્વીકારવું ઉચિત જણાય છે.
| સદ્ભુત વ્યવહાર ઉપનયનું પ્રયોજન - આધ્યાત્મિક ઉપનય :- “સંસાર, સાંસારિક પદાર્થો અનિત્ય છે, અસાર છે' - એવું જાણીને સાધક છે વિરક્ત બને છે. બિહામણા સંસારનો તેને ભય લાગે છે. ‘વિરાટ સંસારમાં પરમાર્થથી પોતાનું કોઈ ? પણ નથી” - આ ખ્યાલથી તેને કર્મના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પ્રગટે છે. તે દિશામાં મુમુક્ષુને શાશ્વત તત્ત્વની પરમાર્થથી ગરજ ઊભી થાય છે. શાશ્વત તત્ત્વની ખોજમાં ખોવાયેલો સાધક ગુરુગમથી રી પોતાના શાશ્વત અને શુદ્ધ એવા કેવલજ્ઞાનાદિ ગુણવૈભવને જાણે છે. “શક્તિસ્વરૂપે પોતાના આત્મામાં રહેલા હોવાથી ક્ષાયિક ગુણો સદ્દભૂત છે, વાસ્તવિક છે. ફક્ત તેને પ્રગટ કરવાની જરૂર છે, આવરણને હટાવવાની આવશ્યકતા છે' - આ પ્રમાણે જાણીને શુદ્ધ આત્મગુણો પ્રગટ કરવા માટે તે સાધક મુમુક્ષુ આત્મનિરીક્ષણ-તત્ત્વપરીક્ષણ વગેરે શાસ્ત્રોક્ત અભ્યત્તર પ્રયોગોને વિશે ઝળહળતા સંવેગથી પ્રવર્તે છે. મતિજ્ઞાન વગેરે ક્ષાયોપથમિક ગુણો અશુદ્ધ હોવા છતાં પણ સભૂત છે, વાસ્તવિક છે. તેથી જ “મતિજ્ઞાન આદિ સ્વરૂપ પોતાની ચેતના એ આત્મનિરીક્ષણ વગેરે પ્રયોગો કરવાની શાળા છે' - એવું જાણીને મુમુક્ષુ મતિજ્ઞાનાદિસ્વરૂપ ઉપયોગાત્મક પ્રયોગશાળામાં, વૈરાગી હોવાથી અંતર્મુખ બનીને, પોતાના ઉપયોગની અશુદ્ધિનો પૂર્ણતયા ક્ષય કરવા માટે તથા પ્રકૃષ્ટ શુદ્ધિની સમ્યક્ પ્રાપ્તિ માટે સર્વદા પ્રયાસ કરે છે. આ રીતે તે ગુણોને શુદ્ધ કરે છે.