________________
• પ્રસ્તાવના
11
• દ્રવ્ય-ગુણ-પર્યાય - દ્રવ્ય શબ્દ તદ્ધિત પ્રત્યયોથી અને કૃત પ્રત્યયોથી પણ બને છે. તુ = ઝાડ. ઝાડનો વિકાર કે અવયવ અર્થમાં + ય = દ્રવ્ય.
+ ય = ભાવિ ગુણોના આધાર અર્થમાં પણ ‘દ્રવ્ય શબ્દ વપરાય છે. ગત્યર્થક ૮ + કર્માર્થક ય = દ્રવ્ય કૃદંત શબ્દ બને છે. = પ્રાપ્તિ યોગ્ય.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ પ્રમાણ મીમાંસા (પૃ.૨૪) માં વૃત્ પ્રત્યયથી “દ્રવ્ય શબ્દસિદ્ધિ કરી છે.
દ્રવ્યની વ્યાખ્યા તત્ત્વાર્થ ભાષ્ય (અ.૫ | સૂત્ર ૨૯, ૩૦, ૩૭) અને વિશેષાવશ્યકભાષ્ય (ગા.૨૮) માં જોવા મળે છે. તેવી વ્યાખ્યા પાતંજલ મહાભાષ્ય (પૃ.૫૮), યોગસૂત્રના વ્યાસભાષ્ય (૩.૧૧), શ્લોકવાર્તિક (વ.ના શ્લો.૨૧,૨૨) વગેરેમાં પણ જોવા મળે છે.
સિદ્ધસેન દિવાકરજીએ ગુણ અને પર્યાયને અભિન્ન માન્યા છે. એમણે દલીલ કરી છે કે ગુણ અને પર્યાય જો ભિન્ન હોય તો ભગવાનની દેશના દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે જ પ્રકારની નહીં પણ ગુણાર્થિક એવા ત્રીજા પ્રકારની પણ હોવી જોઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી પણ દિવાકરજીને અનુસર્યા છે.
જો કે - ઉત્તરાધ્યયન (૨૮/૧૩), તત્ત્વાર્થસૂત્ર (૫/૩૭) પ્રમાણનયતત્તાલોક ૫/૭-૮) વગેરેમાં ગુણ-પર્યાય વચ્ચે ભેદ બતાવાયો છે. દિગંબર પરંપરામાં પણ કુંદકુંદાચાર્ય, પૂજ્યપાદ, વિદ્યાનંદ વગેરે પણ બન્ને વચ્ચે ભેદ સ્વીકારે છે.
જ્યારે શ્વેતાંબર પરંપરામાં આ. હરિભદ્રસૂરિજી, તત્ત્વાર્થસૂત્રના ટીકાકાર સિદ્ધસેનગણીજી, દિગંબર પરંપરાના અકલંક, અમૃતચન્દ્ર આદિ વિદ્વાનોએ ગુણ-પર્યાય વચ્ચે ભેદભેદ માન્યો છે. (આ બાબતે સંદર્ભ સાથે વધુ જાણવા પં. સુખલાલજી સંપાદિત સન્મતિટીકા પૃ.૬૩૧ ટિ.૪ જોવું.)
ઉપા. યશોવિજયજી ગુણ-પર્યાય વચ્ચે અભેદ મતના પુરસ્કર્તા રહ્યા છે.
દ્રવ્ય અને ગુણ પરસ્પર ભિન્ન કે અભિન્ન એ ચર્ચામાં વિવિધ દર્શનકારોએ પોતપોતાના અભિપ્રાયો બતાવેલા છે.
ન્યાય, વૈશેષિક વગેરે દર્શનો ભેદ પક્ષને સ્વીકારે છે. સાંખ્ય, વેદાંત વગેરે અભેદ સ્વીકારનારા છે. પાતંજલ મહાભાષ્ય (પ.૧, પૃ.૧૧૯) માં પણ દ્રવ્ય-ગુણના ભેદભેદની વિશદ ચર્ચા મળે છે.
• ‘કાળ-દ્રવ્ય છે. કાળ સ્વતંત્ર દ્રવ્ય છે કે નહીં એ પ્રશ્ન વૈદિક અને (શ્વેતાંબર) જૈન દર્શનમાં બે વિચારધારા ચાલે છે. વૈશેષિક દર્શન (અ.૨, આ.૨, સૂત્ર ૬-૧૦) અને ન્યાયદર્શન કાળને સર્વવ્યાપી સ્વતંત્ર દ્રવ્ય માને છે.
દિગંબર જૈનો પણ કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે જ માને છે. જ્યારે શ્વેતાંબર પરંપરામાં બન્ને મતો જોવા મળે છે. ૧. આધાર : “ન સૌર ચિંતન' (પૃ.૧૪૩-૧૪૬.) ૨. આધાર : “વર્ણન મોર ચિંતન' (પૃ.૩૩૧-૪)