________________
७८१
૬/૨
० तत्त्वार्थश्लोकवार्तिकमतविद्योतनम् । यथोक्तं सर्वार्थसिद्धौ अपि “ऋजु = प्रगुणं सूत्रयति = तन्त्रयते इति ऋजुसूत्रः। पूर्वान् प परांस्त्रिकालविषयानतिशय्य वर्तमानकालविषयानादत्ते, अतीतानागतयोर्विनष्टानुत्पन्नत्वेन व्यवहाराभावात्। .. तच्च वर्तमान समयमात्रम् । तद्विषयपर्यायमात्रग्राही अयमृजुसूत्रः” (त.सू.१/३३ स.सि.वृ.) इति। तदुक्तं विद्यानन्दस्वामिना अपि तत्त्वार्थश्लोकवार्त्तिके नयविवरणे “ऋजुसूत्रं क्षणध्वंसि वस्तु सत् सूत्रयेद् ऋजु । म પ્રાધાન્યન કુળમાવાન્ દ્રવ્યસ્થાનત્ સત્ત:(ત.શ્નો.વા.ન.વિ.૭૬) તા
# દિગંબરમત મુજબ ઋજુસૂત્રનયનો પરિચય : (ચો.) દિગંબરોના ગ્રંથમાં પણ ઋજુસૂત્રનયનું નિરૂપણ ઉપલબ્ધ થાય છે. તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ નામની વ્યાખ્યામાં પણ જણાવેલ છે કે “ઋજુ = પ્રકૃષ્ટગુણવાળી = અર્થક્રિયાકારી વસ્તુને સરૂપે દર્શાવે, નિયંત્રિત કરે તે ઋજુસૂત્રનય કહેવાય. પૂર્વાપરકાલીન વિષયોને છોડી કેવલ વર્તમાનકાલીન વિષયોને ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે. અતીત વસ્તુ વિનષ્ટ થઈ ચૂકેલ છે તથા અનાગતકાલીન વસ્તુ હજુ સુધી ઉત્પન્ન થઈ નથી. તેથી અતીત, અનાગત વસ્તુથી કોઈ પણ લેવડ-દેવડ વગેરે વ્યવહાર થઈ શકતો નથી. તેથી વર્તમાનકાલીન જ વસ્તુ સત્ છે. વર્તમાન વસ્તુની સ્થિતિ કેવલ એક સમયની જ છે. તેથી એકસમયસ્થિતિક પર્યાય માત્રને આ ઋજુસૂત્રનય ગ્રહણ કરે છે.” દિગંબર આચાર્ય વિદ્યાનંદસ્વામીજીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિયવિવરણ નામના પ્રકરણમાં જણાવેલ છે કે “ક્ષણધ્વંસી = ક્ષણિક વસ્તુ ઋજુ કહેવાય. ઋજુ વસ્તુને સત્ રૂપે જે નય જણાવે તે ઋજુસૂત્રનય કહેવાય. દ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ ઋજુસૂત્રનય તેની વિવક્ષા કરતો નથી. આમ દ્રવ્યને ગૌણ બનાવી ક્ષણિક પર્યાયને મુખ્યતયા દર્શાવનાર ઋજુસૂત્રનય જાણવો.”
સ્પષ્ટતા - મોટુ : તારી પાસે ૧૦૦ રૂપિયા છે ? પિન્દુ : હા. મોટુ : મને ૫૦ રૂપિયા આપીશ ? પિન્દુ : પણ આ રૂપિયા મારા મિત્રના છે, મારા નથી. મોટુ : તમે મીઠાઈવાળા છો ને ? પિન્ટ : હા. મોટુ : મને મીઠાઈ આપીશ ? પિન્ટ : મારી પાસે ગઈ કાલે મીઠાઈ હતી. અત્યારે નથી. મોટુ : તું ચશ્મીશ છે ને ? --- પિન્ટ : હા. મોટુ : મને તારા ચશ્મા આપીશ ? પિન્ટ : મારા જૂના ચશ્મા તૂટી ગયા છે. નવા ચશ્મા ખરીદવાના બાકી છે.
ઉપરોક્ત સંવાદમાં આપણે જોઈ શકીએ છીએ કે પિન્ટેના જવાબમાં વક્રતા રહેલી છે. પારકી, અતીત અને અનાગત વસ્તુનો સરૂપે સ્વીકાર કરવો તે ઋજુતા નથી, પણ વક્રતા છે. ઋજુસૂત્રનય આવી વક્રતા કરતો નથી. તે વર્તમાનકાલીન અને પોતાની માલિકીની વસ્તુને જ સત્ માને છે. કારણ