________________
૭ પ્રસ્તાવના ૭
9
અપ્રગટ, અનુપલબ્ધ, ઉપલબ્ધ બધી રચનાઓના નામ છે. હિન્દીમાં માત્ર પદ્યરચનાઓ જ મળે છે. બાકી ત્રણેય ભાષામાં ગદ્ય-પદ્ય બન્નેમાં રચનાઓ છે.
♦ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ -
મહોપાધ્યાયજીની આ કૃતિ અનેક રીતે અનોખી છે. સામાન્ય રીતે રાસ સાહિત્યમાં કોઈને કોઈ કથાની ગૂંથણી હોય છે. જ્યારે આ રાસમાં દાર્શનિક બાબતો આવરી લેવાઈ છે. પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથો ઉપર ગુજરાતીમાં ટબા વગેરે સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં રચાયું છે. પરંતુ ગુજરાતી કૃતિ ઉપરથી સંસ્કૃતમાં રૂપાંતર થયું હોય એવો આ એકમાત્ર ગ્રંથ છે.
તપાગચ્છના વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના આધારે ‘દ્રવ્યાનુયોગ તર્કણા' ની રચના વિ.સં. ૧૭૮૫-૧૮૦૯ દરમ્યાન કરી છે.
આ રાસની ૧૭ મી ઢાળની ૯ મી અને ૧૦ મી કડીમાં ગુરુ નયવિજય મ. એ સ્વસમય -પરસમયના અભ્યાસ માટે પોતાને કાશી મોકલ્યાની અને ગુરુકૃપાથી ચિંતામણિ ગ્રંથ ભણ્યાની વાત જણાવી છે.
વિ.સં. ૧૭૧૧ ના સિદ્ધપુરમાં રચાયેલા આ ગ્રંથનો પ્રથમાદર્શ કર્તાના (મહોપાધ્યાયજીના) ગુરુ પૂ. નયવિજયજી મ.સા.એ કર્યો છે. તેમાં અંત ભાગે તેઓએ જણાવ્યું છે કે “શ્વેત શ્યમારારજોડય પ્રગ્ન્યઃ” શિષ્યોએ ગુરુના ગ્રંથના પ્રથમાદર્શ લખ્યા હોય એવા ઘણાં ગ્રંથો છે. પણ શિષ્યના ગ્રંથની નકલ ગુરુ કરે એ વિરલ ઘટના છે.
પ્રસ્તુત રાસમાં પ્રસંગે પ્રસંગે નૈયાયિક, યોગાચાર આદિ અન્ય દર્શનીઓની સમાલોચના સાથે દિગંબર જૈનોના મતની પણ સમાલોચના, ખંડન અને મંડન છે. એટલું જ નહીં, શ્વેતાંબર પરંપરાના મહાન દિગ્ગજ આચાર્યો સિદ્ધસેનદિવાકરસૂરિ અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવાના નયોની સંખ્યા બાબતના મતભેદોની પણ ચર્ચા છે.
ષદ્રવ્યની ચર્ચા પ્રસંગે કાળદ્રવ્ય વિષે બે ભિન્ન વિચારધારાની વાત વિચારી છે. દિગમ્બર માન્યતાનો યોગશાસ્ત્રના આંતરશ્લોકમાં સ્વીકાર થયો છે. તથા ધર્મસંગ્રહણિમાં ઉભયમતનો ઉલ્લેખ થયો છે વગેરે બાબતો સ્પષ્ટ કરી છે.
રાસમાં નામોલ્લેખ કરાયેલા ૨૦ જેટલા ગ્રંથોની અકારાદિ સૂચિ યશોદોહનમાં અપાઈ છે. નવમી ઢાળના પાંચમી કડીના ટબામાં નવ્યન્યાયની છાંટ જોવા મળે છે.
દ્રવ્યાનુયોગનું મહત્ત્વ •
“વિના દ્રવ્ય અનુયોગ વિચાર, ચરણ-કરણનો કો નહીં સાર"
દ્રવ્યાનુયોગનો મહિમા જિન-પ્રવચનમાં ઘણો બધો વર્ણવ્યો છે. મહોપાધ્યાયજીએ ઉપરોક્ત પંક્તિમાં આ મહિમાને સરસ વાચા આપી છે.
ષદ્રવ્યનું વિવેચન આગમ અને પ્રકરણ સાહિત્યમાં અનેક સ્થળે જોવા મળે છે. પરંતુ ષદ્રવ્યને દાર્શનિક દૃષ્ટિકોણથી ચર્ચી અન્ય દર્શનોના મતનું નિરૂપણ અને તેના ખંડન પૂર્વક ષદ્રવ્યનું વિવેચન