________________
० सत्त्वं न द्रव्यत्वम् ।
७५९ वान्तरसामान्यरूपत्वात् ।
न हि सत्त्वमेव द्रव्यत्वम्, द्रव्यत्वस्य सत्त्वन्यूनवृत्तित्वात्, द्रव्यत्व-गुणत्व-पर्यायत्वानां सत्ताव्याप्यत्वेन प सम्मतत्वादिति भावः।
न च “उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सद्” (त.सू.५/२९) इति तत्त्वार्थसूत्रेण द्रव्यत्वलक्षणमेव सत्त्वमभिहितमिति वाच्यम्,
तस्य उत्पादादित्रितययुक्तत्वरूपेण वस्तुसत्त्वप्रतिपादनपरत्वात्, द्रव्य इव गुणादौ अपि । उत्पादादिभावात्, द्रव्यत्वं विनाऽपि सत्त्वभावाच्च न द्रव्यत्व-सत्त्वयोः ऐक्यमिति सिद्धम्। क ___ एतावता “शुद्धद्रव्यं सन्मात्रम् अभिमन्यमानः परसङ्ग्रहः” (प्र.न.त.७/१५) इति प्रमाणनयतत्त्वा- र्णि लोकालङ्कारसूत्रमपि व्याख्यातम्, तत्र द्रव्यपदस्य वस्तुपरत्वात् । अत एव तत्र “विश्वमेकं सदविशेषात्” .. (प्र.न.त.७/१६) इत्येवं सामान्यसङ्ग्रहाऽपराऽभिधानपरसङ्ग्रहनयोदाहरणमुपदर्शितम्, न तु 'द्रव्यमेकं નામના ધર્મની અપેક્ષાએ દ્રવ્યત્વ નામનો ગુણધર્મ પણ અવાજોરસામાન્ય જ છે. તેથી અવાન્તરસામાન્યવિષયક હોવા માત્રથી નયમાં સંગ્રહપણાનો ઉચ્છેદ માનવો વ્યાજબી નથી.
( દિ.) પ્રસ્તુતમાં સત્ત્વ = સત્તા એ જ દ્રવ્યત્વ નથી. કારણ કે સત્તા કરતાં દ્રવ્યત્વ એ ન્યૂનવૃત્તિ = વ્યાપ્ય છે. શાસ્ત્રમાં દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ સત્તાના વ્યાપ્યસ્વરૂપે માન્ય છે.
શંકા :- (ર ઘ) તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત હોય તે સત્ કહેવાય - આવું કહેવા દ્વારા દ્રવ્યત્વનું લક્ષણ જ સૂચિત કરેલ હોય તેમ જણાય છે. કારણ કે દ્રવ્યમાં જ ઉત્પાદાદિ ત્રણ થતા હોય છે. તેથી ઉત્પાદાદિ ત્રણથી યુક્તતા એ જ સત્ત્વ = દ્રવ્યત્વ છે - એમ ફલિત થાય છે.
જ ઉત્પાદાદિ ગુણાદિમાં પણ અબાધિત 8 સમાધાન :- (તરા) ના. તમારી વાત વ્યાજબી નથી. કારણ કે “ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુ¢ સ” આવું ! તત્ત્વાર્થાધિગમસૂત્ર “વસ્તુની સત્તા ઉત્પાદાદિ ત્રણથી યુક્ત હોવા સ્વરૂપે છે' - આ મુજબ પ્રતિપાદન કરવામાં તત્પર છે. ઉત્પાદાદિ ત્રણ જેમાં ન હોય તે સત્ ન હોય. ઉત્પાદાદિ ત્રણ જેમાં હોય તે સ જ સત્ હોય. આથી “વસ્તુનું અસ્તિત્વ = સત્ત્વ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવિશિષ્ટતસ્વરૂપે જ હોય છે' - આવું જણાવવાનું તે સૂત્રનું તાત્પર્ય છે. કારણ કે માત્ર દ્રવ્યમાં જ ઉત્પાદાદિ થાય છે - તેમ નથી. દ્રવ્યની જેમ ગુણમાં અને પર્યાયમાં પણ ઉત્પાદ-વ્યયાદિ થાય જ છે. જ્યાં દ્રવ્યત્વ નથી, ત્યાં પણ સત્ત્વ રહે છે. માટે ‘દ્રવ્યત્વ અને સત્ત્વ - આ બન્ને એક નથી પણ અલગ છે' - તેમ સિદ્ધ થાય છે.
(ત્તાવા.) ઉપરોક્ત વિચાર-વિમર્શના આધારે પ્રમાણનયતત્તાલોકાલંકાર નામના ગ્રંથના એક સૂત્રની પણ વ્યાખ્યા થઈ જાય છે. તે ગ્રંથમાં જણાવેલ છે કે “શુદ્ધ દ્રવ્યને કેવળ સત્ સ્વરૂપે માનનાર અભિપ્રાયવિશેષને પરસંગ્રહનય તરીકે જાણવો.” અહીં ‘દ્રવ્ય' પદ વસ્તુબોધક છે. એટલે તે સૂત્રનો અર્થ એમ થશે કે “શુદ્ધ વસ્તુને કેવળ સ્વરૂપે માનનાર અભિપ્રાયવિશેષને પરસંગ્રહનય તરીકે જાણવો.” તેથી ઉપરોક્ત સૂત્રથી “શુદ્ધ દ્રવ્યત્વ = સત્ત્વ' આવું ફલિત થતું નથી. તેથી જ તે ગ્રંથમાં પરસંગ્રહ