________________
૬/૨૦ • सामुदयिकोत्पादविमर्श: 0
७४७ तत्तु स्थूलव्यवहारैकान्ताभिनिवेशविजृम्भितम्, नयविशेषेणैकदा एकत्र काल्यस्पर्शस्य सर्व-प शिष्टसम्मतत्वात्, ____ अन्यथोत्पत्तिकाले उत्पन्नत्वप्रत्ययस्य भ्रान्तत्वापत्तेः, सामुदयिकोत्पादे स्थूलकालभाविनि ऐकत्विकोत्पादानां सूक्ष्मकालस्पर्शिनां त्रैकाल्यस्पर्श तु न काचिदनुपपत्तिरिति वक्ष्यते नवम्यां शाखायाम् । (९/२०)। न चोत्पत्तिकाले वस्तुनि उत्पन्नत्वमस्ति वर्तमानपाककाले च तन्दुलेषु पक्वत्वं नास्तीत्यत्र श
સ્પષ્ટતા - ક્રિયાનો પ્રારંભ થયો ન હોય પરંતુ ક્રિયા થવાની હોય તો તે ક્રિયાને ભવિષ્યકાલીન એટલા માટે કહેવામાં આવે છે કે પ્રથમ ક્રિયાનો પ્રાગભાવ ત્યાં વિદ્યમાન છે. ક્રિયાની ઉત્પત્તિ પૂર્વે તેનો જે અભાવ હોય તેને તે ક્રિયાનો પ્રાગભાવ કહેવાય. તથા ક્રિયા સંપૂર્ણ થઈ જાય એટલે તે ક્રિયાને અતીત ક્રિયા એટલા માટે કહેવામાં આવે છે કે ચરમ ક્રિયાનો ધ્વંસ ત્યાં વિદ્યમાન છે. રસોઈયો જ્યારે ચોખાને પકાવી રહ્યો હોય ત્યારે આદ્ય પાક ક્રિયાનો પ્રાગભાવ નષ્ટ થઈ ચૂકેલ હોવાથી પાકક્રિયામાં ભવિષ્યકાલીનત્વ વિદ્યમાન નથી. તેથી તેવા સ્થળે “પતિ’ આ પ્રમાણે અનાગતકાળવાચક પ્રત્યયથી ઘટિત વાક્યપ્રયોગ થઈ શકતો નથી. તેમ જ ચોખાને પકાવવાની ક્રિયા ચાલુ હોવાથી ચરમ પાકક્રિયાનો ધ્વસ ત્યાં ઉત્પન્ન થયેલ નથી. તેથી ચરમપાકક્રિયાધ્વસ સ્વરૂપ અતીતત્વ પણ ત્યાં વિદ્યમાન નથી. આ કારણસર “સાક્ષી” આ પ્રમાણે અતીતકાળવાચક પ્રત્યયથી ઘટિત વાક્યપ્રયોગ પણ તેવા સ્થળે થઈ શકતો નથી. પરંતુ “પતિ’ આટલો જ વાક્યપ્રયોગ તેવા સ્થળે થઈ શકે છે. આમ “પતિ, ન તુ કપાલીતુ, ન વા પક્ષ્યતિ' - આ પ્રમાણેનો વાક્યપ્રયોગ તેવા સ્થળે યોગ્ય માનવો જરૂરી છે. આ આ પ્રમાણે નૈયાયિકોનું મંતવ્ય છે.
જ નૈયાયિકમતમાં સ્કૂલ વ્યવહારનો એકાંત . જૈન :- (તા.) નૈયાયિકે ઉપર જે વાત જણાવી છે તે સ્થૂળ વ્યવહારના એકાંત આગ્રહનો વિલાસ 1 છે. કારણ કે વિશેષ પ્રકારના નયની અપેક્ષાએ એક જ સમયે એક જ ક્રિયામાં ત્રણેય કાળનો સંબંધ સર્વ શિષ્ટ પુરુષોને સંમત છે. મતલબ કે સ્થૂળ કાળની અપેક્ષાએ જે ક્રિયા વર્તમાનકાલીન છે, તે ક્રિયાનું સૂક્ષ્મકાળની અપેક્ષાએ વિભાજન કરવામાં આવે તો તે ક્રિયાનો પૂર્વ અંશ અતીત છે અને ઉત્તર અંશ અનાગત છે. તેથી કાળગત સૂક્ષ્મતાની અને સ્થૂલતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો એક જ ક્રિયામાં અતીત-અનાગત-વર્તમાન ત્રણેય કાળનો સંબંધ માન્ય બને છે. તેથી તેવા સ્થળે ઉપરોક્ત વિવિધ અપેક્ષાથી પતિ, સાક્ષીત્ તથા પતિ આવો વચનપ્રયોગ વ્યાજબી જ છે – તેવું સિદ્ધ થાય છે.
એકીસાથે ઐકાવ્યસંબંધ સંમત પર (સચો.) જો ક્રિયાનો સંબંધ એકીસાથે અનેક કાળની સાથે માન્ય કરવાને બદલે ફક્ત એક જ કાળ સાથે ક્રિયાનો સંબંધ માન્ય કરવામાં આવે તો વસ્તુ જ્યારે ઉત્પદ્યમાન હોય ત્યારે તેને ઉદેશીને ઉત્પન્નપણાની જે બુદ્ધિ થાય છે તેને ભ્રાન્ત માનવાની આપત્તિ આવશે. “ઉત્પમાનમ્ ઉત્પન્નમ્, છિદ્યમાન છિન્ન”, મદ્યમાનં મિત્ર....' ઇત્યાદિ પ્રતીતિ અને વ્યવહાર પ્રામાણિક છે. આ વાત આપણે હમણાં જ ભગવતીસૂત્રના સંદર્ભ દ્વારા સમજી ગયા છીએ. તેથી તેવી પ્રતીતિને બ્રાન્ત માનવાની આપત્તિ ઈષ્ટાપત્તિરૂપે માન્ય કરવી વ્યાજબી નથી. સ્થૂલકાળભાવી સામુદાયિક ઉત્પત્તિક્રિયામાં સૂક્ષ્મકાળસ્પર્શી