SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ७४२ • वर्तमानक्रियायां त्रैकाल्यस्पर्शः ० ૬/૨૦ यौक्तिकमेव । अतः तादृशस्थले कालसौक्ष्म्यमपेक्ष्याऽतीतक्रियामादाय ‘अपाक्षीत्', अनागतक्रियामुपादाय ‘पक्ष्यति', वर्त्तमानक्रियामुद्दिश्य ‘पचति' इति स्थूलकालमपेक्ष्य तु वर्तमानपाकक्रियां समुपादाय केवलं ‘पचति' इति प्रयोगः सम्भवत्येव, तथैव अनारोपितस्य प्राज्ञलोकव्यवहारस्याऽप्यविगानेनोपलब्धेः इति श्वेताम्बरमतम् । इदमत्राकूतम् - (A) वर्त्तमाननैगमनयो दशक्षणव्यापके पाकक्रियासन्ताने वर्तमानत्वमारोप्य स्थूलकालापेक्षया ‘पचति' इत्येव व्यवहरति । दशक्षणव्यापिनि पाकक्रियाप्रबन्धे सति (B) कालसौक्ष्म्यग्राही नयस्तु (१) पञ्चमक्षणावच्छेदेन आद्यक्षणचतुष्टयाऽपेक्षया ‘अपाक्षीद्' इति प्रयोगम्, (२) ण पञ्चमक्षणविवक्षया ‘पचति' इति प्रयोगम्, (३) अन्त्यक्षणपञ्चकाऽर्पणया च ‘पक्ष्यति' इति व्यवहारं करोति । (C) वक्ष्यमाणश्रीभगवतीसूत्रसन्दर्भानुसारेण तु पञ्चमक्षणावच्छेदेन पञ्चमक्षणमुद्दिश्य 'पचती'तिवद् ‘अपाक्षीद्' इति व्यवहारोऽप्यनाविल एव, ‘पच्यमानं पक्वमिति न्यायेन । -જુદા નયની અપેક્ષાએ ત્રણેય કાળ સાથે તે ક્રિયા સંકળાયેલી છે' - આમ માનવું યુક્તિસંગત જ છે. તેથી ચોખાને પકવવાનો પ્રયત્ન રસોઈઓ કરી રહ્યો હોય તેવા સ્થળે (A) કાળની સૂક્ષ્મતાની અપેક્ષાએ અતીત પાકક્રિયાને લઈને “પક્ષી” આવો વચનપ્રયોગ તથા અનાગત પાકક્રિયાને લઈને ‘સ્થતિ’ આ મુજબ શબ્દપ્રયોગ તેમજ વર્તમાન પાકક્રિયાને ઉદ્દેશીને “પતિ’ આવો વાક્યપ્રયોગ સંભવી શકે છે. તથા (B) સ્થૂળકાળની અપેક્ષાએ વર્તમાન પાકક્રિયાને લઈને ફક્ત “પત્તિ’ આ પ્રમાણે પદપ્રયોગ સંભવી શકે જ છે. કારણ કે તે પ્રમાણે જ નિર્વિવાદપણે નિરુપચરિત પ્રાજ્ઞજનવ્યવહાર પણ ઉપલબ્ધ થાય | છે. તેથી સ્થૂલ અને સૂક્ષ્મ કાળની અપેક્ષાએ ત્રણેય પ્રકારના ઉપરોક્ત વાક્યપ્રયોગ સાચા ઠરી શકે છે. આ પ્રમાણે શ્વેતાંબરોનો મત છે. જ પાકક્રિયામાં પાંચ પ્રકારની વિવેક્ષા છે. ) અહીં આશય એ છે કે (A) દશ ક્ષણ સુધી સતત ચોખાને રાંધવાની ક્રિયા જે સ્થળે થતી ન હોય તે સ્થળે વર્તમાનનૈગમનય દશક્ષણવ્યાપક પાકક્રિયાસમૂહમાં વર્તમાનપણાનો આરોપ કરીને સ્થૂલકાળની અપેક્ષાએ “પતિ’ આ પ્રમાણે જ વાક્યપ્રયોગ કરે છે. પરંતુ દશક્ષણવ્યાપક પાકક્રિયાસમૂહ હોય ત્યારે (B) કાલગત સૂક્ષ્મતાને પકડનારો નય તો (૧) પ્રથમ ચાર ક્ષણની અપેક્ષાએ પાંચમી ક્ષણે “પક્ષી” - આવો વાક્યપ્રયોગ કરશે. તથા (૨) પાંચમી ક્ષણની અપેક્ષાએ “પત્તિ' - આવા પ્રયોગને ત્યારે કરશે. તથા (૩) છેલ્લી પાંચ ક્ષણોની અપેક્ષાએ “પસ્થતિ’ - આવા વાક્યપ્રયોગને પણ ત્યારે તે કરશે. આ પ્રમાણે કાલસૂક્ષ્મતાગ્રાહક નય કાલભેદને સાપેક્ષ રહીને કાલત્રયગર્ભિત પાકક્રિયાને જણાવનાર વિવિધ વ્યવહાર કરે છે. (C) હમણાં દર્શાવવામાં આવશે તે ભગવતીસૂત્રના સંદર્ભ મુજબ તો, ઉપરોક્ત સ્થળે પાંચમી ક્ષણે પાંચમી ક્ષણને ઉદેશીને “પતિઆ વાક્યપ્રયોગની જેમ “પક્ષી” આવો વાક્યપ્રયોગ પણ નિર્દોષ જ છે. કેમ કે પકાવાઈ રહેલા ચોખા પાકી ગયા છે' - આ મુજબનો નિયમ ભગવતીસૂત્રસંમત છે. આ રીતે (A) (B) અને (C) વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા રહેલી છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy