________________
७३६
* भाविनैगमारोपितपर्यायः साम्प्रतं नास्ति
૬/૨
प
काष्ठाऽऽनयनाय वनगमनकाले बाह्यप्रस्थकस्य लेशतोऽप्यनिष्पन्नतया तत्र वर्त्तमाननैगमगोचरतायाः विरहात्, तदानीं प्रस्थकस्य भविष्यत्कालीनत्वेन भाविनैगमविषयताया एव तत्र न्याय्यत्वादिति दिक् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - हतोत्साहताऽऽवर्तनिमग्नसाधकोद्धारकृते आसन्नभाविसम्यग्दृष्टि -देशविरति-सर्वविरति-क्षपकश्रेणि-केवलित्वादिपर्यायेषु साधकदृष्टिं दीर्घकालं यावत् स्थापयति भाविनैगमनयः। ततश्चाऽऽराधनोत्साहप्राबल्यमुपजायते, अतिचाराश्च हीयन्ते । आसन्नभाविनीं सर्वदोषमुक्त -सकलगुणयुक्त-स्वकीयक्षायिकदशामादरेण आकलयन् आत्मार्थी कथं दम्भादिदोषाऽऽवर्तनिमग्नः स्यात् ? णि इत्थं भाविनैगमनयसहायेन आत्मार्थी निःशल्यनिरतिचाराऽऽराधनामार्गे सोत्साहतया द्रुतम् अभिसर्पति अपवर्गञ्चाऽऽसादयति कृत्स्नात्मस्वरूपलाभलक्षणम् । यथोक्तम् अकलङ्कस्वामिना सिद्धिविनिश्चये “આત્મત્તામં વિદુર્મોક્ષ નીવહ્યાડન્તર્નનક્ષયા” (સિ.વિ.૭/૧૧)તિ।।૬/॰ ।।
***<tug
悦
訂
.
તે બરાબર નથી. કારણ કે જંગલમાં લાકડું લેવા જતી વખતે બાહ્ય પ્રસ્થક લેશ પણ ઘડાયેલ નથી, આંશિક પણ નિષ્પન્ન નથી. તેથી વર્તમાનનૈગમમાં તેનો સમાવેશ થઈ ન શકે. આંશિક પણ અનિષ્પન્ન વસ્તુ વર્તમાનનૈગમનયનો વિષય બની ન શકે. ત્યારે પ્રસ્થક ભવિષ્યકાલીન હોવાથી ભાવિનૈગમનયની વિષયતા જ તે સ્થળે માનવી વ્યાજબી છે. મતલબ કે વનગમનકાલે પ્રસ્થક લેવા જાઉં છું' આ જવાબ ભાવિનૈગમનયનું ઉદાહરણ બને, વર્તમાનનૈગમનું ઉદાહરણ નહિ. આ દિગ્દર્શન મુજબ હજુ આગળ ઘણો ઊહાપોહ વિજ્ઞ વાચકવર્ગ કરી શકે છે.
-
/ ભાવિłગમ હતાશાને દૂર કરે
al
આધ્યાત્મિક ઉપનય :- હતાશાના કે નિરાશાના વમળમાં અટવાયેલા સાધકને તેમાંથી ઉગારવા માટે નજીકના ભવિષ્યમાં પ્રગટ થનારા સમ્યગ્દષ્ટ, દેશિવરિત, સર્વવિરતિ, ક્ષપકશ્રેણિ, કેવલીપણું, સિદ્ધત્વ વગેરે પર્યાય ઉપર ભાવિનૈગમનય સાધકની દૃષ્ટિ સ્થિર કરાવે છે. આસન્નકાલીન મુક્તિ વગેરે ઉપર નજર પહોંચવાથી સાધકને સાધનામાં પ્રાણ પૂરનારો ઉત્સાહ પ્રગટ થાય છે, સાધના ઘાલમેલ વિનાની થાય છે. નજીકના સમયમાં થનારી પોતાની સર્વદોષમુક્ત, સર્વગુણયુક્ત ક્ષાયિકદશાને અહોભાવથી નિહાળતો સાધક કઈ રીતે દંભ-બનાવટ-લુચ્ચાઈ વગેરેના વમળમાં ફસાઈ શકે ? આ રીતે ભાવિનૈગમનયની સહાયથી નિઃશલ્ય, નિરતિચાર સાધનામાર્ગે ઉત્સાહપૂર્વક આગળ વધીને આત્માર્થી ઝડપથી સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ સ્વરૂપ મોક્ષને મેળવે છે. અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચયમાં જણાવેલ છે કે ‘આંતરિક દોષોના સંપૂર્ણ ઉચ્છેદથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય તેને શાસ્ત્રકારો મોક્ષ સમજે છે.' (૬/૯) લખી રાખો ડાયરીમાં.....જ
• વાસના વસંતને વિખેરી પાનખર સર્જે છે. ઉપાસના પાનખરને વસંત બનાવે છે.