SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ६/९ * अंश - कात्स्यभ्यां समारोपस्याद्वादः *બહુશ્રુત ઇમ વિચારીનઈ તુમ્હે જોયઉ.* ૫૬/૯૫ इति यावत् तात्पर्यम् अत्र बहुश्रुतैः विज्ञेयम् । = ननु नैगमनयत्रितयभेदमध्ये को भेदः ? इति चेत् ? रा म श्रुणु, भूतनैगमे आरोप्यमाणः पर्यायः देशतः कार्त्स्न्येन वा प्रकटरूपेण वस्तुनि साम्प्रतकाले नास्ति एव किन्तु अतीतकाले आसीत् । भाविनैगमे तु समारोप्यमाणः पर्यायः साम्प्रतकाले देशतः कार्त्स्न्येन वा प्रकटरूपेण वस्तुनि नास्ति एव किन्तु अनागतकाले भविष्यति । साम्प्रतनैगमे तु समारोप्यमाणः पर्यायः यद्यपि साम्प्रतकाले द्रव्यसमूहात्मके वस्तुनि अंशतः अस्ति किन्तु कार्त्स्न्येन श कृत्स्नावयवापेक्षया नास्ति, तथापि प्रयोजनवशात् स तत्र कार्त्स्न्येन समारोप्यते । अयमाशयः :- क साम्प्रतनैगमे समारोप्यमाणः पर्यायः साम्प्रतं राशिगतानां सर्वद्रव्याणां केषुचिद् अवयवेषु सिद्धः केषुचिच्च अवयवेषु साध्यमानः तथापि प्रयोजनवशतः स तत्र कार्त्स्न्येन समारोप्यते इति त्रयाणां नैगमभेदानां मिथो न साङ्कर्यमित्यवधेयम् । []] का यत्तु शुभचन्द्रेण कार्त्तिकेयाऽनुप्रेक्षावृत्ती (गा. २७१) प्रस्थकोदाहरणं वर्त्तमाननैगमे दर्शितम्, તવાત, તાત્પર્ય પ્રસ્તુતમાં બહુશ્રુત વિદ્વાનોએ સમજવું. શંકા :- (નુ.) નૈગમનયના ત્રણ ભેદમાં પરસ્પર શું તફાવત છે ? નૈગમના ત્રણેય ભેદની ભેદરેખા સમજીએ ७३५ સમાધાન :- (શ્રુગુ.) સાંભળો. નૈગમનયના પ્રથમભેદ સ્વરૂપ ભૂતનૈગમના મતે વસ્તુમાં જે પર્યાયનો આરોપ થાય છે તે પર્યાય આંશિક રીતે કે સંપૂર્ણતયા પ્રગટપણે વસ્તુમાં વર્તમાનકાળે રહેતો નથી જ. પરંતુ ‘ભૂતકાળમાં તે પર્યાય હતો' એટલું જ તે સૂચન કરે છે. વીરનિર્વાણકલ્યાણકદિનત્વ ગુણધર્મ ભૂતકાલીન દીપાલિદિનમાં હતો. નૈગમનયના બીજા ભેદ સ્વરૂપ ભાવી નૈગમનયના આશય મુજબ, વસ્તુમાં જે પર્યાયનો આરોપ કરવામાં આવે છે, તે પર્યાય વર્તમાનકાળે આંશિક રીતે કે સંપૂર્ણપણે પ્રગટપણે વસ્તુમાં રહેતો નથી જ. પરંતુ ભવિષ્યકાળમાં તે પર્યાય તે વસ્તુમાં પ્રગટ થવાનો છે. કેવલજ્ઞાની ભવિષ્યમાં અવશ્ય સિદ્ધ QI થવાના છે. પ્રસ્થક પર્યાય પણ ભવિષ્યમાં વિવક્ષિત પ્રસ્થકયોગ્ય કાષ્ઠમાં અવશ્ય નિષ્પન્ન થવાનો છે. જ્યારે સાંપ્રતનૈગમસ્વરૂપ ત્રીજા ભેદના અભિપ્રાય મુજબ તો વસ્તુમાં = દ્રવ્યસમૂહમાં જે પર્યાયનો આરોપ કરવામાં આવે છે તે પર્યાય યદ્યપિ સાંપ્રતકાળે વર્તમાનકાળે સામૂહિક વસ્તુમાં આંશિક રીતે રહેલો છે, કેટલાક અવયવોની અપેક્ષાએ રહેલો છે. પરંતુ સંપૂર્ણતયા સર્વ અવયવોની અપેક્ષાએ રહેતો નથી. અર્થાત્ સમૂહગત દરેક દ્રવ્યના કેટલાક અવયવોમાં તે પર્યાય સિદ્ધ છે તથા કેટલાક અવયવોમાં તે પર્યાય સાધ્યમાન છે. તેમ છતાં તે પર્યાયનો તે સામૂહિક વસ્તુમાં = દ્રવ્યસમૂહમાં પ્રયોજનવિશેષના લીધે સંપૂર્ણતયા આરોપ થાય છે. આમ નૈગમના ત્રણેય પ્રકારોમાં પરસ્પર સાંકર્ય નથી આવતું. આ વાત ખ્યાલમાં રાખવી. ૐ શુભચંદ્રમતની સમાલોચના ) (યત્તુ.) દિગંબર શુભચંદ્રજીએ કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં પ્રસ્થકદષ્ટાન્ત વર્તમાનનૈગમમાં બતાવેલ છે. * ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. =
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy