SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૮ ० प्राक् कार्यसत्त्वाऽसत्त्वविमर्शः ० તેણઈ કરી આવિર્ભાવનઇ સ-અસત્ વિકલ્પઇ દૂષણ ન હોઈ, तेन “आविर्भावः प्राक् सन् असन् वा ? प्रथमविकल्पे प्रागपि घटादेरुपलब्धिः स्यात् ।। द्वितीयविकल्पे तु कार्यसामग्रीसमवधानकालेऽपि शशशृङ्गवन्न घटाद्याविर्भावो भवेद्” इत्युक्तावपि न क्षतिः, प्रथमविकल्पस्वीकारे क्षतिविरहात्, मृत्त्वेन रूपेण पूर्वं घटादेः उपलब्धेः। घटत्वेन रूपेण पूर्वं घटादिदर्शनापत्तिस्तु न सम्भवति, घटाद्याविर्भावपर्यायस्य चक्रादिसामग्री પૂર્વપક્ષ :- (તૈન.) “ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિ દ્વારા ઘટાદિમાં આવિર્ભાવ નામનો કાર્યદર્શનનિયામક પર્યાય પ્રગટે છે' - આવી તમારી વાત જાણ્યા પછી એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે ઘટાદિ કાર્યની નિષ્પત્તિ પૂર્વે ઘટનો આવિર્ભાવ પર્યાય સત્ છે કે અસત્ ? જો “ઘટનિષ્પત્તિ પૂર્વે ઘટનો આવિર્ભાવ પર્યાય સતુ છે' - આવો પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે તો ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિની પૂર્વે પણ ઘટાદિ કાર્યનું દર્શન થવું જોઈએ. કારણ કે ત્યારે ઘટાદિ કાર્યનો આવિર્ભાવ પર્યાય વિદ્યમાન છે અને ‘આવિર્ભાવ પર્યાય કાર્યદર્શનનો નિયામક છે' - આવું તમે માનો છો. માટે ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિની પૂર્વે ઘટદર્શનનિયામક આવિર્ભાવપર્યાયવાળા ઘટાદિ કાર્યનું દર્શન થવાની આપત્તિ દુર્વાર બનશે. (દ્વિતી) “કાર્યનિષ્પત્તિ પૂર્વે આવિર્ભાવ પર્યાય સર્વથા અસતુ છે' - આ પ્રમાણે દ્વિતીય વિકલ્પનો સ્વીકાર કરવામાં આવે તો ઘટાદિ કાર્યની દંડ-ચક્રાદિ સામગ્રી હાજર થાય તે સમયે પણ ઘટાદિ કાર્યનો છે આવિર્ભાવ થઈ શકશે નહિ. કેમ કે ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિની પૂર્વે ઘટાદિનો આવિર્ભાવ શશશુની , જેમ અસત્ છે. જેમ અસત્ એવું શશશુ હજારો સામગ્રી ભેગી થવા છતાં કદાપિ સત્ થતું નથી “ તેમ ચક્રભ્રમણ આદિ પૂર્વે અસત્ તરીકે માન્ય એવો ઘટાદિનો આવિર્ભાવ પર્યાય પણ દંડ-ચક્રાદિ સામગ્રી 21 હાજર થવા છતાં કદાપિ સત્ ન બની શકે. ર પૂર્વે ઉપાદાનકારણરૂપે ઉપાદેય સત્ . ઉત્તરપક્ષ :- (પ્રથમ.) તમારી દલીલ અમારા સિદ્ધાંતમાં બાધક બની શકતી નથી. તે આ રીતે :તમે બતાવેલ આવિર્ભાવસંબંધી સ-અસતુ આવા બે વિકલ્પમાંથી અમે પ્રથમ વિકલ્પ સ્વીકારીએ છીએ. આશય એ છે કે પર્યાય પર્યાયીથી કથંચિત અભિન્ન છે. તેથી ઘટકાર્યથી આવિર્ભાવ પર્યાય અભિન્ન છે. તથા કુંભારની પ્રવૃત્તિની પૂર્વે ઘટકાર્ય મૃત્ત્વરૂપે સત્ છે. તેથી કુંભારપ્રવૃત્તિની પૂર્વે મૃત્વરૂપે વિદ્યમાન એવા ઘટકાર્યથી અભિન્ન આવિર્ભાવ પર્યાય પણ હાજર જ છે. અર્થાત્ ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિની પૂર્વે ઘટાદિનો આવિર્ભાવ સતુ છે. જો કે આ વિકલ્પના સ્વીકારમાં ઘટાદિનું દર્શન થવાની આપત્તિ તમે દર્શાવેલ હતી. પરંતુ એ આપત્તિ અમારા માટે ઈષ્ટાપત્તિ છે. કેમ કે ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિ પૂર્વે પણ ઘટાદિનું મૃત્તિકારૂપે દર્શન થાય જ છે. શંકા - ઘટાદિનો આવિર્ભાવ પર્યાય ઘટાદિદર્શનનો નિયામક હોવાથી જેમ કુંભારપ્રવૃત્તિની પૂર્વે મૃત્તિકારૂપે ઘટનું દર્શન થાય છે તેમ ઘટવરૂપે પણ ત્યારે ઘટનું દર્શન થવું જોઈએ. છે વિશેષરૂપે આવિર્ભાવ વિશેષરૂપે કાર્યદર્શક છે સમાધાન :- (દત્વેન.) ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિની પૂર્વે ઘટવરૂપે ઘટાદિનું દર્શન થવાની આપત્તિને
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy