________________
३०४ 0 शुद्धाऽद्वैतमार्तण्डसंवादा 0
૩/૮ { "આવિર્ભાવ-તિરોભાવ પણિ દર્શન-અદર્શનનિયામક કાર્યના પર્યાયવિશેષ જ જાણવા. ए द्रव्यरूपेण घटादिः दृश्यते, न तु घटत्वादिरूपेणेति । युक्तञ्चैतत् । न हि यद्रूपेण यद् यत्र नास्ति तद्रूपेण तत् तत्र दृश्यते। इत्थमनेकान्तवादाश्रयणे तिरोभावाऽऽविर्भावौ तत्प्रतीति-व्यवहारौ च
सङ्गच्छन्ते । तस्मात् कारणात् कथञ्चिदभेदे सत्येव कार्यनिष्पत्तिः भवतीति सिद्धम् । स तदुक्तं शुद्धाद्वैतमार्तण्डे अपि “तिरोभावे तु कार्यं हि वर्तते कारणात्मना। आविर्भावे तु कार्यं हि of यथा मृदि घटादयः ।। (शु.मा.१५) पूर्वावस्था तु मृदूपा घटावस्था ततोऽभवत् । घटोऽपि मृत्तिकारूपो लये " શ્વાર્થ વૃત્તિકા II” (ગુ.મા.૪૨) ત્યવધેય क कार्यस्य आविर्भाव-तिरोभावावपि प्रकृते कार्यदर्शनाऽदर्शननियामको कार्यपर्यायविशेषौ एवाणि ऽवगन्तव्यौ।
પૂર્વે માટી વગેરે કારણ દ્રવ્યરૂપે ઘટાદિ કાર્ય દેખાય છે પરંતુ ઘટવાદિરૂપે ઘટાદિ કાર્ય દેખાતું નથી. આ વાત વ્યાજબી પણ છે. કેમ કે જે સ્વરૂપે જે પદાર્થ જ્યાં રહેલો ન હોય તે પદાર્થ તે સ્વરૂપે ત્યાં કઈ રીતે દેખાય ? આ રીતે અનેકાંતવાદનો આશ્રય કરવામાં આવે તો ઘટાદિ કાર્યના તિરોભાવ અને આવિર્ભાવ સંગત થાય છે. તથા તેની પ્રતીતિ અને વ્યવહાર પણ સંગત થાય છે. તે કારણે ઉપાદાનકારણ અને ઉપાદેય વચ્ચે કથંચિત્ અભેદ માનવો જરૂરી છે તથા ઉપાદાન-ઉપાદેયમાં કથંચિત્ તાદાભ્ય હોય તો જ કાર્યની નિષ્પત્તિ થઈ શકે – એવું સિદ્ધ થાય છે.
૨ ગોવામિગિરિધરમતને સમજીએ આ . (ત) માટે જ શુદ્ધાદ્વૈતમાર્તણ્ડમાં જણાવેલ છે કે કાર્યનો તિરોભાવ હોય ત્યારે કાર્ય ખરેખર આ ઉપાદાનકારણસ્વરૂપે હાજર હોય છે. કાર્યનો આવિર્ભાવ થાય ત્યારે કાર્ય કાર્યરૂપે જ હાજર હોય છે.
દા.ત. તિરોહિત ઘટ માટીદ્રવ્યમાં મૃસ્વરૂપે વિદ્યમાન છે. તથા આવિર્ભત ઘટ માટીદ્રવ્યમાં ઘટસ્વરૂપે 2 હાજર છે. ઘટની પૂર્વ અવસ્થા (= તિરોહિત દશા) તો માટીસ્વરૂપ છે. પછી ઉત્તરકાલીન ઘટઅવસ્થા
આવે છે. તે માટી સ્વરૂપ છે. તેથી ઘટ પણ મૃત્તિકાસ્વરૂપ છે. હથોડાનો ઘા ઘડાને લાગે ત્યારે ઘડાનો લય (= તિરોભાવ) થાય છે. ઉત્તરકાલીન આ લય અવસ્થા એટલે જ મૃત્તિકા દ્રવ્ય. આમ ઘટનો લય મૃત્તિકાદ્રવ્યસ્વરૂપ સિદ્ધ થાય છે.' વેદાંતી ગોસ્વામિગિરિધરની આ વાત ધ્યાનમાં લેવી.
આવિર્ભાવ-તિરોભાવ કાર્યના પર્યાય છે (વાર્ય૩) જૈનદર્શન મુજબ આવિર્ભાવ અને તિરોભાવ પણ ઘટાદિ કાર્યના વિશેષ પ્રકારના પર્યાય જ સમજવા. તે બન્નેમાં તફાવત એટલો છે કે આવિર્ભાવ કાર્યના દર્શનનો નિયામક છે તથા તિરોભાવ કાર્યના અદર્શનનો નિયામક છે. ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિની પૂર્વે ઘટનો તિરોભાવ પર્યાય વર્તતો હોવાથી મૃસ્પિડને જોવા છતાં મૃત્પિડમાં રહેલા ઘડાનું દર્શન થતું નથી. ચક્રભ્રમણ આદિ પ્રવૃત્તિ બાદ ઘટનો આવિર્ભાવ પર્યાય વર્તતો હોવાથી મૃત્પિડમાં આવિર્ભત થયેલા ઘટાદિ કાર્યનું દર્શન થાય છે.
જ શાં.માં “આવિર્ભાવ નથી. મ.માં વ્યુત્ક્રમથી પાઠ છે. લી.(૧+૨)ના આધારે પાઠ લીધેલ છે.