________________
० सत्कार्यवादोपयोग: 0
૨ ૦૬ एतद्विस्तरस्तु न्यायतात्पर्यपरिशुद्धि-न्यायमञ्जरी-प्रशस्तपादभाष्य-न्यायकन्दली-साङ्ख्यप्रवचनभाष्य प -तत्त्ववैशारदी-योगवार्त्तिकादिग्रन्थेभ्यः अवसेयः ।
__ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सत्कार्यवादानुसारेण आत्मद्रव्ये केवलज्ञानादिगुण-सिद्धत्वादिपर्यायाः सन्त्येव । सद्गुरूपदेश-कल्याणमित्रप्रेरणादिना ते सद्गुरुसमर्पिते आत्मार्थिनि प्रादुर्भवन्ति । अतो निर्मलगुण-पर्यायाभिव्यञ्जकसद्गुरुप्रभृतिकं प्रति विनय-भक्ति-बहुमान-समर्पण-शरणागत्यादयो । भावाः स्थिरीकर्तव्याः इत्युपदेशः। तदनुसरणेन च “मोक्षः कर्मक्षयो नाम भोगसङ्क्लेशवर्जितः” (द्वा.द्वा. क १२/२२) इति द्वात्रिंशिकाप्रकरणे यशोविजयवाचकेन्द्रदर्शितः मोक्षः सुलभः स्यात् ।।३/७।।
(ત્તિ.) આ બાબતનો વિસ્તાર ન્યાયતાત્પર્યપરિશુદ્ધિ, ન્યાયમંજરી, પ્રશસ્તપાદભાષ્ય, ન્યાયકંદલી, સાંખ્યપ્રવચનભાષ્ય, તત્ત્વવૈશારદી, યોગવાર્તિક વગેરે ગ્રંથોમાંથી જાણવો.
હા, સત્કાર્યવાદનું આધ્યાત્મિક પ્રયોજન છે. આધ્યાત્મિક ઉપનય :- ‘ઉપાદાનકારણમાં અવિદ્યમાન વસ્તુ ક્યારેય ઉત્પન્ન ન થાય' - આ મુજબ સાંખ્યસંમત સત્કાર્યવાદની માન્યતાનો સાધનામાર્ગમાં એ રીતે ઉપયોગ થઈ શકે કે આત્મદ્રવ્યમાં કેવલજ્ઞાન આદિ ગુણો અને સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાય વિદ્યમાન જ છે. સદ્દગુરુ, કલ્યાણમિત્ર વગેરેના ઉપદેશ, છે પ્રેરણા, માર્ગદર્શન આદિના માધ્યમથી સદ્ગુરુસમર્પિત સાધકમાં કેવલજ્ઞાન આદિ ગુણો અને સંયતત્વ, લા સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. જેમ શિલ્પીના ટાંકણા ખાવાની તૈયારી પથ્થર હંમેશા રાખે (અર્થાત્ પથ્થર તૂટી ન જાય) તો પથ્થરમાં છુપાયેલ પ્રતિમાનો શિલ્પી દ્વારા આવિર્ભાવ થઈ શકે. આ તેમ સદ્દગુરુ વગેરેની પ્રેરણા, અનુશાસન, કડકાઈ આદિને સ્વીકારવાની તૈયારી શિષ્ય રાખે (અર્થાત માનસિક રીતે પડી ન ભાંગે, ગુરુ પ્રત્યે જરાય અણગમો ન કરે.) તો શિષ્યમાં છુપાયેલ કેવલજ્ઞાન આદિ ગુણનો અને સિદ્ધત્વ આદિ નિર્મળ પર્યાયનો પ્રાદુર્ભાવ સદ્ગના માધ્યમથી થઈ શકે. આપણા નિર્મળ ગુણ-પર્યાયોના અભિવ્યંજક સદગુરુ પ્રત્યે વિનય, ભક્તિ, બહુમાન, સમર્પણ અને શરણાગતિ વગેરે ભાવોને જીવનભર ટકાવી રાખવાની પાવન પ્રેરણા સત્કાર્યવાદના માધ્યમથી લેવા જેવી છે. તે પ્રેરણાને અનુસરવાથી દ્વાર્કિંશિકા પ્રકરણમાં જણાવેલ મોક્ષ સુલભ થાય. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ જણાવેલ છે કે “સર્વ કર્મનો ક્ષય એટલે મોક્ષ. તે ભોગના સંક્લેશથી રહિત છે.” (૩/૭)
લખી રાખો ડાયરીમાં.....૪
• સાધના એટલે પુણ્યની આબાદી. દા.ત. કાર્તિક શેઠ ઉપાસના એટલે સગુણની આબાદી.
દા.ત.વિજયશેઠ-વિજ્યાશેઠાણી