________________
રૂ/૬
* जीवादिनियतव्यवहारोपपादनम्
२८७
રો
*જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય' ઈત્યાદિક જે નિયત કહતાં વ્યવસ્થાસહિત (દ્રવ્ય) વ્યવહાર થાઈ છă, તે ગુણ-પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ-પર્યાયથી અભિન્ન દ્રવ્ય, તે જીવદ્રવ્ય. રૂપાદિક ગુણ-પર્યાયથી અભિન્ન, તે અજીવદ્રવ્ય. નહીં તો દ્રવ્યસામાન્યથી વિશેષસંજ્ઞા ન થાઈ. तद् अजीवद्रव्यमित्येवं नियतरूपेण द्रव्यविशेषगोचरो व्यवहारः भवेत् सम्भवेत्। तथाहि - प ज्ञानादिगुण-मनुष्यादिपर्यायाभ्यामभिन्नं द्रव्यं हि जीवद्रव्यमुच्यते, रूप- रसादिगुणपिण्डादिपर्यायाभ्यामभिन्नद्रव्यं रा मृदादिलक्षणं अजीवद्रव्यं भण्यते । गुण पर्यायाभ्यां स्वाश्रयद्रव्यस्यैकान्तेन भिन्नत्वे तु 'जीवद्रव्याऽजीवद्रव्ये'त्यादिविशेषसंज्ञा न स्यात्, द्रव्यसामान्यस्य सर्वद्रव्येष्वविशेषात्, भेदकाऽन्तरस्य तत्राऽसत्त्वात्। यद्यपि गुण-गुणिनोरेकान्तभेदवादिभिः समवायसम्बन्धेन ' इदं चेतनद्रव्यम्' इत्यादिव्यवहार उपपाद्यते तथापि पूर्वोक्तयुक्त्या ( ३/२) वक्ष्यमाणयुक्त्या (९/१-२१+११/८-१०+१२ / ६) च समवायस्यैवाऽप्रामाणिकत्वात् क तन्न युज्यते ।
gr
=
•
र्श
જ્ઞાનાદિ ગુણ અને મનુષ્ય આદિ પર્યાય - આ બન્નેથી જે દ્રવ્ય અભિન્ન હોય તે જીવ દ્રવ્ય કહેવાય છે. તેમજ રૂપ, રસ આદિ ગુણ અને પિંડ, સ્થાસ, કુસૂલ આદિ પર્યાય આ ગુણ-પર્યાયથી અભિન્ન માટી સ્વરૂપ દ્રવ્ય અજીવ દ્રવ્ય કહેવાય છે. જો પોતાના આશ્રયભૂત દ્રવ્યથી ગુણ-પર્યાય સર્વથા ભિન્ન હોય તો આ જીવ દ્રવ્ય કે આ અજીવ દ્રવ્ય’ ઈત્યાદિ વિશેષ પ્રકારની સંજ્ઞા થઈ ન શકે. કારણ કે દ્રવ્યસામાન્ય તો સર્વ દ્રવ્યમાં સમાન જ છે. તથા (અતિરિક્ત સમવાય આદિ સંબંધને માનવામાં કોઈ પ્રમાણ ન હોવાથી) દ્રવ્યોમાં ભેદક બને તેવું કોઈ અન્ય તત્ત્વ દ્રવ્યમાં વિદ્યમાન નથી. અત્યંત ભેદપક્ષમાં નિયત દ્રવ્યવ્યવહાર અસંગત છે
સ્પષ્ટતા :- ‘ચેતનને ચેતન જ કહેવાય છે, જડ નહિ’ - આ રીતે નિયત પ્રકારનો યથાવસ્થિત દ્રવ્યસંબંધી જે વ્યવહાર થાય છે તેમાં નિયામક તત્ત્વ છે ચૈતન્ય ગુણ અને ચેતન દ્રવ્ય વચ્ચેનો અભેદ. આ જૈનદર્શનની 원 માન્યતા છે. પરંતુ નૈયાયિક તો દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે અત્યંત ભેદ માને છે. તેથી ઉપરોક્ત વ્યવહાર તેના મતે સંગત ન થઈ શકે. નૈયાયિકમતાનુસાર આત્મા કરતાં જ્ઞાનાદિ ગુણ અને ઘટ-પટ આદિ અત્યંતી, ભિન્ન છે. તેથી ઘટ-પટના આધારે આત્માને ઉદ્દેશીને ‘આ ચેતન દ્રવ્ય છે' – તેવો વ્યવહાર જેમ ન થઈ શકે તેમ ચૈતન્ય આદિ ગુણના આધારે પણ તેવો વ્યવહાર થઈ નહિ શકે. આમ જૈનોનું કહેવું છે. / અપ્રામાણિક પદાર્થ આધારિત તર્ક અપ્રામાણિક /
-
.
(વિ.) જો કે નૈયાયિકો ગુણ-ગુણી વચ્ચે અત્યંત ભેદ માનવા છતાં તે બન્ને વચ્ચે સમવાય સંબંધ સ્વીકારે છે. તેઓ ઘટ-પટ અને આત્મા વચ્ચે સમવાય સંબંધને નથી સ્વીકારતા. આમ અતિરિક્ત સમવાય સંબંધના માધ્યમે અતિરિક્ત ચૈતન્ય આત્મામાં રહેવાથી ‘આ ચેતન દ્રવ્ય છે' - એવો વ્યવહાર થાય. આવું નૈયાયિકો કહે છે. તથાપિ તે વાત સ્વીકારી શકાય એમ નથી. કારણ કે પૂર્વે (૩/૨) જણાવી ગયા તેમ ગુણ-ગુણી વગેરેથી સર્વથા ભિન્ન સમવાય સંબંધને સ્વીકારવામાં કોઈ પ્રમાણ જ નથી. પ્રમાણશૂન્ય વસ્તુનો સ્વીકાર ન થઈ શકે. તેમજ આગળ (૯/૧-૨૧-૧૧/૮-૧૦+૧૨/૬) પણ સમવાયનિરાકરણની યુક્તિ જણાવવામાં આવશે. તેથી અપ્રામાણિક સમવાય સંબંધના માધ્યમથી ચૈતન્ય આદિ ગુણ આત્મામાં *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)+ આ.(૧)સિ.માં નથી.