SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ६५७ प ज्ञातद्रव्यनिष्ठाऽखिलगुण-पर्यायज्ञानं स्वद्रव्यात्मना निरपायमेव । आगमसम्मतञ्चेदम्, “जे एगं जाणइ તે સવ્વ ખાળ” (આવા.જી.૧/૩/૪/૧૨૩) કૃતિ પૂર્વોત્તાર્ (૪/૧૩) આવારા મૂત્રવધનાત્। પ્રમેયત્વેન ય एकं प्रमेयं जानाति स सर्वं प्रमेयं प्रमेयत्वेन जानाति । जीवत्वेन य एकं नरादिकं यथार्थतया जानाति स सर्वान् नर-तिर्यगादीन् जीवत्वेन अवगच्छति । यो मनुष्यविधया एकं बालादिकं जानाति रा स सर्वान् बाल-तरुण-वृद्धादीन् मनुष्यरूपेण निश्चिनोत्येवेति विभावनीयम् । ५/१६ * द्रव्यस्वभावप्रकाशगाथाव्याख्या = इदमेवाभिप्रेत्य माइल्लधवलेन द्रव्यस्वभावप्रकाशे “ णिस्सेससहावाणं अण्णयरूवेण सव्वदव्वेहिं। विहावणाहि जो सो अण्णयदव्वत्थिओ भणिओ ।।” (द्र.स्व. प्र. १९७) इत्युक्तम् । अस्या गाथाया सोपयोगित्वादस्माभिरेतद्व्याख्या क्रियते । तथाहि - 'णिस्सेससहावाणं निःशेषस्वद्रव्यस्वभावकेषु स्वकीया - ऽखिलगुणपर्यायेषु सव्वदव्वेहिं सर्वैरेव स्व-स्वद्रव्यैः अण्णयरूवेण अन्वयरूपेण विहावणाहि = र्णि विभावनाभिः जो यो नयः प्रसिद्धः सो अण्णदव्वत्थिओ सोऽन्वयद्रव्यार्थिको भणिओ भणितः' इति। स्वकीयाऽखिलगुण - पर्यायेषु स्व-स्वद्रव्यान्वयविभावनाद् द्रव्ये गुण-पर्यायस्वभावता अन्वयद्रव्यार्थिकनयेन प्रोच्यते इत्याशयः । -ઊર્ધ્વતાસામાન્યપ્રત્યાસત્તિ દ્વારા નિર્બાધપણે સંભવી શકે છે. આ બાબત આગમસંમત પણ છે. કારણ કે પૂર્વોક્ત (૪/૧૩) આચારાંગસૂત્રમાં જણાવેલ છે કે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે.’ જેમ કે પ્રમેયત્વસ્વરૂપે જે એક પ્રમેયને જાણે, તે સર્વ પ્રમેયને પ્રમેયત્વરૂપે જાણે છે. જીવત્વરૂપે જે એક મનુષ્યાદિને યથાર્થસ્વરૂપે જાણે, તે તમામ મનુષ્ય-તિર્યંચ વગેરેને જીવ તરીકે ઓળખી લે છે. માણસ તરીકે એકાદ બાળક વગેરેને જાણે તે સર્વ બાળક, તરુણ, વૃદ્ધ વગેરેનો માણસ સ્વરૂપે નિશ્ચય કરી જ લે છે. આમ એક પદાર્થને જાણનાર જો સર્વ પદાર્થનો જ્ઞાતા હોય તો ‘એક દ્રવ્યનો જ્ઞાતા તે દ્રવ્યમાં રહેલ સર્વ ગુણ-પર્યાયને વિવક્ષિતદ્રવ્યપુરસ્કારથી જાણે છે’ – આમ કહેવામાં શું વાંધો હોઈ શકે ? આ પ્રમાણે અહીં ઘણી બાબતો વિચારવાની સૂચના દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં રહેલ ‘વિમાવનીયમ્' શબ્દ દ્વારા મળે છે. વા દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથની ગાથાનું સ્પષ્ટીકરણ ♦ (મે.) આ જ અભિપ્રાયથી માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “સંપૂર્ણ એક દ્રવ્ય જેઓનો સ્વભાવ છે તેવા ગુણ-પર્યાયોમાં સર્વ સ્વદ્રવ્ય વડે અન્વયરૂપે વિભાવના કરવાથી જે નય પ્રસિદ્ધ બને છે, તે અન્વયદ્રવ્યાર્થિક કહેવાય છે.” આ ગાથા અત્યંત ઉપયોગી હોવાથી અમારા દ્વારા (મુનિ યશોવિજય ગણી દ્વારા) તેની વ્યાખ્યા કરાય છે. તે આ પ્રમાણે “તમામ ગુણ-પર્યાયોનો સ્વભાવ માત્ર એક સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય = પોતાનું ઉપાદાનકારણ. પોતાનું ઉપાદાનકારણીભૂત દ્રવ્ય જ જેનો સ્વભાવ છે તેવા સર્વ ગુણોમાં અને પર્યાયોમાં પોત-પોતાના ઉપાદાનકારણીભૂત સર્વ દ્રવ્ય દ્વારા અન્વયરૂપે વિભાવના કરવા દ્વારા જે નય પ્રસિદ્ધ છે તે નય અન્વયદ્રવ્યાર્થિક કહેવાયેલ છે.” મતલબ કે પોતાના તમામ ગુણોમાં અને પર્યાયોમાં પોત-પોતાના ઉપાદાનકારણીભૂત દ્રવ્યના માધ્યમથી અન્વય વિચારવાના લીધે અન્વયદ્રવ્યાર્થિકનય દ્રવ્યને ગુણ-પર્યાયના સ્વભાવ તરીકે જણાવે છે. 1. य एकं जानाति स सर्वं जानाति । 2. निःशेषस्वभावानां अन्वयरूपेण सर्वद्रव्यैः । विभावनाभिः यः सोऽन्वयद्रव्यार्थिको भणितः । । = = = = - #A = का
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy