________________
२४७
अभेदेऽपि षष्ठीप्रयोगसमर्थनम् । ભેદ છઈ તો “એહનો એક ગુણી, એહના એહ ગુણ*, એહનો એ પર્યાય*” એ વ્યવહારનો વિલોપ રી થઈ આવઈ, ષષ્ઠીઈ જ ભેદ થાયૅ ઈમ ન કહેવું. “તૈનસ્ય ધારા', “રાદ: શિર', “ ટચ સ્વાતિવલુપત્તેિ " સે अस्य गुणाः अस्य चेमे पर्यायाः' इति प्रसिद्धशास्त्रीय-लौकिकव्यवहारोच्छेदः प्रसज्येत ।
न च षष्ठ्या एव भेदः सिध्येदिति वाच्यम्,
'तैलस्य धारा', 'राहोः शिरः', 'घटस्य स्वरूपमि तिवदभेदस्याऽपि उपपत्तेः। तस्मात् सापेक्षतया म જીવના ગુણ છે તથા સંસારિત્વ આદિ એ જીવના પર્યાયો છે' - આ પ્રમાણે જે શાસ્ત્રવ્યવહાર અને લોકવ્યવહાર પ્રસિદ્ધ છે તેનો ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાશે.
L) દ્રવ્ય-ગુણાદિ વચ્ચે ભેદશંકા ). શંકા :- (ઘ) “આત્માના ગુણો’ આવા પ્રસિદ્ધ વાક્યમાં છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ કરવામાં આવે છે. આ છઠ્ઠી વિભક્તિ દ્વારા આત્મા અને ગુણ વચ્ચે ભેદ સિદ્ધ થશે. કારણ કે જે બે પદાર્થ વચ્ચે ભેદ હોય તેની જ વચ્ચે છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થઈ શકે છે. જેમ કે “ચત્રનું ઘર.” અહીં ચૈત્ર અને ઘર વચ્ચે એકાંતે ભેદ રહેલો છે. ચૈત્ર મૃત્યુ પામે તો પણ ઘર ટકી શકે છે. તથા ઘર પડી જાય તો પણ ચૈત્ર જીવી શકે છે. આમ ચૈત્ર અને ઘર બન્ને જુદા જુદા હોવાથી “ચૈત્રનું ઘર - આ પ્રમાણે વ્યવહાર થાય છે. જેમ ચૈત્ર પદ પછી રહેલ છઠ્ઠી વિભક્તિ (= “નું પ્રત્યય) જ ચૈત્ર અને ઘર વચ્ચે ભેદને સિદ્ધ કરે છે તેમ “જીવના જ્ઞાનાદિ ગુણો' - આ વાક્યમાં “જીવ' પદ પછી રહેલ છઠ્ઠી વિભક્તિ જ જીવ અને જ્ઞાનાદિ વચ્ચે ભેદને સિદ્ધ કરે છે. માટે જીવ દ્રવ્ય અને જ્ઞાનાદિ છે ગુણો વચ્ચે એકાંતે ભેદ હોવા છતાં પણ ગુણ-ગુણિભાવ અને “જીવના જ્ઞાનાદિ ગુણો” તથા “જ્ઞાનાદિ | ગુણનો આશ્રય જીવ છે' - આવો વ્યવહાર સંગત થઈ શકે છે.
૬ છઠ્ઠી વિભક્તિ એકાંતે ભેદસાધક નથી . સમાધાન :- (‘તૈ7.) છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ જે બે પદાર્થ વચ્ચે ભેદ હોય ત્યાં જ થાય' - એવો કોઈ નિયમ નથી. જે બે પદાર્થ વચ્ચે અભેદ હોય ત્યાં પણ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થઈ શકે છે. જેમ કે “તેલની ધારા”, “રાહુનું માથું” અને “ઘટનું સ્વરૂપ' વગેરે સ્થળે પૂર્વોત્તર પદાર્થમાં ભેદ ન હોવા છતાં પણ છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ નિર્વિવાદરૂપે થાય છે. તેલ કરતાં તેલની ધારા કોઈ અતિરિક્ત પદાર્થ નથી. ધારા તેલસ્વરૂપ જ છે. રાહુ કરતાં રાહુનું મસ્તક એ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. રાહુ કપાયેલા મસ્તક સ્વરૂપ જ છે. તેમ જ ઘટ કરતાં ઘટનું સ્વરૂપ પૃથફ નથી. ઘટનું સ્વરૂપ ઘટાત્મક જ છે. તેમ છતાં ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય જ છે. તેમ પ્રસ્તુતમાં પણ કહી શકાય છે કે ચૈતન્ય આદિ ગુણો ચેતન દ્રવ્ય કરતાં સર્વથા પૃથફ નથી, ચેતન ચૈતન્યસ્વરૂપ જ છે. ચૈતન્ય ચેતનાત્મક જ છે. તેમ છતાં પૂર્વોક્ત ત્રિવિધ વાક્યપ્રયોગની જેમ “ચેતનના ચૈતન્ય આદિ ગુણો' - આ પ્રમાણે છઠ્ઠી વિભક્તિથી ગર્ભિત વાક્યપ્રયોગ સંગત થઈ શકે છે. તથા દ્રવ્ય-ગુણાદિમાં અભેદ પણ સંગત
*...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. . ( ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯)સિ.માં છે.