________________
५६१
હ શાખા -૪ અનુપ્રેક્ષા છે પ્ર.૧ નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ભેદ-અભેદને એકત્ર માનવામાં એકાંતવાદીના મતે અનેકાંતવાદીને આવતા દોષ જણાવો. ૨. પ્રસ્થક અને પ્રદેશ દષ્ટાંત દ્વારા સાત નયનું સ્વરૂપ સમજાવો. તેમાં સહભંગીની સંગતિ કરો. ૩. “અવક્તવ્ય” ભાંગો અસંગત નથી - એ યુક્તિઓ દ્વારા સિદ્ધ કરો. ૪. અભેદ વૃત્તિથી અને અભેદ ઉપચારથી સકલાદેશનું સ્વરૂપ સમજાવો. ૫. ભેદભેદને એકત્ર માનવા છતાં તેમાં સ્યાદ્વાદીને અનવસ્થા, સંકર અને સંશય દોષ કેમ નથી
આવતા ? ૬. કાળ વગેરે આઠ તત્ત્વ દ્વારા અભેદવૃત્તિ અને ભેદઉપચાર શી રીતે કરી શકાય ? ૭. જૈન-જૈનેતર દર્શનના આધારે ભેદભેદને દષ્ટાંતથી સિદ્ધ કરો. ૮. અર્થપર્યાયમાં સપ્તભંગી સમજાવો. ૯. એક દ્રવ્યમાં એકકાલઅવચ્છેદન અને અનેકકાલવિચ્છેદન ભેદભેદને દષ્ટાંતથી સમજાવો. પ્ર.૨ નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. શ્રીમલવાદીસૂરિ મ. નયના ક્યા બાર પ્રકાર જણાવે છે ? તેનો સંગ્રહાદિ સાત નયમાં સમાવેશ
કરો. ૨. પ્રસ્થક દૃષ્ટાંતમાં મૂલ નયની “૨૧” સપ્તભંગી જણાવો. ૩. “સપ્તભંગી' ની વ્યાખ્યા વાદીદેવસૂરિજીના શબ્દોમાં જણાવો. ૪. “ભેદાનુવિદ્ધ અભેદ' એટલે શું ? ૫. અવક્તવ્યત્વ એટલે શું ?
રત્નાકરઅવતારિકાના આધારે વિકલાદેશની વ્યાખ્યા જણાવો. ૭. ગુણભેદે ગુણીનો સર્વથા ભેદ તથા પર્યાયભેદે પર્યાયીનો સર્વથા ભેદ અસગંત કેમ છે ? ૮. ક્ષેત્રપટના આધારે સપ્તભંગીની સમજણ આપો. ૯. શબ્દાદિ ત્રણ નયને શબ્દનય કહેવાય છે - તેનું કારણ જણાવો. ૧૦. ઘટ અને પટમાં ભેદ અને અભેદ ઉભયની સિદ્ધિ કરો. પ્ર.૩ વાક્ય સાચું કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો. ૧. નૈગમનય માત્ર સંકલ્પને પણ વસ્તુરૂપે ગ્રહણ કરે છે. ૨. પ્રાચીન નૈયાયિકો ભેદને અવ્યાપ્યવૃત્તિ માને છે. ૩. દ્રવ્યાર્થિક નયની મુખ્યતા હોય ત્યારે ગુણધર્મોમાં અભેદનું ભાન કરવા લક્ષણા કરવી પડે. ૪. જૈનોના મતે દ્રવ્ય અને ગુણાદિની વચ્ચે ભેદઅનુવિદ્ધ અભેદ રહેલો છે. ૫. સામ્પ્રત નય એ એવંભૂત નયનો અવાંતર પ્રકાર છે.