SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૪ ० शुद्ध आत्मा साक्षात्कार्यः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – सप्तभङ्ग्यभ्यासः न विद्वत्त्वोपलब्धये किन्तु शुद्धात्म-संवर ए -निर्जरादितत्त्वानुभूतये कार्यः। सकलशास्त्राभ्यासप्रयोजनमपीदमेव यदुत शुद्ध आत्मा साक्षात्कार्यः।। सप्तभङ्ग्याद्यभ्यासाद् मनस एकाग्रता, बुद्धेः सूक्ष्मता, सम्यग्ज्ञानस्य उदयः, तीर्थङ्करादिनिष्ठसर्वज्ञत्वे श्रद्धा, अन्तर्मुखता, देहाध्यासमुक्तता च लभ्यन्ते । तद्दाय॑तः आत्माधुपादेयतत्त्वावबोध । -रुच्यादिकं सम्पद्यते । अशुभाश्रव-बन्धरुचिः विलीयते । परमात्मश्रद्धा-स्वात्मतत्त्वप्रचिकटयिषातीव्रतातः श शुद्धात्मतत्त्वसाक्षात्कारोऽपि सञ्जायते । एतत्प्रक्रियाप्रारम्भप्रणिधानतः प्रकृतद्रव्यानुयोगपरामर्शपरि-क માન્ય નથી. ઈત્યાદિ બાબતનું નિરૂપણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં કરેલ છે. તેથી આ બાબતની અધિક જાણકારી મેળવવા જિજ્ઞાસુઓ ત્યાં દષ્ટિપાત કરી શકે છે. 5 સપ્તભંગીનો ઉપસંહાર કા સ્પષ્ટતા :- સપ્તભંગી, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી, સકલાદેશ, વિકલાદેશ વગેરે બાબતમાં અલગ-અલગ પૂર્વાચાર્યોના જુદા-જુદા દષ્ટિકોણથી વિભિન્ન પ્રકારના મતોને આપણે ઉપરમાં જોઈ ગયા. વાદિદેવસૂરિજી મહારાજ નયસપ્તભંગીમાં એકીસાથે પક્ષ-પ્રતિપક્ષરૂપે અનેક નયોની પ્રવૃત્તિ નથી માનતા. પણ એકીસાથે પક્ષ-પ્રતિપક્ષરૂપે ફક્ત બે જ નયની પ્રવૃત્તિને માન્ય કરે છે. જ્યારે મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ એકીસાથે અનેક નયોની પ્રવૃત્તિને નયસપ્તભંગીમાં માન્ય કરે છે. “સકલાદેશસ્વભાવવાળી સપ્તભંગી પ્રમાણવાક્યસ્વરૂપ બને છે તથા વિકલાદેશસ્વભાવવાળી સપ્તભંગી પ્રમાણવાક્યાત્મક બનતી નથી - આ બાબતમાં વાદિદેવસૂરિજી અને મહોપાધ્યાયજી મહારાજનો મત સમાન છે. પણ સંમતિવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજી, તત્ત્વાર્થવૃત્તિકાર સિદ્ધસેનગણિવર અને મલધારી હેમચંદ્રસૂરિજી છે વગેરેના મતે તો સપ્તભંગીના પ્રથમ ત્રણ ભાંગા સકલાદેશાત્મક છે તથા પાછલા ચાર ભાંગી વિકલાદેશ સ્વરૂપ ધા છે. મહોપાધ્યાયજી મહારાજે સ્યાસ્પદશૂન્ય “જકારવાળા સાતેય ભાંગાને દુર્નયરૂપે, સ્યાત્ પદથી અને એવકારથી યુક્ત પ્રત્યેક ભાંગાને સુનયરૂપે તથા સ્યાસ્પદથી અને એવકારથી રહિત ભાંગા સુનયસ્વરૂપ સ હોવા છતાં અવ્યવહાર્યરૂપે જણાવેલ છે - તે તેમની આગવી વિશેષતા છે. ૬ સપ્તભંગીના અભ્યાસનું પ્રયોજન . થાત્મિક ઉપનય :- સપ્તભંગીનો અભ્યાસ વિદ્વાન થવા માટે નહિ પણ પારમાર્થિક તત્ત્વને જોવા માટે, જાણવા માટે, અનુભવવા માટે કરવાનો છે. આ વાત ફક્ત સપ્તભંગીના અભ્યાસમાં જ નહિ પણ તમામ શાસ્ત્રોના અભ્યાસમાં લાગુ પાડવાની છે. સર્વ શાસ્ત્રો ભણીને પણ શુદ્ધ આત્માનો જ સાક્ષાત્કાર કરવાનો છે. પારમાર્થિક તત્ત્વ તો શુદ્ધ આત્મા, સંવર, નિર્જરા વગેરે જ છે. સપ્તભંગી વગેરેના અભ્યાસથી મનની એકાગ્રતા, બુદ્ધિની સૂક્ષ્મતા, સમ્યગુ જ્ઞાનનો ઉઘાડ, તીર્થકર ભગવંતોની સર્વજ્ઞતા ઉપર શ્રદ્ધા, અંતર્મુખતા, દેહાધ્યાસમુક્તતા વગેરે સદ્ગુણો પ્રાપ્ત થવાથી, દઢ થવાથી આત્મા વગેરે ઉપાદેય તત્ત્વની પારમાર્થિક જાણકારી મળે છે, તેની રુચિ જન્મે છે. તેથી આશ્રવ-બંધની રુચિ તૂટે છે. પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને આત્મતત્ત્વને પ્રગટ કરવાની ઝંખના તીવ્ર બનવાથી શુદ્ધ આત્મતત્ત્વનું દર્શન = સ્વાનુભૂતિ પણ પ્રાપ્ત થાય છે. આવા લક્ષ્ય સાથે, તેવી કોઈક આંતરિક પ્રક્રિયા શરૂ થાય
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy