SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ५५८ ० एवकारशून्यसुनयस्य व्यवहाराङ्गतानिषेधः । ૪/૪ - चरमभङ्गचतुष्टये वस्तुगतनानांऽशविवक्षाऽकारि। ____सम्मतिवृत्तिकारादिमते तु अन्त्यभङ्गचतुष्टये समग्रं वस्तु नानास्वरूपैः प्रतीयते। तानि च । नानास्वरूपाणि सम्पूर्णतया वस्तु समभिव्याप्य वर्त्तन्ते इति विशेष इत्यवधेयम्। .. म “एते च सप्ताऽपि भङ्गाः स्यात्पदाऽलाञ्छिता अवधारणैकस्वभावा विषयाऽसत्त्वाद् दुर्नयाः, स्यात्पद लाञ्छितस्त्वेतदन्यतमोऽपीतरांशाऽप्रतिक्षेपादेकदेशव्यवहारनिबन्धनत्वात् सुनय एव । ‘अस्ति' इत्यादिकस्तु " स्यात्कारैवकारविनिर्मुक्तो धर्मान्तरोपादान-प्रतिषेधाऽकरणात् स्वार्थमात्रप्रतिपादनप्रवणः सुनयोऽपि न क व्यवहाराङ्गमि”त्यादिकं (स्या.क.ल.स्तबक-७/का.२३/पृष्ठ-१७६) स्याद्वादकल्पलतातः अवसेयम् । તો “વસ્તુ કથંચિત્ સત્ છે,અસત્ છે અને અવક્તવ્ય છે' - આમ સમજવું.” છેલ્લા ચાર ભાંગામાં શ્રીશીલાંકાચાર્યજીએ સ્વ-પરદ્રવ્યાદિની અપેક્ષાએ સંપૂર્ણ વસ્તુની વિવક્ષા કરવાના બદલે વસ્તુના અલગ -અલગ અમુક અંશની વિરક્ષા કરી છે. (૩૫) જ્યારે સંમતિવૃત્તિકાર વગેરેના મતે, છેલ્લા ચાર ભાંગામાં સંપૂર્ણ વસ્તુની જ જુદા-જુદા સ્વરૂપે પ્રતીતિ થાય છે. તથા તે જુદા-જુદા સ્વરૂપ વસ્તુમાં સમગ્રપણે વ્યાપીને રહેતા હોય છે. આટલો અહીં તફાવત છે. આ બાબતને ખાસ ખ્યાલમાં રાખવી. દુનય, સુનય અંગે વિચારણા ઇ () સપ્તભંગીના સાતેય ભાંગા જ્યારે “ચા” પદથી રહિત હોય અને સાતેય ભાંગા પોતાના વિવક્ષિત-અભિપ્રેત અંશનું અવધારણ કરનારા બને તો તે દુર્નય બની જાય છે. વસ્તુમાં ફક્ત એક જ વિવક્ષિત ગુણધર્મ નથી હોતો પણ અન્ય અનંતા ગુણધર્મો પણ પ્રત્યેક વસ્તુમાં રહે છે. એકાદ વિવક્ષિત ૫ અંશમાત્રનો આધાર વસ્તુ ન હોવાથી અવધારિત વિષયભૂત વસ્તુનું અસ્તિત્વ નથી હોતું. આમ “સ્માત કે “કથંચિત્' પદથી રહિત અને એવકારસહિત = “જકારયુક્ત ભાંગો અસત્ વસ્તુનું પ્રતિપાદક બની Tી જવાથી દુર્નયસ્વરૂપ બની જાય છે. પરંતુ સપ્તભંગીનો કોઈ પણ ભાંગો “સ્યા” પદથી યુક્ત બની જાય તો એક ભાંગો પણ મુખ્યરૂપે પોતાને અભિપ્રેત અંશ = ગુણધર્મ સિવાયના અન્ય અંશોનું નિરાકરણ સ, ન કરવાના લીધે પોતાના અભિપ્રેત અંશ દ્વારા વસ્તુનું પ્રતિપાદન કરવા દ્વારા આંશિક વસ્તુના વ્યવહારનું નિમિત્ત બને છે. સત્ વસ્તુનું આંશિક સ્વરૂપ દર્શાવવાના લીધે તે સુનય જ કહેવાય છે. તથા જ્યારે ‘ત્તિ', “નાતિ” વગેરે પદ “ચાત્' કે “કથંચિત્' શબ્દથી તથા “ઇવ’ શબ્દથી રહિત બનીને સપ્તભંગીના પ્રત્યેક ભાગાના ઘટક બને છે, ત્યારે તે સુનયસ્વરૂપ હોવા છતાં પણ વસ્તુસંબંધી યથાર્થ વ્યવહારનું કારણ બનતા નથી. આનું કારણ એ છે કે ત્યારે તેના દ્વારા જે અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે અંશનું પ્રતિપાદન થાય છે, તે સિવાયના વસ્તુગત અંશનું પ્રતિપાદન કે નિષેધ ન થવાથી તેના દ્વારા પોતાને અભિપ્રેત અંશમાત્રનું જ પ્રતિપાદન થાય છે. મતલબ કે “ચા” અને “વ પદથી શૂન્ય ભાગો હકીકતમાં વસ્તુનું સ્વરૂપ કેવું છે અને કેવું નથી ? - આ બાબતનું પ્રતિપાદન કરવાના બદલે પોતાને જે કહેવું છે તેનું જ ફક્ત પ્રતિપાદન કરવામાં તત્પર બની જાય છે. માટે તેવી સ્થિતિમાં ‘તિ’ કે ‘નાસ્તિ’ પદથી ઘટિત ભાંગો સુનય બનવા છતાં વસ્તુસંબંધી યથાર્થ લોકવ્યવહારનું તે નિમિત્ત નથી બની શકતું. તેથી જ “ચા” પદથી કે “પ્રવ’ પદથી રહિત “તિ’ કે ‘નાસ્તિ' વગેરે પદથી ઘટિત ભાંગાનું અસ્તિત્વ સપ્તભંગીમાં
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy