________________
४/१४ ० सूत्रकृताङ्गवृत्तिकार-सम्मतिवृत्तिकारमतभेदद्योतनम् ० ५५७
यद्वाऽऽद्यभङ्गत्रितये कृत्स्नवस्तुप्रतिपादनात् सकलादेशरूपता, अन्त्यभङ्गचतुष्टये वस्त्वंशानां प्रतिपादनाद् विकलादेशरूपता सम्भवति । इदमेवाभिप्रेत्य सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्येण “सर्वं વસ્તુ સપ્તમસ્વમવન્! તે વાંચમી – (૧) સ્વદ્રવ્ય-ક્ષેત્ર-જાત્ત-માવાપેક્ષા ‘ચાત્ તિ'I
(૨) પરવ્યાપેક્ષા ‘ચા નાસ્તિ'T (३) अनयोरेव धर्मयोः यौगपद्येन अभिधातुम् अशक्यत्वात् ‘स्याद् अवक्तव्यम्' ।
(४) तथा कस्यचिदंशस्य स्वद्रव्याद्यपेक्षया विवक्षितत्वात् कस्यचिच्चांशस्य परद्रव्याद्यपेक्षया विवक्षितत्वात् 'स्याद् अस्ति च स्याद् नास्ति चेति । __ (५) तथैकस्यांशस्य स्वद्रव्याद्यपेक्षया परस्य तु सामस्त्येन स्व-परद्रव्याद्यपेक्षया विवक्षितत्वात् ‘स्याद् । अस्ति चाऽवक्तव्यञ्चे'ति।
(६) तथैकस्यांशस्य परद्रव्याद्यपेक्षया परस्य तु सामस्त्येन स्व-परद्रव्याद्यपेक्षया विवक्षितत्वात् ‘स्याद् णि नास्ति चाऽवक्तव्यञ्चे'ति।
___ (७) तथैकस्यांशस्य स्वद्रव्याद्यपेक्षया, परस्य तु परद्रव्याद्यपेक्षया, अन्यस्य तु यौगपद्येन स्व-परद्रव्याद्यपेक्षया विवक्षितत्वात् ‘स्याद् अस्ति च नास्ति चाऽवक्तव्यं चेति” (सू.कृ.श्रु.स्क.२/अ.५/सू.११ पृ.३७६) इत्युक्त्या
સકલાદેશ-વિકલાદેશની અન્ય સંભાવના (ચા.) અથવા એમ પણ કહી શકાય કે સપ્તભંગીના પ્રથમ ત્રણ ભાગા સંપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન કરવાના લીધે સકલાદેશ સ્વરૂપ છે તથા છેલ્લા ચાર ભાંગા વસ્તુના અંશોનું પ્રતિપાદન કરવાના લીધે વિકલાદેશ સ્વરૂપ છે - આમ પણ સંભવે છે. તથા આ જ અભિપ્રાયથી સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ સપ્તભંગીની બાબતમાં એવું જણાવેલ છે કે “દરેક વસ્તુનો સ્વભાવ સપ્તભંગી છે. તે સાત ભાંગા = પ્રકારો આ મુજબ છે :
(૧) સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ “વસ્તુ કથંચિત્ સત્ છે.' (૨) પરદ્રવ્યાદિની અપેક્ષાએ “વસ્તુ કથંચિત્ અસત્ છે.'
(૩) સત્ત્વ અને અસત્ત્વ - આ બન્ને ધર્મ એકીસાથે કહેવા અશક્ય હોવાથી “વસ્તુ કથંચિત્ છે. અવક્તવ્ય છે.'
(૪) તથા વસ્તુના કોઈક અંશની સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા કરવામાં આવે તથા કોઈક સ અંશની પરદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા કરવામાં આવે તો “વસ્તુ કથંચિત સત્ છે અને કથંચિત અસત્ છે.'
(૫) તેમ જ વસ્તુના અમુક અંશની સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિવક્ષા કરવામાં આવે તથા અન્ય અંશની યુગપતું સ્વ-પરદ્રવ્યાદિની દૃષ્ટિએ વિચારણા થાય તો “વસ્તુ કથંચિત્ સત્ છે અને અવક્તવ્ય છે.”
(૬) તથા વસ્તુના અમુક અંશની પદ્રવ્યાદિની અપેક્ષાએ વિવક્ષા કરવામાં આવે અને અન્ય અંશની યુગપતુ સ્વ-પરદ્રવ્યાદિની દૃષ્ટિએ વિચારણા થાય તો “વસ્તુ કથંચિત્ અસત્ છે અને અવક્તવ્ય છે.”
(૭) તથા વસ્તુના એક અંશની સ્વદ્રવ્યાદિની દૃષ્ટિએ વિવક્ષા થાય, બીજા અંશની પારદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારણા થાય અને અન્ય અંશની એકીસાથે સ્વ-પરદ્રવ્યાદિની દૃષ્ટિએ વિવક્ષા કરવામાં આવે